:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

મોદી કી ગેરેન્ટી v/s રાહુલ કા ભરોસા ..!!!!: ટુંક સમયમાં ચૂંટણીઓનો સત્તાવાર કાર્યક્રમ જાહેર થઈ શકે ..

top-news
  • 12 Mar, 2024

18 મી લોકસભાની ચૂંટણીઓનું રણશિંગુ ફુંકાવવાની તૈયારીમાં છે. 11 મી માર્ચ થી શરૂ થતા સપ્તાહમાં, લગભગ 15 મી એ દેશના ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર કાર્યક્રમ જાહેર થાય તેવા નિર્દેશો મળી રહ્યા છે. તે દરમ્યાન વડાપ્રધાન મોદીની વિવિધ રાજ્યોની સરકારી સત્તાવાર મુલાકાતો પણ પૂર્ણ થવાની તૈયારી છે,12 મી માર્ચે ગુજરાતમાં અને 13 મી માર્ચે વર્ચ્યુલી  સંબોધન કાર્યક્રમ બાદ ચૂંટણી પંચ 15 મીએ પત્રકાર પરિષદ યોજીને ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરે તેમ છે. બીજી તરફ કોંગ્રસના નેતા રાહુલગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાત માંથી મહારાષ્ટ્રમાં પ્રવેશશે અને મુંબઈમાં તેની સત્તાવાર પૂર્ણાહુતિ થશે.  

લોકસભાની આગામી ચુંટણી ઓ અનેક રીતે ખૂબજ મહત્વપૂર્ણ અને ખાસ કરીને ભાજપ તથા વડાપ્રધાન મોદી માટે ખાસ બની રહે તેમ છે. વડાપ્રધાને ચૂંટણી પ્રચારમાં યે મોદી કી ગેરેન્ટી હૈ .. નો સૂત્ર વહેતું મૂક્યું છે તો રાહુલે રોજગારીનો અધિકાર કાયદો બનાવીને સરકારી નોકરીઓમાં ભરતી સહિત મોંધવારી ઘટાડવાના વચનો આપીને યે રાહુલ કા ભરોસા હૈ એવું સૂત્ર આપ્યું છે. 

વડાપ્રધાન સતત ત્રીજી વખત જીતીને પ્રથમ વડાપ્રધાન નેહરુની સળંગ ત્રણ જીતની બરાબરી કરવા માંગે છે, તેની સાથે અબકી બાર 400 કે પાર કહીને ભાજપને આવખતે 370 બેઠકો મળવાનો દાવો કર્યો છે. તો કોંગ્રેસની આગેવાનીમાં વિપક્ષી ગઠબંધન INDIA દ્વારા બેઠકોની વહેચણીમાં આંશિક સફળતા મેળવી છે. બંને બાજુએ ચુંટણીઓ જીતવા પોતપોતાનાં રાજકીય હથિયારોની ધાર તીક્ષ્ણ કરવામાં આવી રહી છે. 

ચુંટણી પંચ ગઈ વખતની જેમ આ વખતે પણ સાત તબક્કામાં ચુંટણીઓ યોજે તેમ મનાય છે,લોકસભાની સાથે પાંચ રાજ્યોની વિધાનસભાની ચુંટણીઓ પણ યોજવાની છે અંદાજે 10 લાખ કરતાં વધુ મતદાન મથકો પણ મતદાન થશે.18 મી લોકસભા માટે 97 કરોડ મતદારો નોંધાયા છે. 
  
દરમ્યાન ગઈ વખતના પરિણામ અને રાજકીય ચિત્ર પર નજર કરીએતો , ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વમાં વર્ષ 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી હતી. પ્રચંડ મોદી લહેર હેઠળ 17મી લોકસભામાં ફરી એકવાર વિપક્ષોનો સફાયો થઈ ગયો હતો.

પહેલીવાર એવું થયુ જ્યારે કોઈ બિનકોંગ્રેસી સરકાર સતત બીજી વખત બહુમત સાથે સત્તામાં પરત આવી હોય. 2014ના મુકાબલે બીજેપીએ પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો હતો. 2014માં 282 સીટો મેળવનારી બીજેપીએ 2019માં વધુ 21 સીટ જીતીને 300નો આંકડો પાર કરી ગઈ હતી.

ભાજપની જીત સાથે જ એનડીએનો આંકડો 355 સુધી પહોંચી ગયો હતો. કોંગ્રેસના 17 રાજ્યોમાં સુપડાં સાફ થઈ ગયા હતા. 10 રાજ્યોમાં તો બીજેપીએ ક્લીન સ્વીપ કર્યુ હતું. કોંગ્રેસે 52 બેઠકો જીતી હતી જયારે યુપીએ આ વખતે 96 સીટો પર પહોંચી શકી હતી.

કોંગ્રેસનો સહયોગી ડીએમકે ત્રીજા સ્થાને રહ્યો હતો. 2014માં આતું ખોલાવી ન શકનાર ડીએમકેએ આ વખતે 23 સીટો જીતી હતી. BSP ઉત્તર પ્રદેશમાં પણ 10 બેઠકો જીતવામાં સફળ રહી. 2014માં માયાવતીની પાર્ટીને એક પણ સીટ મળી ન હતી. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી 2019માં રેકોર્ડ મતદાન દેશના ઈતિહાસમાં સૌથી વધુ 67.11 ટકા થયું હતું.

 સાત તબક્કામાં મતદાન

તબક્કો,તારીખ, બેઠકો, અને રાજ્ય પ્રમાણે જોઇએ તો, પ્રથમ તબક્કાનું મતદાન 11 એપ્રિલ 97 બેઠકો, 20 રાજ્ય, બીજો તબક્કાનું મતદાન 18 એપ્રિલ 97 બેઠકો, 13 રાજ્ય,ત્રીજા તબક્કાનું મતદાન 23 એપ્રિલ 115 બેઠકો, 14 રાજ્ય, ચોથા તબક્કાનું મતદાન 29 એપ્રિલ 71 બેઠકો, 9 રાજ્ય, પાંચમાં તબક્કાનું મતદાન 6 મે 51 બેઠકો, 7 રાજ્ય, છઠ્ઠા તબક્કાનું મતદાન 12 મે 59 બેઠકો, 7 રાજ્ય અને સાતમા તબક્કાનું મતદાન 19 મે 29 બેઠકો, 8 રાજ્યમાં યોજાયું હતું.

પાંચ રાજ્યોની પણ ચૂંટણીઓ યોજાઇ

આ ઉપરાંત દરેક રાજ્યમાં વિધાનસભાની ખાલી પડેલી જગ્યાઓમાં પેટા ચૂંટણી પણ આ લોકસભાની ચૂંટણીની સાથે પાંચ રાજ્યોની પણ વિધાનસભા ચૂંટણીઓ યોજાઇ હતી. જે આ વખતે પણ યોજાશે જેમાં મહારાષ્ટ્ર, ઓડિશા, હરિયાણા વગેરેનો સમાવેશ થાય છે.

મતદાન પ્રક્રિયા પર એક નજર....

લોકસભામા 543  બેઠકો માટે , 10 લાખ પોલિંગ સ્ટેશન ઉપર મતદાન થયું હતું. જે 2014ની સરખામણીએ 10.1 ટકા વધુ હતા.

2019 માટે આશરે 90 કરોડ મતદાતા નોંધાયેલા હતા. જેમાં દોઢ કરોડ મતદાતા 18 થી 19 વર્ષ ઉંમરની વચ્ચેના હતા.

2014માં 5 માર્ચના રોજ ચૂંટણીની ઘોષણા કરી હતી. અને ચૂંટણી 9 તબક્કામાં થઈ હતી. પ્રથમ તબક્કાનું મતદાન 7 એપ્રિલના રોજ અને બીજા તબક્કાનું મતદાન 12 મેના રોજ થયું હતું.

પ્રત્યેક મતદાર પાછળ 700 રૂપિયાનો ખર્ચ થયો

દેશના ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનિલ અરોડાએ ચૂંટણીની તારીખો જાહેરાત કરી હતી.. 23 મે 2019ના રોજ તમામ 543 બેઠકોનું પરિણામ જાહેર થયું હતું. 7 તબક્કામાં યોજાયેલી આ ચૂંટણી કુલ 75 દિવસ સુધી ચાલી હતી તથા ચૂંટણીમાં 60 હજાર કરોડ જેટલો ખર્ચ થયો હતો. સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝના જણાવ્યા પ્રમાણે આ ચૂંટણીમાં પ્રત્યેક મતદાર પાછળ લગભગ 700 રૂપિયા જેટલો થયો હતો.

ભાજપે કુલ મતદાનના  37.76%  મત મેળવ્યા હતા

ભારતીય જનતા પાર્ટીએ 37.36% મત મેળવ્યા, જે 1989ની સામાન્ય ચૂંટણી પછી રાજકીય પક્ષ દ્વારા સૌથી વધુ મત હિસ્સો છે, અને 303 બેઠકો જીતીને તેની નોંધપાત્ર બહુમતીમાં વધુ વધારો કર્યો હતો. વધુમાં, બીજેપીની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) એ 353 બેઠકો જીતી હતી.  ભાજપે 37.76%  મત મેળવ્યા હતા, જ્યારે NDAના સંયુક્ત મત 603.7 મિલિયન મતોમાંથી 45% હતા.  

કોંગ્રેસે માત્ર 52 બેઠકો જ જીતી હતી

કોંગ્રેસે 52 બેઠકો જીતી હતી, જે વિપક્ષના નેતાના પદનો દાવો કરવા માટે જરૂરી 10% બેઠકો મેળવવામાં નિષ્ફળ રહી હતી . વધુમાં, કોંગ્રેસના નેતૃત્વ હેઠળના સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ)એ 91 બેઠકો જીતી હતી, જ્યારે અન્ય પક્ષોએ 98 બેઠકો જીતી હતી. આંધ્ર પ્રદેશ , અરુણાચલ પ્રદેશ , ઓડિશા અને સિક્કિમ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ સામાન્ય ચૂંટણીઓ સાથે એક સાથે યોજાઈ હતી.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎