:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

મોદી દ્વારા આજે દ્વારકા એક્સપ્રેસ વેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન, 1 લાખ કરોડ મૂલ્યના 112 રાષ્ટ્રીય માર્ગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન - શિલાન્યાસ ..

top-news
  • 11 Mar, 2024

લોકસભાની ચુંટણીઓ જાહેર થતા પહેલા પીએમ મોદી દેશભરમાં વિવિધ રાજ્યોની મુલાકાત લઈ તેમને અનેક ભેટ-સોગાદો આપી રહયા છે. જેમાં મોદી આજે ઐતિહાસિક દ્વારકા એક્સપ્રેસ વેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કરશે. જે થી NH-48 પર દિલ્હી અને ગુરુગ્રામ વચ્ચેના ટ્રાફિકનું ભારણ ઘટશે અને ભીડ ઘટાડવામાં મદદ મળશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુરુગ્રામમાં આયોજિત એક કાર્યક્રમમાં દેશભરમાં 1 લાખ કરોડ રૂપિયાના મૂલ્યના 112 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. મળતી માહિતી મુજબ પીએમ મોદી ઐતિહાસિક દ્વારકા એક્સપ્રેસ વેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કરશે. આનાથી NH-48 પર દિલ્હી અને ગુરુગ્રામ વચ્ચેના ટ્રાફિકને સરળ બનાવવામાં અને ભીડ ઘટાડવામાં મદદ મળશે.

નિવેદન અનુસાર, આઠ લેનવાળા દ્વારકા એક્સપ્રેસ વેના 19 કિલોમીટર લાંબા હરિયાણા સેક્શનનું નિર્માણ અંદાજે 4,100 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે. આ મુજબ, તે દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ અને ગુરુગ્રામ બાયપાસને પણ સીધી કનેક્ટિવિટી પ્રદાન કરશે. આ સિવાય PM મોદી જે અન્ય મોટા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે તેમાં દિલ્હીના નાંગલોઈ-નજફગઢ રોડથી સેક્ટર 24 દ્વારકા સેક્શન સુધી 9.6 કિમી લાંબા સિક્સ લેન અર્બન એક્સટેન્શન રોડ-IIનો સમાવેશ થાય છે.

આ મુજબ પીએમ મોદી ઉત્તર પ્રદેશમાં લગભગ 4,600 કરોડ રૂપિયાના ખર્ચે વિકસિત લખનૌ રિંગ રોડના ત્રણ વિભાગ અને આંધ્ર પ્રદેશમાં લગભગ 2,950 કરોડ રૂપિયાના ખર્ચે વિકસિત નેશનલ હાઈવે-16ના આનંદપુરમ-પેંદુર્થી-અનાકાપલ્લે સેક્શનનું ઉદ્ઘાટન કરશે. .

માહિતી અનુસાર, તેઓ હિમાચલ પ્રદેશમાં NH-21 ના ​​કિરાતપુર થી નેરચોક સેક્શનનું પણ ઉદ્ઘાટન કરશે, જેની કિંમત 3,400 કરોડ રૂપિયા છે. નિવેદન અનુસાર, તેઓ કર્ણાટકમાં 2,750 કરોડ રૂપિયાના ડોબાસપેટ-હેસ્કોટ સેક્શનનું અને દેશભરના વિવિધ રાજ્યોમાં 20,500 કરોડ રૂપિયાના 42 અન્ય પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી દેશભરમાં વિવિધ નેશનલ હાઈવે પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎