:
Breaking News
નેપાળના પ્લેન ક્રેશનો VIDEO: આગનો ગોળો બની ગયું વિમાન, જુઓ LIVE વીડિયો; ટેક ઓફ થતાની સાથે જ ભડભડ સળગ્યું. નેપાળમાં પ્લેન ક્રેશ: કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશન એરપોર્ટ પર ટેક ઓફ કરવા જતું પ્લેન ક્રેશ, 18નાં મોત. સંસદની કાર્યવાહી શરૂ થતા જ હોબાળો: બજેટના વિરોધમાં વિપક્ષી સાંસદ કરી રહ્યાં છે નારેબાજી, સ્પીકર ઓમ બિરલાએ વ્યક્ત કરી નારાજગી. NEET-UG પરીક્ષામાં ગેરરીતિનો મામલો: સુપ્રીમ કોર્ટે કહ્યું- પરીક્ષા ફરી વખત નહીં લેવાય, ફ્રોડના પુરાવા પુરતા નથી. બજેટની પ્રત્યેક વિગતો મુદ્દા સહિત: પ્રથમ નોકરીવાળાને 15 હજાર, 1 કરોડ મકાન, ટેક્સ છૂટ; વાંચો નિર્મલાના પટારામાંથી શું-શું નીકળ્યું ?. બજેટના દિવસે શેરબજારમાં કડાકો: લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વધારાતા માર્કેટ રીસાયું; સેન્સેક્સ 900 અંક ઘટ્યો, નિફ્ટીએ 24250નું લેવલ તોડ્યું. બજેટ આ રીતે કરશે તમારા ખિસ્સાને અસર: એક સેકન્ડમાં જાણી લો શું થયું મોઘું અને શું થયું સસ્તું ?. બજેટે આપી બિઝનેસ કરવાની ઉત્તમ તક: બિઝનેસ માટે લોન મેળવવા આ રીતે કરો અરજી, સરકાર કરશે આટલા લાખ રૂપિયા સુધીની સહાય. બજેટ પહેલા નીતિશના આ શબ્દોનો શું અર્થ ?: નીતિશ કુમારે કહ્યું- બધી વસ્તુઓની ધીરે-ધીરે ખબર પડશે, શું નીતિશ મોદી સરકારને ચાલવા દેશે કે પછી ટેકો પાછો ખેંચશે ?. બજેટ પૂર્વે આર્થિક સર્વે રજૂ: ઉદ્યોગ જગતને કેન્દ્ર સરકાર ઈલેક્ટ્રિક વ્હિકલ્સની નીતિઓમાં સુધારો કરશે તેવી અપેક્ષા, શું બજેટ પછી ઈલેક્ટ્રિક વ્હિકલ્સ ભાવ ઘટશે?.

ગૂગલેએ શાદી.કોમ સહિત અનેક એપ્સને પ્લે સ્ટોરમાંથી કાઢી નાખી આ મામલો સર્વિસ ફીની ચુકવણી નહી કરવા અંગેનો છે

top-news
  • 02 Mar, 2024

ગૂગલે કેટલીક ભારતીય એપ્સ પર મોટી કાર્યવાહી કરી છે. ગૂગલે તેના એન્ડ્રોઈડ પ્લે સ્ટોર પરથી આ 10 એપ્સ હટાવી દીધી છે. આ યાદીમાં ઘણા જાણીતા નામ છે. જેમાં Shaadi.com, Naukri.com, 99 એકર જેવા નામ સામેલ છે. ગયા વર્ષે કંપનીએ કેટલાક એપ ડેવલપર્સને ચેતવણી પણ આપી હતી.

વાસ્તવમાં કેટલીક એપ્લિકેશનો Googleની બિલિંગ નીતિઓ પર નિષ્ફળ જતી હોય તેવું જણાય છે. આ પછી તેને ચેતવણી આપવામાં આવી હતી. હવે આખરે 10 એપ્સ પર કાર્યવાહી કરીને ગૂગલે આ એપ્સને ગૂગલ પ્લે સ્ટોરમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો. જોકે ગૂગલે હજુ સુધી તમામ વિવાદિત એપ્સની યાદી જાહેર કરી નથી.

ગૂગલે કેટલીક એપ્સ સામે કાર્યવાહી કરી છે જેમના નામ સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ નામો છે કુકુ એફએમ, ભારત મેટ્રિમોની, શાદી.કોમ, નોકરી.કોમ, 99 એકર, ટ્રુલી મેડલી, ક્વેક ક્વેક, સ્ટેજ, એએલટીટી (અલ્ટ બાલાજી) અને અન્ય બે એપ્સ.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મામલો સર્વિસ ફીની ચુકવણી ન કરવાનો છે. આ કારણોસર ટેક જગતના અગ્રણી પ્લેટફોર્મે આ એપ્સને દૂર કરવાનો નિર્ણય લીધો છે. વાસ્તવમાં ઘણા સ્ટાર્ટઅપ ઇચ્છતા હતા કે Google ચાર્જ ન લગાવે અને પછી તેઓએ આ ચુકવણી કરી ન હતી.

જો કે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો. ગૂગલને આમાં લીલી ઝંડી મળી ગઈ છે અને તેણે એપ્સને કોઈ રાહત આપી નથી. આ પછી સ્ટાર્ટઅપને ફી ચૂકવવા માટે કહેવામાં આવ્યું, નહીં તો તેમની એપ્સ કાઢી નાખવામાં આવશે.

કુકુ એફએમના સીઈઓ લાલ ચંદ બિશુએ એક્સ પ્લેટફોર્મ (જૂનું નામ ટ્વિટર) પર પોસ્ટ કરીને ગૂગલની ટીકા કરી અને તેના નિર્ણયને ખોટો ગણાવ્યો।  Naukri.com અને 99acresના સ્થાપક સંજીવ બિખચંદાનીએ પણ પોસ્ટ કરીને ગૂગલ પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. જો કે, આ એપ્સ પ્લે સ્ટોર પર ક્યારે પરત આવશે? તેના વિશે હજુ સુધી કોઈ વિગતો બહાર આવી નથી.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎