યુસુફ પઠાણ- ટીએમસીનો એક ડાર્ક હોર્સઃ ગુજરાતનો આ ખેલાડી રાજકીય રંગે કેમ રંગાયો હશે..?
- 11 Mar, 2024
-બહરામપુરમાં અધીર રંજન Vs યૂસુફ પઠાણ....
- 5 વખતના સાંસદને પડશે મુશ્કેલી?
- 1999 થી 2019 સુધી સતત જીત
માસ્ટરસ્ટ્રોકની જેમ યૂસુફ પઠાણને મમતાદીદીએ મેદાનમાં ઉતાર્યો
(ખાસ અહેવાલ)
રેસ વખતે તમામ અશ્વોને બહાર લાવવામાં આવતા નથી. કોઇ એકાદ અશ્વને સંતાડી રાખવામાં આવે છે અને એ અશ્વને ડાર્ક હોર્સ કહેવામાં આવે છે,. ક્રિકેટના મેદાનમાં તરખાટ મચાવનાર વડોદરાના પઠાણબંધુ પૈકીના એક યુસુફ પઠાણ એવા જ એક ડાર્ક હોર્સ પૂરવાર થયા છે. પ. બંગાળની બહરામપુર લોકસભા બેઠક પરથી ગુજરાતનો આ ખેલાડી ભાજપની સામે લડશે, અને તે પણ પ. બંગાળમાં સત્તાપક્ષ ટીએમસી પાર્ટીના સત્તાવાર ઉમેદવાર તરીકે...!!
10 માર્ચના રોજ કોલકાતાથી જ્યારે ટીએમસીના સીએમ મમતા બેનર્જી દ્વારા પોતાના તમામ 42 બેઠકોના 42 ઉમેદવારોની યાદી જોહેર થઇ ત્યારે ગુજરાતમાં ઘણાંને નવાઇ લાગી. કેમ કે જેમનુ નામ જાહેર થયું તે યુસુફ પઠાણ દ્વારા અત્યાર સુધીમાં ક્યારેય મમતા બેનર્જીના વખાણ કરતું કોઇ નિવેદન બહાર આવ્યું છે કે ન તો મમતા સાથેની કોઇ તસ્વીર બહાર આવી હોય કે જેના પગલે એવી અટકળો કરી શકાય કે ગુજરાતનો આ ખેલાડી ટીએમસી તરફ ઢળ્યો છે.
વડોદરાના પાણી ગેટ વિસ્તારમાં રહેતા યુસુફ પઠાણ દ્વારા કોલકાતાની પીચ પર રમવા બંગાળની મુલાકાત લીધી હશે પણ તેઓ ટીએમસી પાર્ટી વતી લોકસભાની ચૂંટણી લડવા તૈયાર થઇ જાય અને કોલકાતાથી તેમના નામની જાહેરાત બાદ પણ યુસુફ તરફથી કોઇ નિવેદન જાહેર થયું નથી. આ તમામ સંજોગો એ ધારણ તરફ દોરી જાય છે કે ગુજરાતનો આ ખેલાડી ટીએમસી અને મમતાદીદી સાથે ઘણાં લાંબા સમયથી સંપર્કમાં હશે અને ચૂંટણી માટે પોતાની સંમતિ આપ્યા બાદ જ તેમના નામની જાહેરાત થઇ હશે.
ગુજરાતના ખેલાડી રાજકારણથી કોસો દૂર છે અને ભાજપ તો ઠીક પણ કોંગ્રેસની સાથે પણ નથી એવી એક છાપ ધરાવનાર ક્યારેય કોઇ વિવાદમાં આવ્યા નથી. અને એકાએક તેમના નામની જાહેરાત દર્શાવે છે કે વાસ્તવમાં તેઓ ડાર્ક હોર્સ હશે અને રેસના સમયે જ મમતાદીદીએ તેમને કોંગ્રેસની સામે મેદાનમાં ઉતાર્યા છે.
રાજનીતિમાં ક્યારે કોણ દોસ્તથી વિરોધી બની જાય કોઈ જાણતું નથી. બંગાળની રાજનીતિમાં કંઈક આવો ઘટનાક્રમ સામે આવ્યો જ્યારે વિપક્ષી INDIA ગઠબંધનમાં સામેલ રહેલા મમતા બેનર્જીની ટીએમસીએ પશ્ચિમ બંગાળમાં પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી. કોંગ્રેસ સતત તે પ્રયાસમાં હતી કે મમતા બેનર્જી સાથે ચર્ચા કરી તેમને ગઠબંધનમાં રાખવામાં આવે. પરંતુ મમતા બેનર્જીના મનમાં કંઈક અલગ ચાલી રહ્યું હશે.
આ કારણ છે કે તેમણે સ્પષ્ટતા કરી દીધી હતી કે તે એકલા ચૂંટણી મેદાનમાં ઉતરશે. તેમનો કોંગ્રેસ સાથે ગઠબંધનનો કોઈ પ્લાન નથી. હવે તેમણે બંગાળની તમામ 42 સીટો પર ઉમેદવાર ઉતારી પણ દીધા અને કોંગ્રેસ જોતી રહી ગઈ.
એટલું જ નહીં ટીએમસી નેતૃત્વએ કોંગ્રેસના દિગ્ગજ નેતા અધીરન રંજનની સાથે પૂર્વ ક્રિકેટર યૂસુફ પઠાણને ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે અધીર Vs યૂસુફ પઠાણનું નામ સામે આવ્યું તો દરેકના મનમાં સવાલ ઉઠ્યો કે શું દીદીએ કોંગ્રેસના આ દિગ્ગજને તેમની વર્તમાન સંસદીય સીટ પર ફસાવી દીધા કે કેમ....
પશ્ચિમ બંગાળની બહરામપુર લોકસભા સીટ, જ્યાંથી કોંગ્રેસના દિગ્ગજ નેતા અધીર રંજન ચૌધરી સાંસદ છે. તે પાંચ વખતથી સતત જીતી રહ્યાં છે. 1999માં તેમણે પ્રથમવાર આ બેઠક પરથી જીત મેળવી હતી. ત્યારબાદ તેમણે પાછુ વળીને જોયું નથી. 2019માં સતત પાંચમી વખત આ સીટથી સાંસદ બન્યા હતા. પરંતુ 2024ને લઈને મમતા બેનર્જીએ મોટો દાવ રમતા પૂર્વ ક્રિકેટર યૂસુફ પઠાણને તેમનો મુકાબલો કરવા ઉતારી દીધા. જ્યારે ટીએમસીએ ઉમેદવારોની જાહેરાત કરી તો સવાલ ઉઠ્યો કે શું મમતા બેનર્જીએ ઈરાદાપૂર્વક આ દાવ રમ્યો છે.
હકીકતમાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ હંમેશાથી ટીએમસી વિરુદ્ધ પ્રહારો કર્યાં છે. INDI ગઠબંધન દરમિયાન પણ કોંગ્રેસ નેતૃત્વનો પ્રયાસ મમતા બેનર્જીને સાથે રાખવાનો હતો પરંતુ અધીર રંજનનો અંદાજ તેનાથી અલગ હતો. તેમણે આ ગઠબંધનનો સતત વિરોધ કર્યો હતો. ખુદ ટીએમસી તરફથી સ્પષ્ટ કરી દેવામાં આવ્યું કે કોંગ્રેસ સાથે ગઠબંધન ન થવામાં મોટી ભૂમિકા અધીર રંજન ચૌધરીની હતી. હવે ટીએમસીએ એક માસ્ટરસ્ટ્રોકની જેમ યૂસુફ પઠાણને મેદાનમાં ઉતાર્યો છે.
આવું એટલા માટે કારણ કે બહરામપુર સીટ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં આવે છે. આ વિસ્તારને લઈને કહેવામાં આવે છે કે અહીં કુલ મતદાતાઓમાંથી 66 ટકા મુસ્લિમ છે. 2019ની ચૂંટણીમાં અધીર રંજનને 45.43 મત મળ્યા હતા. તો ટીએમસીને 39.23 ટકા અને ભાજપને 10.99 ટકા મત મળ્યા હતા. આ ક્ષેત્રમાં મુસ્લિમ મતદાતાની સંખ્યાને ધ્યાનમાં રાખતા ટીએમસીએ મુસ્લિમ કાર્ડ રમ્યું છે. તેવામાં અધીર રંજનની આ સીટ ફસાઈ શકે છે. આ એટલા માટે કારણ કે ભાજપ પણ અહીં દાવેદારી કરશે.
બહરામપુર લોકસભા ક્ષેત્રની વાત કરીએ તો આ વિસ્તારમાં સાત વિધાનસભાઓ આવે છે. વર્તમાન સ્થિતિ પર નજર કરીએ તો સાતમાંથી છ સીટો ટીએમસી અને એક પર ભાજપનો કબજો છે. પરંતુ ખુદ અધીર રંજન ચૌધરી રાજનીતિના માહિર ખેલાડી છે. તેવામાં તે કોઈ જોખમ નહીં લે કે આ સીટ પર મુશ્કેલી ઉભી થાય. આમ પણ તે 2014 અને 2019માં મોદી લહેર છતાં પોતાની સીટને સારા માર્જિનથી બચાવતા આવ્યા છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ