:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

FB-INSTAનું સર્વર ડાઉન , મસ્કે મેટાને ખરાબ રીતે ટ્રોલ કર્યું : ટેસ્લામાં કામ અટકી ગયું ,હુમલાખોરોએ હાઈ-વોલ્ટેજ લાઈનોમાં આગ લગાવી

top-news
  • 06 Mar, 2024

જ્યારે Facebook અને Instagram નું સર્વરકોઈ સંજોગોવશાત ડાઉન થયું હતું  , એ સમયે ટેસ્લાના CEO એલન મસ્કે મેટાને ખરાબ રીતે ટ્રોલ કર્યું હતું. એ પછી જ્યારે ટેસ્લાનો વારો આવ્યો તેની જર્મનીમાં સ્થિત ટેસ્લાની ફેક્ટરીમાં અચાનક કામ અટકી ગયું છે. કંપનીએ કામ બંધ કરવા પાછળનું કારણ હુમલો ગણાવ્યું છે. કંપનીનો દાવો છે કે જર્મનીના બ્રાન્ડેનબર્ગમાં સ્થિત તેમની ફેક્ટરી પર આગ લગાવવાના ઈરાદાથી હુમલો કરવામાં આવ્યો હતો અને પાવર સપ્લાય લાઈનમાં ભારે નુકસાન થયું હતું. એજન્સી અનુસાર કંપનીના અધિકારીઓનું કહેવું છે કે અજાણ્યા હુમલાખોરોએ હાઈ-વોલ્ટેજ લાઈનોમાં આગ લગાવી દીધી જેના કારણે કાર બનાવતી કંપનીની ફેક્ટરીનો પાવર સપ્લાય બંધ થઈ ગયો. આ ઘટના પછી જ ટેસ્લાએ ફેક્ટરીમાં ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય લીધો.

જણાવવામાં આવી રહ્યું છે કે આ આગના કારણે ટેસ્લા ફેક્ટરી તેમજ આસપાસના ગામોમાં વીજળી ડુલ થઈ ગઈ હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે ટેસ્લા ફેક્ટરીના વિસ્તરણનો વિરોધ કરી રહેલા પર્યાવરણ કાર્યકર્તાઓએ હાલમાં જ પ્લાન્ટની નજીક એક કેમ્પ લગાવ્યો હતો. જો કે હાલમાં પોલીસે આ ઘટનામાં પર્યાવરણ કાર્યકરોની સંડોવણીનો ઈન્કાર કર્યો છે.

બ્રાન્ડેનબર્ગ રાજ્યના ગૃહ પ્રધાન માઈકલ સ્ટબજેને કહ્યું કે જો આ ખરેખર આયોજિત હુમલો છે, તો તે આપણા વીજળીના માળખા પર ખતરનાક હુમલો છે. હજારો લોકો મૂળભૂત પુરવઠાથી કાપી નાખવામાં આવ્યા છે, તેમને જોખમમાં મૂક્યા છે. આવી તોડફોડ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે ટેસ્લા કંપનીએ કહ્યું છે કે હાલમાં તે કહી શકતી નથી કે ઉત્પાદન ક્યારે ફરી શરૂ થઈ શકે છે.

 ફેસબુક અને ઈન્સ્ટાગ્રામનું સર્વર એક કલાક માટે ડાઉન હતું. આ સમય દરમિયાન લોકો તેમના એકાઉન્ટમાં લોગ ઇન કરી શક્યા ન હતા. એક્સ  સીઇઓ એલન મસ્કે જ્યારે ફેસબુક-ઇન્સ્ટાગ્રામ ડાઉન હતું ત્યારે એક ડિગ લીધો. તેણે કહ્યું હતું કે જો તમે મારી આ પોસ્ટ વાંચી શકો છો તો તેનું કારણ છે કે અમારું સર્વર યોગ્ય રીતે કામ કરી રહ્યું છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎