લોકસભા ચૂંટણીની સંભવિત તારીખ અને તબક્કા : ચૂંટણી પંચ ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરશે..
- 05 Mar, 2024
સમગ્ર દેશની રાજકીય પાર્ટીઓ હાલ ચૂંટણી પંચ પર નજર રોખીને બેઠી છે. રાજકીય પાર્ટીઓ તેમજ મીડિયા દ્વારા રોજ નવીનવી અટકળો લગાવવામાં આવી રહી છે, એવામાં પ્રાપ્ત માહિતી અનુસાર ચુંટણી પંચ 14-15 માર્ચે લોકસભા ચૂંટણીની જાહેરાત કરી શકે છે. ઉપરાંત સૂત્રોના જણાવ્યા અનુસાર 2019ની લોકસભા ચૂંટણીની જેમ આ વખતે પણ 7 તબક્કામાં જ ચૂંટણી કરાવવામાં આવશે. રિપોર્ટ અનુસાર એપ્રિલના બીજી અઠવાડિયામાં પહેલા તબક્કા માટે વોટિંગ થઈ શકે છે.
લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઈને ચૂંટણી પંચ ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી પંચ આવનાર અઠવાડિયાના કોઈ પણ દિવસે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. હાલ પંચ સામાન્ય ચૂંટણીની તૈયારીનું આકલન કરવા માટે ઘણા રાજ્યોનો પ્રવાસ કરશે. બધા રાજ્યોમાં તૈયારીઓને જોયા બાદ જ પંચ ચૂંટણીની તારીખની જાહેરાત કરશે.
સૂત્રોએ જણાવ્યું કે ચૂંટણી પંચની ટીમ હાલ પશ્ચિમ બંગાળમાં છે. ત્યાર બાદ ટીમ ઉત્તર પ્રદેશ અને પછી જમ્મુ-કાશ્મીરનો પ્રવાસ કરશે. જાણકારી અનુસાર ચૂંટણી અધિકારી 13 માર્ચ સુધી પોતાનો પ્રવાસ કરી લેશે. આ વચ્ચે ઈલેક્શન કમીશન બધા રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓની સાથે સતત મીટિંગ કરી રહ્યું છે.
ચૂંટણી પંચ આગામી લોકસભા ચૂંટણીના સ્વતંત્ર અને નિષ્પક્ષ સંચાલન માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નીકનો ઉપયોગ કરી શકે છે. તેના માટે પંચ એક વિભાગ પણ બનાવી શકે છે. જે સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ પર ખોટી સુચનાઓ ચિન્હિત કરીને તેને હટાવવાનું કામ કરશે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ