:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

અમિત શાહ : CAA કાયદો છે અને તે ક્યારેય પાછો નહીં ખેંચાય નહીં, CAAથી ડરવાની જરૂર નથી , તેમાં કોઈની નાગરિકતા છીનવી લેવાની જોગવાઈ નથી

top-news
  • 14 Mar, 2024

ભાજપના ઘોષણાપત્રમાં કહ્યા મુજબ તેમની એટલેકે કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં ૧૧ માર્ચે નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ કરી દીધો છે. આ કાયદા લાગુ કર્યા બાદ અલગ અલગ રાજકીય પક્ષો તેના પર પોતાના વિચાર વયક્ત કરીને ઉપરાંત બંગાળ અને કેરળ સહિત ઘણા રાજ્યોમાં આને લઈને વિરોધ દર્શાવીને CAA પાછો ખેચાય તેવા પ્રયનતો કરી રહ્યા છે.

એવામાં CAA અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે "આ કાયદો ક્યારેય પાછો ખેંચવામાં આવશે નહીં ઉપરાંત  ભાજપની આગેવાનીવાળી સરકાર તેની સાથે ક્યારેય સમાધાન પણ કરશે નહીં." વધુમાં તેમણે કહ્યું, ‘દેશમાં ભારતીય નાગરિકતા સુનિશ્ચિત કરવી એ અમારો સાર્વભૌમ અધિકાર છે, અમે આના પર ક્યારેય સમાધાન નહીં કરીએ અને CAA ક્યારેય પાછો ખેંચવામાં આવશે નહીં.’

એક ઈન્ટરવ્યુમાં અમિત શાહે ભારત ગઠબંધન પર પ્રહાર કરતા કહ્યું, ‘ભારત ગઠબંધન જાણે છે કે તે સત્તામાં નહીં આવે. CAA બીજેપી લાવી છે અને નરેન્દ્ર મોદીની સરકાર લાવી છે. તેને રદ કરવું અશક્ય છે. અમે સમગ્ર દેશમાં તેના વિશે જાગૃતિ ફેલાવીશું, જેથી જે લોકો તેને રદ કરવા માગે છે તેમને સ્થાન ન મળે. કેન્દ્રીય મંત્રીએ CAA ગેરબંધારણીય હોવાના આરોપોને ફગાવી દીધા. અમિત શાહનું કહેવું છે કે આનાથી બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન થતું નથી.

જ્યારે વિપક્ષી દળોએ CAA નોટિફિકેશનના સમય પર સવાલ ઉઠાવ્યા ત્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું, ‘તમામ વિપક્ષી પક્ષો, પછી તે અસદુદ્દીન ઓવૈસી હોય, રાહુલ ગાંધી હોય, મમતા બેનર્જી હોય કે કેજરીવાલ હોય, તેઓ જૂઠાણાની રાજનીતિ કરી રહ્યા છે. તેથી સમય મહત્વપૂર્ણ નથી. ભાજપે 2019માં પોતાના મેનિફેસ્ટોમાં કહ્યું હતું કે અમે CAA લાવશું અને અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના શરણાર્થીઓને નાગરિકતા આપીશું.

2019 માં જ, આ બિલ સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. કોરોનાને કારણે થોડો વિલંબ થયો હતો. વિપક્ષ તુષ્ટિકરણની રાજનીતિ કરીને વોટબેંક મજબૂત કરવા માંગે છે. તેમનો પર્દાફાશ થયો છે અને દેશના લોકો જાણે છે કે CAA આ દેશનો કાયદો છે. મેં 4 વર્ષમાં ઓછામાં ઓછા 41 વાર કહ્યું છે કે CAA લાગુ કરવામાં આવશે અને ચૂંટણી પહેલા.ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ‘આ દેશમાં લઘુમતીઓ અથવા અન્ય કોઈને CAAથી ડરવાની જરૂર નથી કારણ કે CAAમાં કોઈની નાગરિકતા છીનવી લેવાની કોઈ જોગવાઈ નથી.

CAA એ હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, ખ્રિસ્તી અને પારસી શરણાર્થીઓને નાગરિકતા આપવાનો કાયદો છે જેઓ ફક્ત ત્રણ દેશો, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવ્યા છે.’ આંતરરાષ્ટ્રીય મીડિયા પર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે 1947માં ધર્મના આધારે વિભાજન થયું હતું. ત્યારે કોંગ્રેસના નેતાઓએ કહ્યું હતું કે અત્યારે હિંસા ચાલી રહી છે, તમે જ્યાં છો ત્યાં જ રહો, પછીથી જ્યારે પણ તમે ભારત આવો ત્યારે તમારું સ્વાગત છે, પરંતુ તુષ્ટિકરણની રાજનીતિને કારણે કોંગ્રેસે ક્યારેય પોતાનું વચન પૂરું કર્યું નથી.

તેમણે કહ્યું, ‘હું માનું છું કે જેઓ અખંડ ભારતનો ભાગ હતા અને જેમણે ધાર્મિક અત્યાચારનો સામનો કર્યો હતો તેમને આશ્રય આપવાની અમારી નૈતિક અને બંધારણીય જવાબદારી છે. જ્યારે વિભાજન થયું ત્યારે પાકિસ્તાનમાં 23% શીખ અને હિન્દુ હતા, આજે 3.7% બાકી છે. તેઓ અહીં આવ્યા નથી. તેમને ધર્માંતરિત કરવામાં આવ્યા, અપમાનિત કરવામાં આવ્યા, બીજા વર્ગના નાગરિકો તરીકે વર્ત્યા. આ લોકો ક્યાં જશે? શું દેશની સંસદ આ અંગે વિચાર નહીં કરે? જો હું બાંગ્લાદેશની વાત કરું તો 1951માં ત્યાં હિંદુ વસ્તી 22% હતી, પરંતુ હવે આંકડા મુજબ 2011માં હિંદુ વસ્તી ઘટીને 10% થઈ ગઈ છે, તે ક્યાં ગઈ?

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎