:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળની મહિલાની હત્યા, પોલીસને મૃતકના નજીકના સંબંધીઓ પર હત્યાની આશંકા

top-news
  • 11 Mar, 2024

હાલ વિદેશોમાં ભારતીય મૂળના નાગરિકોની હત્યાના મામલા વધુ ને વધુ સામે આવી રહ્યા છે. એવામાં ઓસ્ટ્રેલિયાથી વધુ એક સનસનાટી ભરેલી ઘટના સામે આવી છે. આ ભયાનક ઘટનામાં  ભારતીય મૂળની મહિલાની હત્યાનો દર્દનાક મામલો સામે આવ્યો છે. જેમાં પરિણીત મહિલાનો મૃતદેહ કચરાપેટીમાંથી મળી આવ્યો હતો. એવું કહેવાય છે કે તેના પતિએ જ કથિત રીતે આ ભયાનક ઘટનાને અંજામ આપ્યો છે.

હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. વધુમાં પ્રાપ્ત અહેવાલો મુજબ પરિણીત મહિલા છેલ્લા કેટલાક દિવસોથી કોઈના સંપર્કમાં નહોતી.સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં આ જાણકારી સામે આવી છે. અહેવાલ અનુસાર મહિલા ચૈતન્ય શ્વેતા મધાગની છેલ્લા કેટલાક સમયથી તેના પરિવાર સાથે ઓસ્ટ્રેલિયામાં રહેતી હતી. તે હૈદરાબાદની રહેવાસી હતી.

શનિવારે તેનો મૃતદેહ નિર્જન રોડની બાજુમાં ડસ્ટબીનમાં પડેલો મળી આવ્યો હતો. શ્વેતાનો પતિ અશોક રાજ તેના પાંચ વર્ષના પુત્ર સાથે 5 માર્ચે ભારત આવી ગયો હતો. ત્યારથી શ્વેતા ગુમ હતી અને તેણે તેના કોઈ સંબંધી કે મિત્રો સાથે કોઈ સંપર્ક કર્યો ન હતો.શ્વેતાના પતિ અશોકે તેના પડોશીઓ અને ઓસ્ટ્રેલિયામાં હાજર કેટલાક નજીકના મિત્રો સાથે ફોન પર વાત કરીને  શ્વેતા વિશે માહિતી મેળવી હતી.

અશોકે પોલીસ સાથે ફોન પર પણ વાત કરી છે અને તપાસમાં સંપૂર્ણ સહયોગની ખાતરી આપી છે. પોલીસને હત્યાની કેટલીક કડીઓ પણ મળી છે, તેમનું માનવું છે કે હત્યારો ઓસ્ટ્રેલિયાથી ભાગી ગયો છે. પોલીસે મૃતકના નજીકના સંબંધીઓ પર હત્યાની આશંકા વ્યક્ત કરી છે.ઉપ્પલના ધારાસભ્ય બંદરી લક્ષ્મા રેડ્ડીએ જણાવ્યું છે કે મહિલા તેમના વિસ્તારની હતી. 

ઉપરાંત  તેમણે પરિવાર સાથે મુલાકાત કર્યા બાદ કહ્યું કે મહિલાના માતા-પિતાની વિનંતી પર અમે મહિલાના મૃતદેહને ભારત લાવવા માટે વિદેશ મંત્રાલયને પત્ર પણ લખ્યો છે. ધારાસભ્યનું કહેવું છે કે તેમણે આ અંગે કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીને પણ જાણ કરી છે. તેમણે કહ્યું કે મહિલાના માતા-પિતા પાસેથી મળેલી માહિતી મુજબ તેમના જમાઈએ પોતે જ તેમની પુત્રીની હત્યા કર્યાની કબૂલાત કરી છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎