:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

સરકારની 18 OTT પ્લેટફોર્મ વિરુદ્ધ કડક કાર્યવાહી , પ્લેટફોર્મ પર અશ્લીલ કન્ટેન્ટને લઈને ઘણી ચેતવણીઓ જાહેર કરાઇ હતી

top-news
  • 14 Mar, 2024

ભારત સરકારના કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે સમગ્ર દેશમાં  18 OTT પ્લેટફોર્મને બ્લોક કરવાનો નિર્ણય લીધો છે. આ પ્લેટફોર્મ દેશમાં અશ્લીલ કન્ટેન્ટ આપી રહ્યા હતા, જેના સંદર્ભમાં મંત્રાલયે તેમને ઘણી વખત ચેતવણી આપી હોવા છત્તા તેમણે કોઇ પણ એક્શન લીધી નહતી, અંતે સરકાર દ્વારા આ પ્લેટફોર્મ ભારતમાં બંધ કરવામાં આવશે. આ સિવાય OTT પ્લેટફોર્મની 19 વેબસાઇટ્સ, 10 એપ્સ અને 57 સોશિયલ મીડિયા હેન્ડલને બ્લોક કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

X પ્લેટફોર્મ અને સમાચાર એજન્સી અનુસાર, સૂચના અને પ્રસારણ મંત્રાલયે 18 OTT પ્લેટફોર્મને બ્લોક કરી દીધા છે. આ પ્લેટફોર્મ પર અશ્લીલ કન્ટેન્ટને લઈને ઘણી ચેતવણીઓ જાહેર કરવામાં આવી છે. આ સિવાય દેશભરમાં OTT પ્લેટફોર્મની 19 વેબસાઇટ્સ, 10 એપ્સ અને 57 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને બ્લોક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

માહિતી અને પ્રસારણ મંત્રાલયે આ કાર્યવાહી ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000 હેઠળ કરી છે. જેમાં તેમણે OTT પ્લેટફોર્મ  બ્લોક કરયા છે. જેમાં  Dreams Films, Voovi, Yessma, Uncut Adda, Tri Flicks, X Prime, Neon X VIP, Besharams, Hunters, Rabbit, Xtramood, Nuefliks, MoodX, Mojflix, Hot Shots VIP, Fugi, Chikooflix અને Prime Play જેવા નામનો સમાવેશ થાય છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎