હિમાચલમાં જોરદાર બરફવર્ષાથી અનેક માર્ગ બંધ, અનેક મકાનોમાં તિરાડો 9 માઇલ વિસ્તાર ડેન્જર ઝોન
- 18 Oct, 2023
હિમાચલમાં જોરદાર બરફવર્ષાથી અનેક રસ્તાઓ બંધ થઇ ચુક્યા છે. લાહોલ-સ્પીતિના લિંડૂર ગામમાં ભૂસ્ખલન બાદ અનેક ઘરોમાં તિરાડો પડી હતી. હિમાચલ પ્રદેશમાં જોરદાર વરસાદથી સ્થિતિ ખરાબ થઇ ચુકી છે.
હિમાચલ પ્રદેશના જનજાતીય જિલ્લાઓમાં બુધવારે પણ બરફવર્ષા ચાલી રહી છે. ધર્મશાળામાં ધોલાધારના પહાડો જ્યારે રોહતાંગ પાસ, બારાલાચા, શિંકુલા પાસ સહિત કિન્નોર, લાહોલ અને કુલ્લૂ ચંબામાં બરફવર્ષા શરૂ થઇ છે. તેના કારણે મનાલી-લેહ રાજમાર્ગ સહિત ત્રણ નેશનલ હાઇવે બંધ થઇ ચુક્યા છે.
હવામાન વિભાગે બુધવારે વરસાદ અને બરફવર્ષાની સંભાવના વ્યક્ત કરી. ગુરૂવારે હવામાન સુધરશે. મનાલી-લેહ સહિત શિંકુલા પાસથી જાસ્કરને જોડનારો માર્ગ અને કુલ્લુ અને બંજારા સૈંજ એનએચ 305 હાલ ઠપ છે.
શિમલા ખાતે હવામાન વિભાગના નિર્દેશક સુરિંદર પોલે કહ્યું કે, લાહોલ સ્પીતિ, કિન્નોર, રોહતાંગ પાસ, ચૂડધાર પર્વતમાલા, જલોરી પાસ અને જોતમાં બરફવર્ષા થઇ. જ્યારે શિમલા જિલ્લાના નારકંડા, ખડાપત્થર અને હાટૂ ચોટી પર ઓક્ટોબર મહિનામાં પહેલી બરફવર્ષા થઇ.