:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

જાપાનના વિદેશ મંત્રી દ્રારા ભારતમાં જાપાનના પ્રથમ માનદ્ કોન્સલ તરીકે નિયુક્ત ગુજરાતના પ્રમુખ મૂકેશ પટેલને અમદાવાદ ખાતે પાંચ વર્ષ માટે કરાઇ નિમણુંક

top-news
  • 04 Mar, 2024

ઈન્ડો-જાપાન ફ્રેન્ડશીપ એસોસિએશન (IJFA), ગુજરાતના પ્રમુખ મૂકેશ પટેલને અમદાવાદ, ગુજરાત ખાતે ભારતમાં જાપાનના માનદ્ કોન્સલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની નિમણુંક જાપાનના વિદેશ મંત્રી દ્રારા પાંચ વર્ષની મુદત માટે કરવામાં આવી છે અને તેની જાહેરાત જાપાનના મહામહિમ સમ્રાટના જન્મદિવસની યાદમાં જાપાનના રાષ્ટ્રીય દિવસની ઉજવણી દરમ્યાન મુંબઈમાં જાપાનના કોન્સલ જનરલ ડૉ. યાસુકાતા ફુકાહોરી અને દિલ્હીમાં જાપાનના રાજદૂત શ્રી હિરોશી સુઝુકી દ્રારા કરવામાં આવી હતી. 

કોન્સલ જનરલે જાહેરાત કરી કે ભારતમાં માનદ્ કોન્સલ તરીકે જાપાનની આ સૌ પ્રથમ નિમણુંક છે. ૧૯૫૨માં શરૂ થયેલા જાપાન-ભારત રાજદ્રારી  સંબંધો હાલમાં ૭૨માં વર્ષમાં પ્રવેશી ચૂક્યા છે.

જાપાનના રાજદૂતે તેમના અભિવાદન સંબોધનમાં જણાવ્યું હતું કે આ એક ઉજવણી કરવા માટેના સમાચાર છે, કારણ કે આ નિમણુંકથી ગુજરાત અને જાપાન વચ્ચેની મિત્રતા વધુ ગાઢ બનશે. 

તેમની નિમણુંકના પ્રત્યુતરમાં, મૂકેશ પટેલે જણાવ્યું હતું કે તેઓ ૧૯૭૨માં તેમના વિદ્યાર્થીકાળથી ૫૧ વર્ષથી વધુ સમય માટે જાપાન સાથે સંકળાયેલા છે અને ગુજરાતને ભારતનું મિની-જાપાન બનાવવાના વિઝન અને મિશનને આગળ વધારતા દ્રિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપવા માટે સમર્પણ સાથે કાર્ય કરી રહેલ છે. તેમને આપવામાં આવેલ આ વિશેષાધિકૃત દરજ્જો તેમને વધુ ઉત્સાહ સાથે આ કાર્યને આગળ વધારવા માટે પ્રોત્સાહિત કરશે.

૨૦૧૭માં, શ્રી મૂકેશ પટેલને શૈક્ષણિક, વ્યાપારી અને સાંસ્કૃતિક ક્ષેત્રે જાપાન ઈન્ડિયા ફ્રેન્ડશીપને પ્રોત્સાહન આપવા માટે તેમની પ્રશંસનીય સેવાઓની કદરરૂપે જાપાનના સમ્રાટ દ્રારા ‘ઓર્ડર ઓફ ધ રાઈઝિંગ સન’નું વિશિષ્ટ સન્માન આપવામાં આવ્યું હતું.શ્રી મૂકેશ પટેલે હ્યોગો-ગુજરાત સિસ્ટર-સ્ટેટ અને કોબે-અમદાવાદ સિસ્ટર-સિટી સંબધોને પ્રોત્સાહિત કરવામાં તેમજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે જાપાન ઇન્ફર્મેશન એન્ડ સ્ટડી સેન્ટર, ભાષા અને સાંસ્કૃતિક કેન્દ્રો તથા ઝેન ગાર્ડન અને કાઇઝેન એકેડેમીની સ્થાપનામાં પણ ચાવીરૂપ ભૂમિકા ભજવી છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎