:
Breaking News
નેપાળના પ્લેન ક્રેશનો VIDEO: આગનો ગોળો બની ગયું વિમાન, જુઓ LIVE વીડિયો; ટેક ઓફ થતાની સાથે જ ભડભડ સળગ્યું. નેપાળમાં પ્લેન ક્રેશ: કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશન એરપોર્ટ પર ટેક ઓફ કરવા જતું પ્લેન ક્રેશ, 18નાં મોત. સંસદની કાર્યવાહી શરૂ થતા જ હોબાળો: બજેટના વિરોધમાં વિપક્ષી સાંસદ કરી રહ્યાં છે નારેબાજી, સ્પીકર ઓમ બિરલાએ વ્યક્ત કરી નારાજગી. NEET-UG પરીક્ષામાં ગેરરીતિનો મામલો: સુપ્રીમ કોર્ટે કહ્યું- પરીક્ષા ફરી વખત નહીં લેવાય, ફ્રોડના પુરાવા પુરતા નથી. બજેટની પ્રત્યેક વિગતો મુદ્દા સહિત: પ્રથમ નોકરીવાળાને 15 હજાર, 1 કરોડ મકાન, ટેક્સ છૂટ; વાંચો નિર્મલાના પટારામાંથી શું-શું નીકળ્યું ?. બજેટના દિવસે શેરબજારમાં કડાકો: લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વધારાતા માર્કેટ રીસાયું; સેન્સેક્સ 900 અંક ઘટ્યો, નિફ્ટીએ 24250નું લેવલ તોડ્યું. બજેટ આ રીતે કરશે તમારા ખિસ્સાને અસર: એક સેકન્ડમાં જાણી લો શું થયું મોઘું અને શું થયું સસ્તું ?. બજેટે આપી બિઝનેસ કરવાની ઉત્તમ તક: બિઝનેસ માટે લોન મેળવવા આ રીતે કરો અરજી, સરકાર કરશે આટલા લાખ રૂપિયા સુધીની સહાય. બજેટ પહેલા નીતિશના આ શબ્દોનો શું અર્થ ?: નીતિશ કુમારે કહ્યું- બધી વસ્તુઓની ધીરે-ધીરે ખબર પડશે, શું નીતિશ મોદી સરકારને ચાલવા દેશે કે પછી ટેકો પાછો ખેંચશે ?. બજેટ પૂર્વે આર્થિક સર્વે રજૂ: ઉદ્યોગ જગતને કેન્દ્ર સરકાર ઈલેક્ટ્રિક વ્હિકલ્સની નીતિઓમાં સુધારો કરશે તેવી અપેક્ષા, શું બજેટ પછી ઈલેક્ટ્રિક વ્હિકલ્સ ભાવ ઘટશે?.

ઈન્ટેલ ઈન્ડિયાના પૂર્વ કન્ટ્રી હેડ અવતાર સૈનીને અકસ્માત : સાયકલિંગ કરતાં પામ રોડ પર કેબ દ્વારા ટક્કર વાગતા મૃત્યુ ...

top-news
  • 29 Feb, 2024

દેશમાં રોજ માર્ગ અકસ્માત  વણથંભી વણઝારની જેમ વધતાં જ  જઈ રહયા છે. એવામાં નવી મુંબઈથી આજે એક દુ:ખદ સમાચાર સામે આવ્યા જેમાં સાયકલિંગ કરતી વેળાએ ઈન્ટેલ ઈન્ડિયાના પૂર્વ કન્ટ્રી હેડ અવતાર સૈનીને તેજ રફ્તાર કેબે ટક્કર મારી દીધી હતી. આ અકસ્માત બાદ સૈનીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા છે.

તેઓ બુધવારે સવારે લગભગ 5:50 વાગ્યે પેતાના મિત્રો સાથે સાયકલિંગ કરી રહ્યા હતા. તેઓ ઘણી વખત પોતાના મિત્રો સાથે શોખ માટે સાયકલિંગ કરવા માટે નીકળતા હતા. આ દરમિયાન નેરુલમાં પામ બીચ રોડ પર એક કેબ દ્વારા તેમને ટક્કર મારી દેવામાં આવી હતી જેના કારણે તેમનું મોત થઈ ગયુ છે. તેઓ ચેમ્બૂરના રહેવાસી હતા.

આ અકસ્માત અંગે એક અધિકારીએ જણાવ્યું કે, આ અકસ્માત બુધવારે સવારે લગભગ 5:50 વાગ્યે સર્જાયો હતો. આ અકસ્માત ત્યારે સર્જાયો જ્યારે સૈની નેરુલ વિસ્તારમાં પામ બીચ રોડ પર મિત્રો સાથે સાયકલિંગ કરી રહ્યા હતા. અધિકારીએ જણાવ્યું કે, તેજ રફ્તાર કેબે સૈનીની સાયકલને પાછળથી ટક્કર મારી દીધી હતી.

ટક્કર માર્યા બાદ કેબ ડ્રાઈવર ત્યાંથી ભાગી ગયો હતો. અધિકારીએ જણાવ્યું કે, આ અકસ્માતમાં સૈની ઘાયલ થઈ ગયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા.

સૈની 'ઈન્ટેલ 386' અને '486 માઈક્રોસોફટની કાર્યપ્રણાલી પર કામ કરવા માટે જાણીતા છે. તેમણે કંપનીના 'પેન્ટિયમ પ્રોસેસર'ની ડિઝાઈન તૈયાર કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસે કેબ ડ્રાઈવર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ FIR નોંધી છે. આરોપીની હજુ સુધી ધરપકડ કરવામાં નથી આવી. હાલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎