:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

ગુજરાતમાં મધદરિયેથી ફરી ઝડપાયું 480 કરોડનું ડ્રગ્સ, ATS,કોસ્ટગાર્ડ - NCBનું સફળ સંયુક્ત ઓપરેશન...

top-news
  • 12 Mar, 2024

દરિયો જાણે ડ્રગ્સ પેડલરો માટે વેપારનું સાધન બની ગયો હોય એવું જણાઈ રહ્યું છે. થોડા થોડા દિવસના અંતરાલ બાદ દરિયા કિનારે થી ડ્રગ્સની હેરાફેરીનો કિસ્સો સામે આવી રહ્યો છે, જેમાં હાલ પોરબંદરના અરબી સમુદ્રમાંથી વધુ એક વખત ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાત ATS, કોસ્ટગાર્ડ અને NCBએ સંયુક્ત ઓપરેશન પાર પાડી પોરબંદરથી 350 કિલોમીટર દૂર જળસીમામાંથી ડ્રગ્સનો મસમોટો જથ્થો ઝડપી લીધો છે.

પ્રાથમિક માહિતી અનુસાર રૂ.480 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. તેમજ 70થી 80 ડ્રગ્સના પેકેટ સાથે 6 પાકિસ્તાનીઓને ઝડપી લેવામાં સફળતા મળી છે. ઝડપાયેલા તમામ આરોપીઓને પોરબંદર લાવવામાં આવશે.હાલમાં ભારતીય જળસીમામાંથી ડ્રગ્સ ઝડપાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં ગુજરાત ATS, NCB તેમજ કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનને કારણે  દરિયાઈ જળસીમાંથી .ડ્રગ્સ ઝડપવાનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડી શકાય છે. 

 પ્રાપ્ત માહિતી મુજબ બોટમાંથી 6 પાકિસ્તાનીઓની પણ ધરપકડ કરાઈ છે. 11 અને 12 માર્ચે રાત્રે સંયુક્ત ઓપરેશનમાં ભારતીય કોસ્ટ ગાર્ડે (ICG) ગુપ્ત માહિતીના આધારે 6 ક્રૂ અને નાર્કોટિક્સ ઓનબોર્ડ સાથે એક પાકિસ્તાની બોટને પકડી લીધી હતી,. આ ઓપરેશનમાં પોરબંદરથી અરબી સમુદ્રમાં લગભગ 350 કિમી દૂર બોટને પકડવામાં આવી હતી. આ ઓપરેશનમાં ICG, NCB અને ATS ગુજરાત વચ્ચેના સુસંકલિત પ્રયાસો પ્રદર્શિત થયા હતા.

ભારતીય કોસ્ટ ગાર્ડે, એજન્સીઓના ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે 11 માર્ચ સોમવારના રોજ અરબી સમુદ્રમાં ઓપરેશન હાથ ધરાયું હતું. ICGએ તેના ડોર્નિયર એરક્રાફ્ટને સંભવિત વિસ્તારોમાં બોટને સ્કેન કરવા અને તેને શોધવાનું કામ હાથ ધર્યું હતું. શોધખોળ કર્યા પછી ICG જહાજો, NCB અને ATS ગુજરાતની ટીમો સાથે સ્થળ પર પહોંચ્યા હતાં. જ્યાં અંધારામાં શંકાસ્પદ રીતે આગળ વધી રહેલી બોટની ઓળખ કરી હતી. 

બોટમાં છ ક્રૂ સાથે પાકિસ્તાની બોટ હોવાનું જાણવા મળ્યું હતું. સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસમાં આશરે 80 કિલો જેટલો રૂપિયા અંદાજે રૂપિયા 480 કરોડનો ડ્રગ્સ ઝડપાયો છે. જેમાં બોટ અને ક્રૂની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ માટે પોરબંદર લાવવામાં કામગીરી હાથ ધરાઈ હતી.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎