:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

કોમર્શિયલ જહાજ પર થયો ડ્રોન હુમલો , 21 ક્રૂ મેમ્બરને બચાવ્યા નૌકાદળના INS કોલકાતાએ આપ્યો જડબાતોડ જવાબ

top-news
  • 07 Mar, 2024

દિવસે ને દિવસે સમુદ્રમાં જહાજો પરના હુમલામાં વધારો થઈ રહ્યો છે. ક્યારેક ચાંચિયાઓ દ્વારા તો ક્યારેક  ડ્રોનની મદદથી  વ્યાવસાયિક જહાજોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે, અને તેમની પાસેની માલમત્તા લૂટી લેવામાં આવી રહી છે, આવી પરિસ્થિતિમાં ભારતીય નૌસેના આ હુમલાઓનો જડબાતોડ જવાબ આપી રહી છે.

ભારતીય નૌકાદળના INS કોલકાતાએ એડનના અખાતમાં એક વ્યાવસાયિક જહાજના ક્રૂને બચાવ્યો. આ જહાજ પર ડ્રોન હુમલો થયો હતો. જ્યારે નેવીને આના સમાચાર મળ્યા તો તરત જ મદદ મોકલવામાં આવી. ભારતીય નેવીએ હેલિકોપ્ટર અને બોટની મદદથી 21 ક્રૂના જીવ બચાવ્યા. આ પહેલા પણ ભારતીય નેવીએ અદલ ગલ્ફમાં ડ્રોન હુમલામાં મદદ કરી હતી.

બાર્બાડોસ-ધ્વજવાળું કોમર્શિયલ શિપ કેરિયર MV Trueconfidence એડનના અખાતમાં ડ્રોન દ્વારા અથડાયા બાદ તેના પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે ભારતીય નૌકાદળને આના સમાચાર મળ્યા, ત્યારે તેઓએ મદદ માટે ગલ્ફમાં તૈયાર INS કોલકાતા મોકલી. INS કોલકાતા મારફતે નૌકાદળના હુમલાના જહાજ સુધી પહોંચ્યા. તેઓએ બોટ અને હેલિકોપ્ટરની મદદથી જહાજમાંથી ક્રૂને બચાવ્યા. ભારતીય નૌકાદળે એક ભારતીય નાગરિક સહિત 21 ના ​​ક્રૂને બચાવ્યા હતા.

ભારતીય નૌકાદળએ જણાવ્યું હતું કે, બાર્બાડોસ-ધ્વજવાળા બલ્ક કેરિયર MV ટ્રુ કોન્ફિડન્સ પર એડનના અખાતથી લગભગ 54 નોટિકલ માઇલ દક્ષિણ પશ્ચિમમાં ડ્રોન/મિસાઇલ હુમલા બાદ આગની જાણ કરવામાં આવી હતી. આગ એટલી ભયંકર હતી કે જહાજનો ક્રૂ ગંભીર રીતે ઘાયલ થયો હતો. ક્રૂએ લાઇફ વોટ લઇને દરિયામાં જવું પડ્યું. આ પછી, INS કોલકાતા લગભગ પોણા પાંચ વાગ્યે સ્થળ પર પહોંચી અને હેલિકોપ્ટર-વોટની મદદથી 21 ક્રૂના જીવ બચાવ્યા. ક્રૂને જરૂરી તબીબી સહાય પણ આપવામાં આવી હતી.થોડાક દિવસ પહેલા પણ આવું જ ઓપરેશન પાર પાડ્યું હતું જેમાં નેવીએ 13 ભારતીય નાગરિકો સહિત 23 ક્રૂને બચાવ્યા હતા.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎