:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિની હાલત ગંભીર: 89 વર્ષીય પ્રતિભા પાટીલ પુણેની હોસ્પિટલમાં દાખલ...

top-news
  • 14 Mar, 2024

દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલની તબિયત અચાનક બગડતાં તેમને પુણેની ભારતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 89 વર્ષીય પૂર્વ રાષ્ટ્રપતિને તાવ અને છાતીમાં ચેપની ફરિયાદ બાદ દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, તેની હાલત નાજુક છે. બુધવારે રાત્રે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના એક અધિકારીએ જણાવ્યું કે, હાલ તેની સારવાર ચાલી રહી છે. 

પ્રતિભા પાટીલ 2007 થી 2012 સુધી ભારતના 12મા રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી. તેઓ દેશના રાષ્ટ્રપતિ બનનાર પ્રથમ મહિલા હતા.પ્રતિભા પાટીલે વર્ષ 1962માં પહેલીવાર મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાની જલગાંવ શહેર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીતી હતી. વાસ્તવમાં, ચાલીસગાંવમાં ક્ષત્રિય મહાસભાના સંમેલનમાં તેમના ભાષણ પછી, તેમણે મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્ય પ્રધાન વાયબી ચવ્હાણની નજર પકડી, જેમણે તેમને તરત જ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસની ટિકિટ આપી.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎