:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

ખટ્ટરના વિશ્વાસુ નાયબ સિંહ બન્યાં હરિયાણાના મુખ્યમંત્રી, સાંજે 5 વાગ્યે સીએમ પદના શપથ લેશે

top-news
  • 12 Mar, 2024

લોકસભાની ચુંટણી પહેલા ભાજપે ફરી એક સહુ  કોઈને ચોંકાવી દીધાં છે. સવારે હરિયાણામાં રાજકીય ભૂકંપ સર્જાયો . ત્યાર બાદ ભાજપે એમપી  નાયબ સિંહ સૈનીને સીએમ બનાવ્યાં છે. નાયબ સિંહ સૈની મંગળવારે સાંજે 5 વાગ્યે સીએમ પદના શપથ લેશે. 

રાજ્યમાં સૌથી મોટી રાજકીય ઉથલપાથલ વચ્ચે સીએમ મનોહર લાલ ખટ્ટરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમની સાથેના તમામ મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે. ભાજપના એક સાંસદના રાજીનામાને કારણે રાજ્ય સરકાર જ સંકટમાં આવી ગઈ છે. 

નાયબ સિંહ સૈની કુરુક્ષેત્રથી ભાજપ સાંસદ છે. સીએમ તરીકે તેમની સરપ્રાઈઝ એન્ટ્રી થઈ છે. તેઓ ઓબીસી સમાજના કદ્દાવાર નેતા છે.  ઓબીસી સમુદાય સાથે જોડાયેલા સૈનીએ ગયા વર્ષે ઓક્ટોબરમાં હરિયાણા ભાજપના પ્રદેશ અધ્યક્ષનું પદ સંભાળ્યું હતું. ભાજપ સાથે તેમનું જોડાણ 1996થી છે, જે સંગઠનાત્મક ભૂમિકાઓથી શરૂ થયું હતું અને પક્ષની અંદર વિવિધ મહત્વપૂર્ણ હોદ્દા પર આગળ વધ્યું હતું.

 નાયબ સિંહ સૈની 2014માં પહેલી વાર નારાયણગઢ મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયાં હતા અને 2016માં હરિયાણા સરકારમાં મંત્રી બન્યાં હતા. 
તેમની મંત્રીપદની નિમણૂકનો સમાવેશ થાય છે. 2019ની લોકસભા ચૂંટણીમાં, સૈનીએ કુરુક્ષેત્ર મતવિસ્તારમાંથી વિજય મેળવ્યો હતો. સૈની મનોહર લાલ ખટ્ટરના વિશ્વાસુ તરીકે ઓળખાય છે, અને વિધાનસભા જૂથના નેતા તરીકે તેમની નિમણૂકને ચૂંટણી અને જાતિના સંદર્ભમાં જોવામાં આવે છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎