:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

અનંત-રાધિકાની પ્રી વેડિંગ સેરેમનીનો શુભારંભ: કોણ-કોણ થશે સામેલ, ક્યારે કઇ ઇવેન્ટ?

top-news
  • 01 Mar, 2024

દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિઓમાંથી એક રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડના અધ્યક્ષ અને મેનેજિંગ ડાયરેક્ટક મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીના સૌથી નાના દીકરા 28 વર્ષીય અનંત અંબાણી, ઉદ્યોગપતિ વીરેન મર્ચન્ટ અને તેમની પત્ની શૈલા મર્ચન્ટની 29 વર્ષીય દીકરી રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઇ રહ્યાં છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન ભલે જુલાઇમાં છે, પરંતુ અબજોપતિ બિઝનેસમેન મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીની ત્રણ દિવસીય પ્રી વેડિંગ સેરેમની આજથી શરૂ થઇ રહી છે. ગુજરાતના જામનગરમાં 1થી 3 માર્ચ સુધી ત્રણ દિવસીય પ્રી-વેડિંગ પાર્ટીમાં સામેલ થવા માટે દુનિયાભરના દિગ્ગજ પહોંચી ચુક્યા છે.

દરરોજ સિંગલ-ડિજિટ લેન્ડિંગ માટે ઉપયોગમાં લેવાતા જામનગર એરપોર્ટ પર આજે એટલે કે 1 માર્ચના રોજ 50 થી વધુ લેન્ડિંગ જોવા મળશે. રિલાયન્સ દ્વારા આખા એરપોર્ટને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યું છે, કારણ કે અહીંથી મહેમાનો RIL રિફાઈનરી કોમ્પ્લેક્સમાં જઇ રહ્યાં છે. જામનગર સાથેના ગાઢ પારિવારિક સંબંધોને કારણે આ સ્થળ અંબાણી પરિવાર માટે વિશેષ મહત્વ ધરાવે છે. તો ચાલો જાણીએ 1 માર્ચથી 3 માર્ચ સુધી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીમાં શું-શું થવાનું છે.

પ્રી-વેડિંગ સેરેમનીમાં કોણ કોણ હાજરી આપશે?: 
આ ઇવેન્ટમાં મેટા સીઇઓ માર્ક ઝુકરબર્ગ, મોર્ગન સ્ટેનલીના સીઇઓ ટેડ પિક, માઇક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ, ડિઝનીના સીઇઓ બોબ ઇગર, બ્લેકરોકના સીઇઓ લેરી ફિંક, એડનોકના સીઇઓ સુલતાન અહેમદ અલ જાબેર અને ઇએલ રોથ્સચાઇલ્ડના ચેરમેન લિન ફોરેસ્ટર ડી રોથ્સચાઇલ્ડ સામેલ થશે. આ ઉપરાંત રિહાના, શાહરૂખ ખાન, સલમાન ખાન, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ સહિત અનેક સેલિબ્રિટીઓ જામનગર પહોંચી ચૂક્યા છે. આ ઉપરાંત ભારત અને દુનિયાભરમાંથી ખાસ કરીને એન્ટરટેઇનમેન્ટ અને સ્પોર્ટ્સ જગતના ઘણા VIP લોકો જામનગર આવશે.

G20 મીટિંગને બાદ કરતાં, આ ભારતમાં VIPનો સૌથી મોટો મેળાવડો છે અને મુકેશ અંબાણીના વૈશ્વિક કદ અને પ્રભાવનો પુરાવો છે. આંતરિક સૂત્રો કહે છે કે આટલા બધા વીવીઆઈપી ત્રણ દિવસ જામનગરમાં વિતાવશે તે મોટી વાત છે. ગેસ્ટ લિસ્ટમાં રાષ્ટ્રાધ્યક્ષો, પૂર્વ રાષ્ટ્રાધ્યક્ષો ઉપરાંત વૈશ્વિક વેપાર જગતના સૌથી મોટા નામોનો સમાવેશ થાય છે, જેમાંથી ઘણા ખરેખર RILના બિઝનેસ પાર્ટનર નથી.

ઉદ્યોગ જગતમાંથી કોણ કોણ થશે સામેલ? : ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને પરિવાર, ટાટા સન્સના ચેરમેન નટરાજન ચંદ્રશેખરન, આદિત્ય બિરલા ગ્રૂપના ચેરમેન કુમાર મંગલમ બિરલા અને તેમનો પરિવાર, ગોદરેજ પરિવાર, ઈન્ફોસિસના પ્રમુખ નંદન નિલેકણી, RPSG ગ્રુપના પ્રમુખ સંજીવ ગોએન્કા, વિપ્રોના રિષદ પ્રેમજી, બેન્કર ઉદય કોટકને પણ આ સમારોહ માટે આમંત્રિત કરવામાં આવ્યાં છે. વેક્સીન નિર્માતા સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલા, એરટેલના ચેરમેન સુનિલ મિત્તલ, હીરોના પવન મુંજાલ, એચસીએલના રોશની નાદર, ઝેરોધાના સહ-સ્થાપક નિખિલ કામત, ઉદ્યોગસાહસિક રોની સ્ક્રુવાલા અને સન ફાર્માના દિલીપ સાંઘીને પણ આ સમારોહમાં આમંત્રિત કરવામાં આવ્યા છે.

ગેસ્ટ લિસ્ટમાં કોના નામ?: 
આમંત્રિતોની યાદીમાં ક્રિકેટર સચિન તેંડુલકર અને તેનો પરિવાર, એમએસ ધોની અને પરિવાર, રોહિત શર્મા, કેએલ રાહુલ, હાર્દિક અને કૃણાલ પંડ્યા અને ઈશાન કિશનના નામ પણ સામેલ છે. બોલિવૂડનું પ્રતિનિધિત્વ મેગા સ્ટાર અમિતાભ બચ્ચન અને તેમનો પરિવાર અભિષેક અને ઐશ્વર્યા રાય બચ્ચન, શાહરૂખ ખાન અને પરિવાર, આમિર ખાન, સલમાન ખાન, અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના, અજય દેવગન અને કાજોલ, સૈફ અલી ખાન અને પરિવાર, ચંકી પાંડે, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ અને વિકી કૌશલ અને કેટરિના કૈફ કરશે. આ લિસ્ટમાં માધુરી દીક્ષિત અને શ્રીરામ નેને, આદિત્ય અને રાની ચોપરા, કરણ જોહર, બોની કપૂર અને પરિવાર, અનિલ કપૂર અને પરિવાર, વરુણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા, શ્રદ્ધા કપૂર અને કરિશ્મા કપૂર, રજનીકાંત અને પરિવાર પણ સામેલ છે.

મહેમાનોને મોકલવામાં આવી ઇવેન્ટ ગાઇડ: આમંત્રિતોને મોકલવામાં આવેલ ‘ઈવેન્ટ ગાઈડ’ મુજબ, ત્રણ દિવસનો કાર્યક્રમ થીમ આધારિત હશે. દિલ્હી અને મુંબઈથી મહેમાનોને જામનગર અને પાછા લઈ જવા માટે ચાર્ટર્ડ ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે. 1 માર્ચના રોજ બપોર સુધીમાં મહેમાનો આવવાની ધારણા છે. આ ફંક્શન્સમાં, દિલજીત દોસાંઝ, હોલીવુડ પોપ-આઈકન રીહાના અને અન્ય કલાકારો તેમના પરફોર્મન્સથી મહેમાનોનું મનોરંજન કરશે.

કયા દિવસે શેનું આયોજન?: 
પહેલા દિવસના સેલિબ્રેશનને ‘એન ઇવનિંગ ઇન એવરલેન્ડ’ નામ આપવામાં આવ્યું છે, જ્યાં મહેમાનો ‘કોકટેલ પોશાક’ પહેરે તેવી અપેક્ષા છે. બીજા દિવસે, ‘અ વોક ઓન ધ વાઇલ્ડસાઇડ’નું આયોજન કરવામાં આવશે, જેમાં ‘જંગલ ફીવર’નો ડ્રેસ કોડ હશે. ત્રીજા દિવસે બે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે - ‘ટસ્કર ટ્રેલ્સ’ અને ‘હસ્તાક્ષર’. પહેલી ઇવેન્ટ આઉટડોર ઇવેન્ટ હશે જ્યાં મહેમાનો જામનગરના કુદરતી સૌંદર્યનો આનંદ માણશે અને અંતિમ ઇવેન્ટ માટે તેઓ ‘હેરીટેજ ઇન્ડિયન એટાયર’ પહેરશે. 
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎