ભારત જોડો યાત્રાના ગુજરાત પ્રવેશ પહેલા કોંગ્રેસને મોટો ઝટકો; કોંગ્રેસના પીઢ અનુભવી નેતા અર્જુન મોઢવાડિયાએ આપ્યું રાજીનામું
- 04 Mar, 2024
રાહુલ ગાંધીની ન્યાયયાત્રા લોકસભાની ચૂંટણીનો પ્રચાર કરવા માટે ગુજરાત પ્રવેશે તે પહેલાજ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ વિધાનસભાઅધ્યક્ષ શંકરસિહ ચૌધરીને રૂબરૂ મળીને રાજીનામું આપ્યું . કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયા ધારાસભ્ય પદ પરથી વિધાનસભા અધ્યક્ષને રાજીનામુ આપ્યું . ત્યારબાદ અર્જૂન મોઢવાડિયા કોંગ્રેસમાંથી પણ રાજીનામુ આપ્યું ,આમ લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં મોટો ભંગાણ પડવાની આશંકાઓ સેવાઇ રહી છે.
હાલમાં દેશની રાજનીતિમાં કોગ્રેસને વારંવાર ઝટકા આપનાર સમાચાર મળી રહ્યા છે ત્યારે એક એવા સમાચાર પણ ચર્ચામાં છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જૂન મોઢવાડિયા પણ ભાજપમાં જોડાશે. ત્યારે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે આ બાબતે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતુ કે અર્જૂન મોઢવાડિયા સતત અમારા સંપર્કમાં છે. રાહુલ ગાંધીની યાત્રાને લઈને તેઓ કામ કરી રહ્યા છે. આજે સવારે જ તેમની જોડે વાત કરી હતી
અર્જુન મોઢવાડિયા રાજીનામું આપી શકે છે તેવી અટકળો વચ્ચે શંકર ચૌધરી ગાંધીનગર આવવા રવાના થયા છે. બનાસકાંઠાના થરાદ ખાતે હોસ્પિટલનો કાર્યક્રમ હતો તે દરમિયાન એક ફોન આવતા વિધાનસભા અધ્યક્ષ ગાંધીનગર આવવા રવાના થયા છે. અર્જુન મોઢવાડીયા રાજીનામુ આજે આપશે તેવી અટકળો તેજ થઈ છે. ત્યારે શંકર ચૌધરીને આવેલો ફોન અને ગાંધીનગર તરફ જવાનુ કારણ મોઢવાડીયાનું રાજીનામુ હોવાની ચર્ચા ચાલી રહી છે.
કોંગ્રેસનાં નેતા અંબરીશ ડેર છેલ્લા ઘણા સમયથી ભાજપમાં જોડાવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે આજે અમદાવાદમાં સાયન્સ સીટી ખાતે કોંગ્રેસનાં નેતા તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વચ્ચે ચર્ચા થઈ હોવાનાં સમાચાર વહેતા થતા રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો હતો. ત્યારે કોંગ્રેસના અંબરીશ ડેર પણ ભાજપમાં ભળી જવાની જાહેરાત કરી દીધી છે. તો બીજી તરફ અર્જુન મોઢવાડિયા પણ ભાજપ જોડાવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ