:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

મોદી -અમિત શાહને પણ નોટિસ આપો : જયરામ રમેશ ચૂંટણી પંચે રાહુલને સલાહ આપતા કોંગ્રસ ભડકી ...

top-news
  • 07 Mar, 2024

ચૂંટણી કમિશન દ્વારા ચુંટણીની તારીખો હજી ઘોષિણા થઈ નથી, ત્યારે રાજકીય પક્ષો તેમના જાહેર કાયૅક્રમોમાં એક -બીજા પર ચીખલ ફેક કરતા દેખાઈ રહ્યા છે, એવામાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી માટે ચુંટણી પંચ દ્વારા એડવાઈઝરી જારી કરી હતી. જેમાં રાહુલ ગાંધીને નિવેદન આપતી વખતે વધુ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. ચૂંટણીપંચે વડાપ્રધાન અંગે કરેલી નિવેદનબાજી પર દિલ્હી હાઈકોર્ટના આદેશ અને રાહુલ ગાંધીના જવાબ સહિત તમામ તથ્યો પર વિચારણાં કર્યા બાદ કોંગ્રેસ નેતાને ભવિષ્યમાં વધુ સાવચેત રહેવાની સલાહ આપી હતી

ચૂંટણી પંચની આ એડવાઈઝરી બાદ કોંગ્રેસે ચૂંટણી પંચને ઘેરવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે ચૂંટણી પંચ પર નિશાન સાધતા કહ્યું કે, તમે પીએમ વિરુદ્ધ કેમ કંઈ બોલતા નથી, ગૃહમંત્રી વિરુદ્ધ કેમ કંઈ બોલતા નથી. આ નિષ્પક્ષ સંસ્થા કોની સૂચના પર કામ કરી રહી છે? હિંમત બતાવવી જોઈએ અને મોદી અને અમિત શાહને પણ નોટિસ આપવી જોઈએ. તેમને પણ બોલવું જોઈએ. ફક્ત રાહુલ ગાંધીને જ કેમ નોટિસ આપી?

બીજી બાજુ કોંગ્રેસના સાંસદ દિગ્વિજય સિંહે પણ ચૂંટણી પંચ પર પ્રહારો કરતાં કહ્યું કે આ તદ્દત ખોટું છે. ચૂંટણી પંચ પક્ષપાત કરે છે. જ્યારે મોદી કર્ણાટક ચૂંટણીમાં બજરંગ બલીના નામે ખુલ્લેઆમ વોટ માંગી રહ્યા હતા, પુલવામાના શહીદોના નામ પર વોટ માંગી રહ્યા હતા, ત્યારે ચૂંટણી પંચ શું કરી રહ્યું હતું? ભાજપના નિવેદનો પર ચૂંટણી પંચ મૌન ધારણ કરી લે છે.

જયરામ રમેશ અને દિગ્વિજય સિંહ બંને નેતાઓએ પીએમ મોદીની કાશ્મીર મુલાકાત પર નિશાન સાધ્યું. દિગ્વિજય સિંહે કહ્યું, શું મનમોહન સિંહ ક્યારેય ખીણમાં નહોતા જતા?   પીએમ મોદી ઈવેન્ટ મેનેજર છે.. તે દરેક વસ્તુને ઈવેન્ટ બનાવે છે. જ્યારે જયરામ રમેશે કહ્યું કે, લોકોને ત્યાં ધમકાવીને બોલાવાઈ રહ્યા છે. લોકોને બળજબરીથી શ્રીનગર લાવવામાં આવી રહ્યા છે.. અમારો સવાલ એ છે કે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો ક્યારે મળશે? ત્યાં ચૂંટણી ક્યારે યોજાશે?

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎