:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

ગેંગસ્ટર મુખ્તાર અંસારીના ભાઈને મળી ચૂંટણીની ટિકિટ: સપાએ ગાઝીપુર બેઠક પરથી બસપાના સાંસદ અફઝલ અંસારીને ઉમેદવાર બનાવ્યા

top-news
  • 20 Feb, 2024

 ચુંટણીમાં પોતાના પક્ષનો વિજય થાય તે હેતુ થી પાર્ટીઓ અવનવી ફોર્મુલા અપનાવતા હોય છે,બીજી પાર્ટી સાથે ગઠબંધન કરીને પણ જીત મેળવવા માટેની તૈયારી કરતાં હોય છે, હાલ દેશના રાજકારણમાં પણ કઈક આવુંજ થઈ રહ્યું હોય એવું જૉવા મળી રહ્યું છે.ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીએ લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે.

આ યાદીમાં કુલ 11 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં સપાએ ગાઝીપુર લોકસભા બેઠક પરથી બસપાના સાંસદ અફઝલ અંસારીને ઉમેદવાર બનાવ્યા છે. અંસારીના કહેવા પ્રમાણે, ગાઝીપુરના લોકો 2024માં પણ તેમની સાથે છે.આ એ જ અફઝલ અંસારી છે, જેને થોડા સમય પહેલા ગેંગસ્ટર એક્ટ કેસમાં કોર્ટે સજા સંભળાવી હતી અને પછી તેને સાંસદ પદ પણ ગુમાવવું પડ્યું હતું.

તે ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા મુખ્તાર અંસારીના ભાઈ પણ છે. હાલમાં સપામાંથી ટિકિટ મળ્યા બાદ અફઝલ અંસારીનું વલણ પણ કડક બન્યું છે. તેમણે ચૂંટણી મેદાનમાં ઉતરવા માટે ગર્જના કરી છે.લોકસભા ચૂંટણીની ટિકિટ મળ્યા બાદ અફઝલે ભાજપ પર પ્રહાર કર્યો અને જીતનો દાવો કર્યો હતો.

અફઝલનું કહેવું છે કે આ વખતે તેઓ ઈતિહાસ રચશે. એમને સરકારી તંત્ર દ્વારા લૂંટવામાં આવ્યો છે પણ આ વખતે ચૂંટણી લડવા માટે તેઓ એમના બાપ-દાદાની જમીન વેચીને ચૂંટણી લડશે. આ વખતે મોદી ફેક્ટર અહીં કામ નહીં કરે. રામ મંદિર દરેકની આસ્થાનું પ્રતિક છે પરંતુ આ વખતે ભાજપને રામના નામનો લાભ નહીં મળે.

અફઝલ અંસારીના મોટા ભાઈ મુખ્તાર અંસારી માફિયા છે અને બાંદા જેલમાં બંધ છે. જોકે, મુખ્તાર અંસારી પોતે જેલની અંદરથી ચૂંટણી લડે છે અને સતત જીતી રહ્યો છે. 2022માં મુખ્તારે તેમની જગ્યાએ તેમના પુત્રને ટિકિટ આપી હતી અને તેઓ જીતવામાં સફળ પણ રહ્યા હતા.

અફઝલ અંસારીએ લોકસભા ચૂંટણી 2019માં ગાઝીપુરથી બીજેપીના મનોજ સિન્હાને હરાવ્યા હતા. ઉપરાંત તેમને ગેંગસ્ટર એક્ટ હેઠળ 4 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. જ્યારે તેમના ભાઈ મુખ્તારને 10 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎