આવતીકાલે મોદી સાબરમતી આશ્રમના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું કરશે ખાતમુહૂર્ત : 5 એકરમાં ફેલાયેલું આશ્રમ 55 એકરમાં ગાંધીના મૂલ્યો સાથે નિર્માણ પામશે
- 11 Mar, 2024
સાબરમતી આશ્રમ દેશના આઝાદીના ઈતિહાસના પાયામાં ખૂબ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આ માત્ર આશ્રમ નથી પરંતુ ભારતના ઈતિહાસનો એ પુરાવો છે કે જ્યાંથી અંગ્રેજોને પાછા ધકેલવા માટેની અનેક યોજનાઓનું આયોજન કરાયું હતું. અહીં સંપૂર્ણ વર્ષ દરમિયાન દેશ અને વિદેશના અનેક ટૂરિસ્ટ આવે છે અને દેશ તેમજ ગાંધીજીની જાણકારી મેળવવાનો પ્રયાસ કરે છે. તેમજ આ આશ્રમ ભારતના ઈતિહાસની જાણકારી આપતી સ્થળ પણ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચે અમદાવાદમાં સાબરમતી આશ્રમના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવાના છે. રોજના હજારો દેશ અને વિદેશના પ્રવાસીઓ આ આશ્રમની મુલાકાતે આવે છે ત્યારે હવે 5 એકરમાં ફેલાયેલું આશ્રમ હવે 55 એકરમાં ગાંધીના મૂલ્યો સાથે નિર્માણ પામશે.
સાબરમતી આશ્રમ આઝાદીના ઈતિહાસના પાયામાં ખાસ સ્થાન ધરાવે છે. આ માત્ર આશ્રમ નથી પરંતુ ભારતના ઈતિહાસનો એ પુરાવો છે કે જ્યાંથી અંગ્રેજોને પાછા ધકેલવા માટેની અનેક યોજનાઓનું આયોજન કરાયું હતું. અહીં વર્ષ દરમિયાન દેશ અને વિદેશના અનેક ટૂરિસ્ટ આવે છે અને ઈતિહાસને જાણે છે. હવે આ પરિસર અને આસપાસના વિસ્તારને અદ્યતન બનાવવાનો નિર્ણય સરકારે કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રોજેક્ટના રિડેવલપમેન્ટનું 12 માર્ચે ખાતમુર્હૂત કરવાના છે અને તેને લઈને તૈયારીઓ થઈ રહી છે.
રોજના હજારો દેશ અને વિદેશના પ્રવાસીઓ આ આશ્રમની મુલાકાતે આવે છે ત્યારે હવે 5 એકરમાં ફેલાયેલું આશ્રમ હવે 55 એકરમાં ગાંધીના મૂલ્યો સાથે નિર્માણ પામશે. અંદાજે 1200 કરોડના ખર્ચે આ આશ્રમનું નવીનીકરણ કરવામા આવશે, જેમાં હાલમાં આવેલી 20 ઇમારતોને યથાસ્થિતિમાં જાળવી રાખવામાં આવશે. આ ઉપરાંત 13 નવા બિલ્ડિંગ ઉભા કરવામાં આવશે અને મુલાકાતીઓની સુવિધામાં વધારો કરવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી આશ્રમના વિસ્તૃતિકરણ સાથે અદ્યતન બાબતોનું ધ્યાન રખાયું છે.
જૂની બિલ્ડિંગોને સાચવી રાખવાથી લઈ નવા બિલ્ડિંગનું બાંધકામ અને અહીં આવતા મુલાકાતઓની સુવિધામાં વધારો કરવો તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે, દેશ વિદેશમાં વસતા એવા લાખો લોકો છે જે ગાંધીજીના જીવન મૂલ્યોથી પ્રેરાયા છે એક તરફ અહિંસક રીતે દેશને આઝાદી અપાવવાની વાત હોય કે પછી ભૂખ્યા રહીને અયોગ્ય કર દૂર કરવાની વાત હોય આ તમામ બાબતોનું મહત્વ સમજાવતું ગાંધીજીનું આશ્રમ નવીન સ્વરૂપમાં આકાર પામશે, ત્યારે 12 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધી આશ્રમ નવીનીકરણનો પાયો મુકશે જેને લઈને વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
સાબરમતી આશ્રમમાં ભાષાનુવાદ કેન્દ્ર, કેફેટેરિયા, કાગળ-ચર્મપેદાશો બનાવવાની કળા માટે વર્કશોપ,ગાંધી ઇતિહાસ, લેક્ચર, સેમિનાર માટે વ્યવસ્થા,અનુભવ કેન્દ્ર , સોવેનિયર શોપ્સ બનાવવામાં આવશે. નવા બિલ્ડિંગનો ઉપયોગ વહીવટી સુવિધા, ઓફિસો, મીટિંગ રુમ, મહેમાનો માટે વ્યવસ્થા, તાલીમ કેન્દ્ર માટે કરવામાં આવશે.
આ પ્રોજેક્ટ અંતર્ગત જય જગત માસ્ટર પ્લાન, જૂનુ રસોડુ, સરદાર કુટિર, રંગ શાળા અને દસ ઓરડી, બાળ મંદિર, દેહલુ પૂની કેન્દ્ર, કુટુંબ નિવાસ અને 1થી 4, ઉદ્યોગ મંદિર, હૃદયકુંજ, ગાંધી સ્મારક સંગ્રહાલય, ઓરિએન્ટેશન સેન્ટર, વોટર હવેર્સ્ટિંગ તળાવ, વર્કશોપ એરિયા, એક્ઝિબિશન એરિયા, સોવેનિયર શોપ્સ, મેઇન એન્ટ્રન્સ પ્લાઝા, પાર્કિંગ એરિયા, એક્ઝિબીશન એરિયા, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ, સ્કોલર્સ રેસિડેન્સી બનાવવામાં આવશે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ