વડોદરા નેશનલ હાઇવે પર માર્ગ અકસ્માત : પરિવારના 5 ના મોત,એક બાળકીનો આબાદ બચાવ
- 04 Mar, 2024
રાત્રિના અંધકારમાં સુરતથી વડોદરા જઇ રહેલા પરિવારની કારને નડ્યો અકસ્માત, કારમાં જઇ રહેલા એક પરિવારને વડોદરામાં નેશનલ હાઇવે પરગોઝારો અકસ્માત નડ્યો છે.આ અકસ્માતમાં એક જ પરિવારના 5 સભ્યોના મોત થયા છે. આ પાંચ મૃતકોમાં એક વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે.
મળતી માહિતી મુજબ જાંબુઆનો એક પરિવાર કારમાં વડોદરા નેશનલ હાઇવે પર થઇને તરસાલી તરફ જઇ રહ્યો હતો. આ દરમિયાન કાર રોડની સાઈડમાં ઉભેલા કન્ટેનર પાછળ જોરથી અથડાઇ હતી. સુરતથી વડોદરા તરફ આવી રહેલા આ પરિવારને ખૂબ ગંભીર અકસ્માત નડ્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો કચ્ચરઘાણ થઈ જવા પામ્યો હતો.
ત્યારે અકસ્માતમાં બે ભાઈ અને બંનેની પત્નિ અનેક એક વર્ષનાં બાળકનું મોત થતા પરિવારજનોમાં શોક છવાઈ જવા પામ્યો હતો. આ ઘટનામાં એક જ પરિવારના 5 લોકોના મોત થયા છે. જ્યારે 4 વર્ષની અસ્મિતા નામની બાળકીનો આબાદ બચાવ થયો છે.આ સમગ્ર મામલે મકરબા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
જેમાં તમામ મૃતકો વડોદરાનાં આજવા રોડ પર આવેલી મધુનગરનાં રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતુ. અકસ્માતની જાણ થતા જ સ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી ગયા હતા. અકસ્માતની જાણ થતાં મકરપુરા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી કાર્યવાહી હાથ ધરી હતી. ફાયર બ્રિગેડને પણ મદદ માટે બોલાવાઈ હતી.પોલીસે સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ