ઈઝરાયલ-હમાસના યુદ્ધ વચ્ચે અમેરિકાએ ભર્યું મોટું પગલું, ઈરાન સામે નવા પ્રતિબંધોની કરી જાહેરાત.

- 19 Oct, 2023
ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકાએ ઈરાન વિરુદ્ધ મોટું પગલું ભર્યું છે. અમેરિકાએ ઈરાનના બેલેસ્ટિક મિસાઈલ અને ડ્રોન કાર્યક્રમોનો સામનો કરવા માટે નવા પ્રતિબંધોની જાહેરાત કરી છે.
અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ઈરાનની બેલેસ્ટિક મિસાઈલ અને UAV કાર્યક્રમોનો સામનો કરવા માટે અમેરિકા આજે નવા પ્રતિબંધો લાદી રહ્યું છે. તમને જણાવી દઈએ કે અમેરિકાએ ઈરાન પર એવા સમયે પ્રતિબંધ લગાવ્યો છે જ્યારે ઈરાનના બેલેસ્ટિક મિસાઈલ અને ડ્રોન પ્રોગ્રામ પર 2015માં સુરક્ષા પરિષદ દ્વારા લગાવવામાં આવેલ પ્રતિબંધ ખતમ થવા જઈ રહ્યો છે. જો કે તે પહેલા જ અમેરિકાએ ઈરાન પર નવા પ્રતિબંધોની જાહેરાત કરી હતી.