PM મોદીએ ISROને આપ્યું લક્ષ્યઃ 2035 સુધીમાં ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન, 2040 સુધીમાં ચંદ્ર પર માણસ

- 17 Oct, 2023
ભારતીય અંતરિક્ષ એજન્સી (ISRO) હવે ચંદ્રમા પર સફળ લેન્ડીંગ બાદ ગગનયાન મિશનમાં જોડાઇ ગયું છે જેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ તૈયારીઓની જાણકારી લેવા માટે અને અંતરિક્ષ પ્રયાસોની રૂપરેખા તૈયાર કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી. આ બેઠકમાં ઇસરો પ્રમુખ સિવાય ઘણા અધિકારીઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન ઇસરો ચીફે પીએમ મોદીને મિશન સાથે જોડાયેલી ઘણી જાણકારીઓ આપી હતી.
ત્યાં જ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇસરો પ્રમુખ અને અધિકારીઓને લક્ષ્ય આપતા કહ્યું કે, વર્ષ 2035 સુધીમાં ભારતીય અંતરિક્ષ સ્ટેશન અને 2040 સુધીમાં ચંદ્ર પર માણસોને મોકલવાનું લક્ષ્ય પૂર્ણ કરવા જણાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગગનયાનની પ્રથમ પ્રદર્શન ઉડાણની તૈયારીઓની સમીક્ષા કરી અને ઇસરોના વૈજ્ઞાનિકોને શુક્ર ઓર્બિટ મિશન, મંગલ લેન્ડર પર કામ કરવા કહ્યું હતું.
અંતરિક્ષ વિભાગે આ બેઠકમાં ગગનયાન મિશનને લઇ એક મોટી જાણકારી આપી હતી. જેમાં અત્યાર સુધીમાં વિક્સિત વિભિન્ન પ્રૌધોગિકિયો જેમ કે માનવ-રેટેડ લોન્ચ વાહન અને સિસ્ટમ યોગ્યતા સામેલ છે. આ દરમિયાન એવું નોટ કરવામાં આવ્યું કે, હ્યુમન રેટેડ લોંચ વ્હીકલ (HLVM3)ના 3 અનક્રૂડ મિશનો સહિત લગભગ 20 પ્રમુખ પરિક્ષણોની યોજના બનાવવામાં આવી છે. ક્રૂ એસ્કેપ સિસ્ટમ ટેસ્ટ વ્હીકલની પ્રથમ પ્રદર્શન ઉડાણ 21 ઓક્ટોબરે નિર્ધારિત છે. આ બેઠકમાં મિશનની તૈયારીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને 2025માં તેના લોન્ચની પુષ્ટિ કરવામાં આવી છે.