:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ 73,574 રહ્યો 1000 અંકથી વધારેની તેજી જોવા મળી , નિફ્ટીમાં પણ 300 અંકનો વધારો

top-news
  • 01 Mar, 2024

આજે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે 1 માર્ચે ઉછાળો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ 73,574 રહ્યો હતો. હાલમાં તે 1000 પોઈન્ટના વધારા સાથે 73,530ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીમાં લગભગ 300 પોઈન્ટનો વધારો જોવા મળી રહ્યો છે. તે 22,290ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 27માં વધારો અને 3માં ઘટાડો જોવા મળી રહ્યો છે.

NSE સેક્ટરલ ઇન્ડેક્સ વિશે વાત કરીએ તો, નિફ્ટી મેટલમાં સૌથી વધુ 1.99% નો વધારો થયો છે. તે જ સમયે, નિફ્ટી ઓઈલ એન્ડ ગેસ 1.82%, નિફ્ટી ઓટો 1.30%, નિફ્ટી બેંક 0.78% અને નિફ્ટી આઈટી 0.15% વધ્યા છે. જ્યારે નિફ્ટી ફાર્મા 0.23% અને નિફ્ટી હેલ્થકેર ઇન્ડેક્સ 0.99% ડાઉન છે.

અગાઉ ગઈકાલે એટલે કે 29મી ફેબ્રુઆરીએ શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 195 પોઈન્ટના ઉછાળા સાથે 72,500ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીમાં પણ 31 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. 21,982ના સ્તરે બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 22માં ઉછાળો અને 8માં ઘટાડો જોવા મળ્યો હતો. બેન્કિંગ અને ઓટો શેર્સમાં વધુ ઉછાળો જોવા મળ્યો હતો. પેટીએમના શેર 1.92% વધ્યા હતા.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎