ગુજરાતમાં આજે ભારત જોડો ન્યાય યાત્રાનો પ્રવેશ : રાજસ્થાનથી બપોરે 3 વાગ્યે ઝાલોદમાં પ્રવેશ કરશે
- 07 Mar, 2024
લોકસભા ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે કોંગ્રેસ ના નેતા રાહુલ ગાંધી દ્વારા મણિપુર થી શરૂ થયેલી ભારત જોડો ન્યાય યાત્રા આજે બપોરે ગુજરાતમાં પ્રવેશ કરી રહી છે. રાજસ્થાનથી બપોરે 3 વાગ્યે ઝાલોદમાં પ્રવેશ કરશે. ગુજરાતમાં 4 દિવસમાં 7 જીલ્લાઓમાં 400 કિલોમીટરથી વધુ પ્રવાસ કરશે. ભારત જોડો યાત્રાનું ફોકસ ગુજરાતનાં આદિવાસી વિસ્તાર પર છે. કોંગ્રેસની પરંપરાગત આદિવાસી વોટબેંક સાચવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા દાહોદ અને પંચમહાલ જીલ્લામાંથી પસાર થવાની છે. જેને લઈ કોંગ્રેસનાં નેતાઓ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અમદાવાદનાં જમાલપુર-ખાડીયાનાં ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા તેમજ પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ પંચમહાલ પહોંચ્યા હતા. તેમજ કોંગ્રેસનાં કાર્યકરો સાથે બેઠક કરી હતી. કોંગ્રેસનાં ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, મને તો કોઈ ગૂંગળામણ થતી નથી. મારી વાત સાંભળો કોંગ્રેસ પાર્ટી તો એક વિચારધારા છે. 138 વર્ષ જૂની પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસના ધારાસભ્યની જરૂર છે અમારે કોઈની જરૂર નથી. પરંતું કોંગ્રેસ પાર્ટી સાથે જ રહેલો છે અમારો કાર્યકર. 30 વર્ષથી ગુજરાતમાં અમારી સત્તા નથી. પોલીસ અમારા કાર્યકરોનો દંડા મારતી હોય છે. એમને ડીટેઈન કરીને લઈ જતી હોય તો પણ આજે કોંગ્રેસનાં કાર્યકર તરીકે લોકો મજબૂતીથી કોંગ્રેસને સાથ અને સહકાર આપે છે.
8 માર્ચે સવારે 8 વાગ્યે દાહોદ બસ સ્ટેશનથી સરદાર પટેલ સર્કલ સુધી કરશે પદયાત્રા
દાહોદથી સવારે 10 વાગ્યે લીંમખેડા પહોંચશે યાત્રા
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે યોજાશે કાર્યક્રમ
ન્યાયયાત્રા સવારે 11 વાગ્યે યાત્રા પહોંચશે પીપલોદ જ્યાં યાત્રાનું થશે સ્વાગત
11.30 વાગ્યે પંચમહાલના ગોધરા ખાતે પહોંચશે યાત્રા
બપોરના ભોજન બાદ 2 વાગ્યે યાત્રા પહોંચશે હાલોલ
હાલોલ ખાતે પદયાત્રા કોર્નર મિટિંગ અને સ્વાગતનું આયોજન
હાલોલથી યાત્રા પહોંચશે પાવાગઢ જ્યાં દર્શન કરી શકે છે રાહુલ ગાંધી
પાવાગઢથી શિવરાજપુર અને પછી જાંબુગોડા પહોંચશે યાત્રા
ન્યાય યાત્રાનું બોડીલી ખાતે થશે રાત્રી રોકાણ
9 માર્ચે સવારે 8 વાગ્યે બોડેલી ખાતે યોજાશે પદયાત્રા
બોડેલીથી ન્યાય યાત્રા પહોંચશે નસવાડી જ્યાં સ્વાગત અને કોર્નર બેઠક યોજાશે
નસવાડીથી રાજપીપળા ખાતે સ્વાગત અને પદયાત્રા અને ભોજન
રાજપીપળાથી કાલાઘોડા જ્યાં બેંક ઓફ બરોડા સર્કલ ખાતે સ્વાગત
બેંક ઓફ બરોડા સર્કલથી નેત્રંગ પહોંચશે યાત્રા જ્યાં 2.30 વાગ્યે થશે કોર્નર બેઠક
10 તારીખે સવારે માંડવી ખાતે યાત્રાનું આગમન
માંડવીથી બારડોલીના સ્વરાજ આશ્રમની મુલાકાત લેશે રાહુલ ગાંધી
બારડોલી ખાતે સ્વાગત અને કોર્નર મિટિંગનું આયોજન
બારડોલીથી બાજીપુરા અને બાજીપુરાથી વ્યારા પહોંચશે યાત્રા
વ્યારા ખાતે પદયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમ અને કોર્નર બેઠક
વ્યારાથી સોનગઢ પહોંચશે યાત્રા જ્યાં મહારાષ્ટ્ર કોંગ્રેસ સમિતિ પ્રમુખને ફ્લેગ અપાશે
10 માર્ચે નવાપુરાથી મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે યાત્રા
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ