:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

ફ્રાંસનો નિર્ણય બનશે ત્રીજા વિશ્વ યુદ્ધનું કારણ : રશિયા-યુક્રેન યુદ્ધમાં રશિયા હવે યુક્રેન ઉપર પ્રચંડ હુમલો કરવાની તૈયારીમાં ...

top-news
  • 28 Feb, 2024

લગભગ બે વર્ષ જેટલો સમય વહી ગયો હોવા છત્તા રશિયા યુક્રેન યુદ્ધ રોકાવાનું નામ લેતો નથી, બન્ને વચ્ચે હજી કોઈ સમાધાન સાંપડ્યું નથી. તેવામાં પેરિસમાં ૨૦ યુરોપીયન નેતાઓની મીટીંગ શરૂ થઇ છે. તેમાં ફ્રાંસના પ્રમુખ, ઇમેન્યુઅલ મેક્રોંન એ સ્પષ્ટત: કહ્યું છે કે તેઓ યુક્રેનમાં તેમના સૈનિકો મોકલવાનાં ઇન્કાર કરતા નથી. તેઓએ કહ્યું કે ભવિષ્યમાં યુક્રેનને બચાવવા માટે સૈનિકો મોકલવા જ પડશે.

આ સાથે તેઓને તેવી પણ સ્પષ્ટતા કરી હતી કે હજી સુધી તો યુક્રેનમાં સૈનિકો મોકલવા માટે સહમતી સધાઈ નથી. પરંતુ રશિયાની આક્રમકતા જોતાં આવું પગલું ભરવું પડે તેમ લાગે છે. જો આમને આમ જ ચાલશે તો રશિયા યુક્રેન ઉપર પૂરેપૂરૃં હાવી થઇ જશે. અન્ય કેટલાયે દેશો માટે તે પરિસ્થિતિ પડકારરૂપ બનશે. ફ્રાંસના પ્રમુખે વધુમાં કહ્યું હવે રશિયાનું વલણ જ બદલાઈ ગયું છે.

તે યુક્રેનના વધુને વધુ પ્રાંતો ઉપર કબ્જો જમાવવા માગે છે. હવે તેની નજર માત્ર યુક્રેન ઉપર જ નથી. અન્ય દેશો ઉપર પણ છે. આ રીતે રશિયા ખૂબ મોટા ખતરાને આવકારી રહ્યું છે.દરમિયાન એવા પણ અહેવાલો મળ્યા છે કે, રશિયા હવે યુક્રેન ઉપર પ્રચંડ હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. તેથી મૂંઝાઈ ગયેલા યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ મિત્ર દેશો પાસે મદદની દર્દ ભરી માગણી કરી છે.

આ બેઠકમાં જર્મનીના ચાન્સેલર ઑલેફ શુલ્ઝ યુક્રેનના વિદેશમંત્રી, લોર્ડ કેમેરાને, પોલેન્ડના પ્રેસિડેન્ટ અને ડચ પ્રાઈમીનીસ્ટર પણ ઉપસ્થિત હતા. ઉપરાંત, અમેરિકા અને કેનેડાના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત હતા.આ બેઠકમાં પાંચ ક્ષેત્રો નિશ્ચિત કરાયાં છે કે જેમાં તત્કાળ એકશન લેવાની જરૂર છે. તે છે સાઇબર ડીફેન્સ, કોલેબરેટિવ પ્રોડકશન ઓફ મિલિટરી, હાર્ડવેર, યુક્રેનને સૈન્ય સહાય અને સીમાવર્તી પ્રદેશોનું રક્ષણ સમાવિષ્ટ છે. આ સાથે, અમેરિકાને પણ સંભળાવતાં કહ્યું કે પોતાનાં ભવિષ્ય માટે કોઈ પણ દેશની ચૂંટણીનાં પરિણામોની રાહ જોઈ ન શકાય. પોતાના હિતમાં તત્કાળ નિર્ણય લેવો જ જોઇએ.

ફ્રાંસના પ્રમુખે વધુમાં કહ્યું કે યુક્રેન માટે દારૂગોળા અને નાણાનું ફંડીંગ તત્કાળ વધારી જ દેવું પડે. રશિયા સામે તેની રક્ષણાત્મક શક્તિ વધારી દેવાની જરૂર છે. સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિએ યુદ્ધ રોકવા પ્રયાસો કર્યા હતા. પરંતુ તે સફળ રહ્યા નથી. તેવામાં ભારતે યુનોની સલામતી સમિતિની વ્યવસ્થામાં પરિવર્તન કરવાની માગણી ફરીવાર કરી છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎