:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

દેશની પહેલી અંડરવોટર મેટ્રોને મોદીએ બતાવી લીલી ઝંડી : રેલ નદી-હાવડાને કોલકાતા સાથે જોડશે ,એન્જિનિયરિંગની અદભૂત સિદ્ધિ

top-news
  • 06 Mar, 2024

 વડાપ્રધાન મોદીએ  આજે કોલકાતામાં ભારતની પ્રથમ અંડરવોટર મેટ્રોનું ઉદ્ઘાટન કર્યું છે. આ અંડરવોટર મેટ્રો રેલ નદી અને હાવડાને કોલકાતા શહેર સાથે જોડશે.પાણીની અંદરની મેટ્રો ટનલ એ હુગલી નદીની નીચે 16.6 કિલોમીટરમાં ફેલાયેલી એન્જિનિયરિંગની અદભૂત સિદ્ધિ છે. અંડરવોટર મેટ્રો હુગલીના પશ્ચિમ કાંઠે હાવડાને પૂર્વ કિનારે સોલ્ટ લેક શહેર સાથે જોડશે. તેમાં 6 સ્ટેશન હશે, જેમાંથી ત્રણ અંડરગ્રાઉન્ડ છે. PM મોદી દ્વારા ઉદ્ઘાટન થયા બાદ હવે સામાન્ય લોકો પાણીની અંદર મેટ્રોની મજા માણશે.

આજે દેશને તેની પહેલી અંડરવોટર મેટ્રો મળી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતામાં મેટ્રોનું ઉદ્ઘાટન તેમજ અનેક અન્ય પ્રોજેક્ટનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કર્યું હતું. કુલ મળીને વડાપ્રધાન  મોદીએ બંગાળને 15400 કરોડ રૂપિયાની ભેટ આપી છે. વડાપ્રધાન મોદીએ અંડરવોટર મેટ્રોનું ઉદ્ઘાટન ઉપરાંત કવિ સુભાષ-હેમંત મુખોપાધ્યાય મેટ્રો સેક્શન અને તરતલા-માજેરહાટ મેટ્રો સેક્શનનું પણ ઉદ્ઘાટન કર્યું છે. 

મેટ્રો રેલ અનુસાર, આ કોરિડોરની ઓળખ 1971માં શહેરના માસ્ટર પ્લાનમાં કરવામાં આવી હતી. મેટ્રો રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી કૌશિક મિત્રાએ જણાવ્યું હતું કે હાવડા અને કોલકાતા પશ્ચિમ બંગાળના બે સદીઓ જૂના ઐતિહાસિક શહેરો છે અને આ ટનલ દ્વારા  હુગલી નદીની નીચેથી આ બંને શહેરોનો જોડણ શક્ય થયું હતું. આ મેટ્રો પ્રોજેક્ટની 10 ખાસ વિશેષતાઓ પર કરો એક નજર.. 

1 -  મેટ્રોનો હાવડા મેદાન-એસ્પ્લેનેડ સેક્શન  ખાસ છે,  આ સેક્શનમાં ટ્રેન પાણીની નીચે દોડશે. હાવડા મેટ્રો સ્ટેશન ભારતનું સૌથી ઊંડું સ્ટેશન પણ છે.

2- હાવડા મેદાન-એસ્પ્લેનેડ વિભાગ હુગલી નદી હેઠળ બાંધવામાં આવ્યો છે, હાવડા અને સોલ્ટ લેક શહેરો હુગલી નદીના પૂર્વ અને પશ્ચિમ કાંઠે આવેલા છે.

3- એપ્રિલ 2023 માં કોલકાતા મેટ્રોએ ટ્રાયલ તરીકે હુગલી નદીની નીચે ટનલ દ્વારા ટ્રેન ચલાવીને ઇતિહાસ રચ્યો, જે ભારતમાં પ્રથમ વખત બન્યું.

4-  આ 4.8 કિલોમીટર વિભાગ હાવડા મેદાનને એસ્પ્લેનેડથી જોડશે. અને હાવડા મેદાનને પૂર્વ-પશ્ચિમ મેટ્રો હેઠળ સોલ્ટ લેક સેક્ટર V સાથે જોડવામાં આવશે.

5- અધિકારીઓએ આશા વ્યક્ત કરી છે કે આ મેટ્રો હુગલી નદીની નીચે 520 મીટરનું અંતર માત્ર 45 સેકન્ડમાં કાપશે.

6- એસ્પ્લેનેડ -સિયાલદાહ વચ્ચે પૂર્વ-પશ્ચિમ સંરેખણનો ભાગ હજુ બાંધકામ હેઠળ,સોલ્ટ લેક સેક્ટર V થી સિયાલદહ સુધીનોવિસ્તાર પહેલે થી ઉપયોગમાં છે 

7- મેટ્રો ઓટોમેટિક ટ્રેન ઓપરેશનસિસ્ટમથી ચાલશે. મતલબ કે મેટ્રો ડ્રાઈવર એક બટન દબાવ્યા બાદ ટ્રેન આપોઆપ આગલા સ્ટેશન પર પહોંચી જશે.                
8- ઈસ્ટ-વેસ્ટ મેટ્રોના કુલ 16.6 કિલોમીટરમાંથી 10.8 કિલોમીટર ભૂગર્ભ છે, જેમાં હુગલી નદીની નીચેની ટનલ પણ સામેલ છે. બાકીનો ભાગ જમીન ઉપર છે.

9-  મેટ્રોનો હેતુ જૂન - જુલાઈની આસપાસ સોલ્ટ લેક સેક્ટર V અને  હાવડા મેદાન વચ્ચેના સમગ્ર પૂર્વ-પશ્ચિમ માર્ગ પર વ્યવસાયિક કામગીરી  શરૂ કરવાનો  છે.          
10- પાણીની અંદરની મેટ્રોમાં લોકોને 5G ઇન્ટરનેટની સુવિધા પણ મળશે. એવું પણ કહેવામાં આવ્યું છે કે ટનલમાં પાણીનું એક ટીપું પણ પ્રવેશી શકશે નહીં.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎