નફે સિંહ રાઠી હત્યાકાંડમાં મળી સફળતા : બે શૂટરોની ધરપકડ, અન્ય 2ની શોધ ચાલુ
- 04 Mar, 2024
ઈન્ડિયન નેશનલ લોકદળ-હરિયાણાના પ્રમુખ નફે સિંહ રાઠીની ગત માસની 25 તારીખે કોઈ અજ્ઞાત ઇસમો દ્વારા હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ ઝજ્જર પોલીસ અને દિલ્હી પોલીસ વચ્ચેના સંયુક્ત ઓપરેશનના પરિણામ સ્વરૂપે ગોવાથી બે શૂટર્સની ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત અન્ય બે શૂટરોની હાલ શોધખોળ ચાલુ છે.
દિલ્હી નજીક બહાદુરગઢમાં રાઠીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.ઝજ્જર પોલીસ, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને હરિયાણા STFએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આ સફળતા મેળવી છે. પોલીસે ગોવાથી સૌરભ અને આશિષ નામના બે શૂટર્સની ધરપકડ કરી છે. ઝજ્જર પોલીસનું કહેવું છે કે અન્ય બે શૂટરોની શોધ ચાલી રહી છે.
આરોપીઓની ઓળખ આશિષ, નકુલ સાંગવાન અને અતુલ તરીકે થઈ હતી. બાદમાં પોલીસે ચોથા આરોપીને પણ ઓળખી કાઢ્યો હતો. ત્યારબાદ ત્રણ આરોપીઓના નામ પર એક-એક લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. રાઠીના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે તેઓએ રાજ્ય સરકાર પાસે અનેક વખત પોલીસ સુરક્ષાની માંગણી કરી હતી, પરંતુ તેમના જીવને જોખમ હોવા છતાં તેમની વાત સાંભળવામાં આવી ન હતી.
25 ફેબ્રુઆરીએ રાઠીની બારાહી ગેટ પાસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તે દરમિયાન તે ફોર્ચ્યુનર કારમાં મુસાફરી કરી રહ્યો હતો. આ ઘટનામાં અન્ય એક વ્યક્તિનું પણ મોત થયું હતું. એવા અહેવાલ હતા કે હુમલાખોરો સફેદ રંગની I-10 કારમાં આવ્યા હતા. INLD નેતાની હત્યાની જવાબદારી ગેંગસ્ટર કપિલ સાંગવાને લીધી હતી.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ