:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

દેશની સૌથી લાંબી ટનલનું અરુણાચલ પ્રદેશમાં ઉદ્ઘાટન 13,000 ફૂટની ઉંચાઈએ બનેલી ટનલનું મોદીદ્વારા ઉદ્ઘાટન

top-news
  • 09 Mar, 2024

દેશનો ચીન સાથે સરહદ વિવાદ તો કેટલાય સમય થી ચાલતો આવ્યો છે, એમાં પાછલા સંઘર્ષને  આજે  લગભગ ચાર વર્ષ થવા આયા છે.એ વિવાદ -સંઘર્ષને પહોંચી વળવા તેમજ બીજા અન્ય કારણોસર કેન્દ્ર સરકાર દ્વારા અરુણાચલ પ્રદેશમાં એક પહાડી ટનલ બનાવવાનો નિર્ણય લીધો અને તેનો શિલાન્યાસ ફેબ્રુઆરી 2019માં પીએમ મોદીએ કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​એ નવનિર્મિત સેલા ટનલનું ઉદ્ઘાટન કર્યું છે. આ ટનલ 825 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે, જે તેજપુરથી તવાંગને જોડતા રસ્તા પર પશ્ચિમ કામેંગ જિલ્લામાં 13,700 ફૂટની ઉંચાઈ પર છે. સેલા ટનલ એ ભારતની સૌથી ઉંચી પહાડી ટનલ રોડ છે જે ભારતીય સેનાને અરુણાચલ પ્રદેશમાં બંને દેશો વચ્ચેની વિવાદિત સરહદ પર તમામ હવામાનમાં કનેક્ટિવિટી જાળવવામાં મદદ કરશે.

આ ટનલ પ્રોજેક્ટ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન દ્વારા ચલાવવામાં આવ્યો છે, જેમાં બે ટનલ અને એક લિંક રોડનો સમાવેશ થાય છે. ટનલ-1 980 મીટર લાંબી સિંગલ-ટ્યુબ હશે, ટનલ-2 ટ્રાફિક માટે બાય-લેન ટ્યુબ સાથે અને ઇમરજન્સી સેવાઓ માટે 1,555 મીટર લાંબી હશે. આ બે ટનલ વચ્ચેનો લિંક રોડ 1200 મીટર લાંબો હશે.

આ ટનલ માત્ર અરુણાચલ પ્રદેશ માટે જ મહત્વની નથી પરંતુ તે ભારતીય સેના માટે પણ ઘણી મદદગાર સાબિત થશે. આ ટનલ દ્વારા ચીનની સરહદ પર સેનાની અવરજવર ઝડપી બનશે અને ડ્રેગન સુધી ભારતની પહોંચ વધુ સરળ બનશે. ખાસ વાત એ છે કે સેલા ટનલ ચીનની સરહદે આવેલા તવાંગને તમામ હવામાનમાં કનેક્ટિવિટી પ્રદાન કરવામાં સક્ષમ હશે.

વાસ્તવિક નિયંત્રણ રેખાની નજીક હોવાથી સેલા ટનલ ભારતીય સેના માટે વ્યૂહાત્મક રીતે મદદરૂપ સાબિત થશે. આ ટનલ તવાંગને અરુણાચલ પ્રદેશના તે ભાગો સાથે જોડે છે જે ઘણીવાર હિમવર્ષા અથવા ભૂસ્ખલનને કારણે બંધ રહેતા હતા. તેના નિર્માણ પછી, તવાંગ જિલ્લામાં પ્રવેશ અકબંધ રહેશે.

સેલા ટનલ અંગે એક અધિકારીએ જણાવ્યું કે તેની અંદર અનેક પ્રકારના સુરક્ષા પગલાં લેવામાં આવ્યા છે. કોરોના વાયરસના કારણે ફેલાયેલી મહામારીને કારણે આ ટનલના નિર્માણમાં વિલંબ થયો હતો. આ ટનલના નિર્માણ બાદ તવાગથી ચીનની સરહદ સુધીનું અંતર 10 કિલોમીટર ઘટી જશે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎