:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

કુખ્યાત અપરાધી મોહમ્મદ કૈફ રાષ્ટ્રીય જનતા દળમાં સામેલ બિહારમાં બગડતી કાયદા-વ્યવસ્થા પાછળ આરજેડી : નિખિલ આનંદ

top-news
  • 23 Feb, 2024

સત્તા ગુમાવ્યા બાદ રાષ્ટ્રીય જનતા દળના નેતા અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ જન વિશ્વાસ યાત્રાએ નીકળ્યા છે. તેઓ લોકસભાની ચુંટણી પૂર્વે પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન તેઓ નીતીશ કુમાર અને એનડીએ સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. તેજસ્વી તેમની જન વિશ્વાસ યાત્રા ના પ્રચાર દરમિયાન તેમની મુલાકાત સિવાનમાં એક વ્યક્તિ સાથે થઈ હતી અને તે વ્યક્તિ મોહમ્મદ કૈફ હતો અને તેના આરજેડીમાં જોડાવાના મુદ્દાએ જોર પકડ્યું હતું.

કૈફ સર્કિટ હાઉસમાં તેજસ્વીને મળ્યો હતો. મળતી માહિતી મુજબ, કૈફ તેજસ્વી સાથેની મુલાકાત દરમિયાન ઔપચારિક રીતે આરજેડીમાં જોડાયો હતો. સીવાન જિલ્લાના કુખ્યાત ગુનેગાર મોહમ્મદ કૈફ પર હત્યા, અપહરણ, લૂંટ વગેરે જેવા 10 થી વધુ આરોપોનો સામનો કરવો પડે છે.મોહમ્મદ કૈફ પૂર્વ બાહુબલી સાંસદ શહાબુદ્દીનની નજીક હતો પરંતુ બાદમાં તેણે પોતાનું ગુનાહિત સામ્રાજ્ય સ્થાપ્યું.

હાલમાં મોહમ્મદ કૈફ જામીન પર જેલની બહાર છે. ભાજપે મોહમ્મદ કૈફના આરજેડીમાં સામેલ થવાને એક મોટો મુદ્દો બનાવવાનો નિર્ણય કર્યો છે અને પાર્ટી પણ તેને લઈને આક્રમક દેખાઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીના OBC મોરચાના રાષ્ટ્રીય મહાસચિવ નિખિલ આનંદે રાષ્ટ્રીય જનતા દળ પર આકરા પ્રહારો કર્યા છે. નિખિલ આનંદે કહ્યું છે કે, ‘RJDનું વિઝન અને મુખ્ય તત્વો હજુ પણ એક જ છે અને તે પોતાની જાતને લમ્પેન, ગુનાહિત અને વિકાસ વિરોધી ખરાબ તત્વોથી ક્યારેય અલગ કરી શકશે નહીં.’

નિખિલ આનંદે આરોપ લગાવ્યો કે તેજસ્વી શાર્પ શૂટરો સાથે રાજ્યમાં પ્રવાસ કરે છે અને ગુનેગારો સાથે સ્ટેજ શેર કરે છે. આનંદે આરોપ લગાવ્યો છે કે બિહારમાં બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પાછળ આરજેડીનું યોગદાન છે. ભાજપ આરજેડી પર ભત્રીજાવાદનો આરોપ લગાવી રહી છે. જ્યારે આરજેડી આ વાતને નકારી રહ્યું છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎