:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુ.ગુજરાતના પ્રવાસે 13,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ -શિલાન્યાસ

top-news
  • 21 Feb, 2024

વડાપ્રધાન  નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરી, 2024ના રોજ ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન, તેઓ ગુજરાત માટે અનેક વિકાસકાર્યોની ભેટ લઇને આવી રહ્યા છે, ત્યારે મહેસાણા ખાતે તેઓ વિવિધ વિભાગો હેઠળ ₹13,000 કરોડથી વધુના ખર્ચે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવા જઇ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ કાર્યક્રમ દરમિયાન મહેસાણા ખાતે ઉપસ્થિત રહેશે.

વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ અંતર્ગત વડાપ્રધાન ભારતનેટ ફેઝ-2 હેઠળ ₹2042 કરોડના ખર્ચે તૈયાર થયેલ ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્કનું લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટ અંતર્ગત, 22 જિલ્લાઓમાં ફેલાયેલા 35,264 કિલોમીટર ફાઇબર નેટવર્ક સાથે 8030 ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવી છે, જેમને 100 એમબીપીએસ સુધી હાઈસ્પીડ ઈન્ટરનેટની સુવિધા પ્રદાન કરવામાં આવી રહી છે. નેટવર્કમાં ખૂબ ઓછા અપગ્રેડેશન કરીને ઇન્ટરનેટની ગતિ ગ્રામપંચાયત દીઠ 1 જીબીપીએસ સુધી વધારી શકાય છે.

આ ઉપરાંત, વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ ગુજરાત બાયોટેક્નોલોજી યુનિવર્સિટીના મુખ્ય એકેડેમિક બિલ્ડીંગનું લોકાર્પણ, તેમજ હ્યુમન અને બાયોલોજિકલ સાયન્સ ગેલેરી અને ગિફ્ટ સીટી ખાતે ગુજરાત બાયોટેક્નોલોજીકલ રિસર્ચ સેન્ટરના નવા બિલ્ડીંગનું ખાતમુહુર્ત પણ કરવામાં આવશે. વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ ₹2500 કરોડથી વધુના ખર્ચે વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેસાણા ખાતે 2300 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા રેલવે વિભાગના 5 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટ્સમાં રાધનપુર-સમખિયાળી (134.30 કિમી) સેક્શન, મહેસાણા-જગુદણ (10.84 કિમી) સેક્શન, મહેસાણા-જગુદણ (10.89 કિમી) ન્યુ બ્રોડગેજ લાઇન, મહેસાણા-ભાંડુ મોટી દાઉ (8.89 કિમી) સેક્શન વગેરે પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. રાધનપુર-સમખિયાળી સેક્શન પાલનપુર-સમખિયાળી (247.73 કિમી) ડબલિંગનો ભાગ છે, જે કચ્છના રણ, જોધપુર, બિકાનેર, આબુ રોડ વગેરે જેવા પ્રવાસન સ્થળો વચ્ચે જોડાણને વેગ આપશે. આ પ્રોજેક્ટ્સના લોકાર્પણથી ગુજરાતના મહેસાણા, કચ્છ, બનાસકાંઠા, પાટણ અને અમદાવાદના લોકોને લાભ થશે.

વડાપ્રધાનના હસ્તે માર્ગ અને મકાન વિભાગ હેઠળ રાજ્ય માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ R&B), નેશનલ હાઇવે (NH) અને કેપિટલ પ્રોજેક્ટ ગાંધીનગરના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે, જેમાં ₹310 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને અંદાજિત ₹1400 કરોડથી વધુના વિકાસકાર્યોનું ખાતમુહુર્ત થશે. આમ, માર્ગ અને મકાન વિભાગના કુલ અંદાજિત ₹1700 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે.

બનાસકાંઠા જિલ્લાના થરાદ હાઇવે પર નાની ગામ ખાતે નિર્માણ પામી રહેલા એરફોર્સ સ્ટેશન ડીસા માટે અંદાજિત ₹394 કરોડના ખર્ચે રનવે તૈયાર કરવામાં આવ્યો છે, જેનું લોકાર્પણ આગામી 22 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનના હસ્તે થશે.

આ એરબેઝ એરબેઝ આંતરરાષ્ટ્રીય સરહદથી 130 કિમીના અંતરે સ્થિત છે, જે દેશના ડિફેન્સ માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે. ડીસા એરફિલ્ડની સ્થાપનાથી ભારતને પશ્ચિમ સરહદ પર જમીન અને સમુદ્ર પર એક સાથે કામગીરી કરવા માટે ભૌગોલિક રીતે સુરક્ષિત લોન્ચ પેડ મળશે. અમદાવાદ અને વડોદરાના મહત્વના આર્થિક કેન્દ્રોને એર ડિફેન્સ પ્રોવાઇડ કરવામાં ડીસા એરફિલ્ડ મહત્વપૂર્ણ બની રહેશે. GRIHA (ગ્રીન રેટિંગ ફોર ઇન્ટિગ્રેટેડ હેબિટાટ એસેસમેન્ટ)ના ધોરણોને અનુસરીને, પર્યાવરણને અનુકૂળ ટેકનોલોજી અને ગ્રીન ફિલ્ડના ખ્યાલોનો ઉપયોગ કરીને આ એરફોર્સ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

આ એરફોર્સ સ્ટેશનના નિર્માણથી કચ્છ અને દક્ષિણ રાજસ્થાન વિસ્તારોમાં આર્થિક સમૃદ્ધિ આવશે કારણ કે તે સ્થાનિકો માટે સારી રોજગારીની તકો ઊભી કરશે UDAN RCS થી રિજિયોનલ એર કનેક્ટિવિટી આપશે. આ એરફિલ્ડ ભારતને, મહત્વપૂર્ણ કંડલા બંદર તેમજ જામનગર ઓઈલ રિફાઈનરીથી પૂર્વમાં એર હેડ પ્રદાન કરીને તેની આર્થિક અને ઊર્જા આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં સક્ષમ બનાવશે અને આ વિસ્તારમાં HADR મિશન માટે લોન્ચ પેડ તરીકે પણ કામ કરશે.

જળ સંસાધન વિભાગ હેઠળ 1200 કરોડથી વધુના ખર્ચે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત થવા જઇ રહ્યું છે, જેમાં માધવગઢથી રાયગઢ પાઇપલાઇન અને થરાદથી સીપુ ડેમ પાઇપલાઇનનું લોકાર્પણ તેમજ બાલારામ-મલાણા પાઇપલાઇન અને સતલાસણા અને ખેરાલુ તાલુકાના તળાવો ભરવા માટેની પાઇપલાઇનના ખાતમુહુર્તનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 248 કરોડના ખર્ચે પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે.

આ ઉપરાંત, કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના 2100 કરોડથી વધુના બે પ્રોજેક્ટનું ખાતમુહુર્ત, હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)ના ₹1685 કરોડના ખર્ચે 2 પ્રોજેક્ટ્સનું ખાતમુહુર્ત તેમજ ઊર્જા મંત્રાલયના 612 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે.

ઉપર જણાવેલ વિકાસકાર્યો ઉપરાંત, અંદાજિત 507 કરોડના ખર્ચે શહેરી વિકાસ વિભાગના 9 કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત, અંદાજિત 108 કરોડના ખર્ચે IMD-પ્રવાસન વિભાગના 3 વિકાસકાર્યોનું ખાતમુહુર્ત તેમજ36 કરોડના ખર્ચે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ સમરસ ગ્રામ પંચાયતનું લોકાર્પણ પણ કરવામાં આવશે. આમ, મહેસાણા ખાતેથી વડાપ્રધાન  નરેન્દ્ર મોદી13,000 કરોડથી વધુના વિકાસકાર્યોની ગુજરાતની જનતાને ભેટ આપશે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎