:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

વડાપ્રધાન આજે કાશ્મીરની મુલાકાતે : 30.000 કરોડના કામોનું આજે લોકાર્પણ-શિલાન્યાસ...

top-news
  • 20 Feb, 2024

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મૂ કાશ્મીરની મુલાકાતે છે.  જમ્મુ -કશ્મીરના  પ્રવાસનું ખાસ કારણ ઘાટીનો વિકાસની સાથે  ઘાટીના લોકોને મોટી ભેટ આપવાની યોજના છે. ઘાટીમાં 370 કલમ હટાવ્યા બાદ વિકાસની ગતિમાં સતત વૃદ્ધિ જોવા મળી રહી છે. વિકાસ દર વધારવાની મોદી સરકારની મહત્વપૂર્ણ પહેલમાં કેન્દ્ર સરકાર દ્વારા જમ્મૂ કાશ્મીરને વધુ એક મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. વડાપ્રધાન મોદી પોતાના પ્રવાસ દરમિયાન બનિહાલથી સંગલદનના 48 કિલોમીટરના રસ્તા પર જમ્મૂ કાશ્મીરની પ્રથમ ઈલેક્ટ્રિક ટ્રેનને લીલીઝંડી બતાવશે.

વડાપ્રધાન બનિહાલ-ખડી-સુંબડ, સંગલદાન સેક્શન 48 કિલોમીટરની વચ્ચે નવી રેલવે લાઈનની આધારશિલા રાખશે, જેમાં 15,683 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. તે સિવાય બારામુલા-શ્રીનગર-બનિહાલ-સંગલદાન સેક્શનના વીજળીકરણનું ઉદ્ઘાટન કરશે. તેમાં 470.23 કરોડ રૂપિયાના ખર્ચથી 185.66 કિલોમીટર લાંબી રેલવે લાઈનનું નિર્માણ કરવામાં આવ્યુ છે. તેની સાથે સંગલદાન-બારામૂલાની વચ્ચે ટ્રેન સેવાને શ્રીનગર સ્ટેશનથી લીલીઝંડી બતાવશે.

બનિહાલ-ખડી-સુંબડ-સંગલદાન સેક્શન પર ટ્રેનની સ્પીડ પકડવી ઘણી રીતે મહત્વપૂર્ણ છે. આ રસ્તા પર બેલાસ્ટ લેસ ટ્રેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે મુસાફરોને સારી યાત્રાનો અનુભવ આપશે. તે સિવાય ખડી-સુંબડની વચ્ચે ભારતની સૌથી લાંબી પરિવહન સુરંગ ટી-50 (12.77કિ.મી) પણ આ સેક્શનમાં સ્થિત છે. રાષ્ટ્રને સમર્પિત આ રેલવે પરિયોજનાઓ કનેક્ટિવિટીમાં સુધારો કરશે, સાથે જ વિસ્તારના આર્થિક વિકાસમાં પણ વધારો કરશે.

બનિહાલ-સંગલદાનની વચ્ચે 48 કિલોમીટરનો રેલવે માર્ગ આજે સ્પીડ પકડશે. પીર પંજાબમાં યૂએસબીઆરએલ પરિયોજના પડકારજનક વિસ્તારથી થઈને પસાર થાય છે. પરિયોજનાનો ઉદ્દેશ્ય દેશના બાકી ભાગની સાથે હવામાન મુજબ આરામદાયક અને આર્થિક રીતે સારૂ પરિવહન નેટવર્ક ઉપલબ્ધ કરવાનું છે. કુલ 272 કિલોમીટર લાંબા યુએસબીઆરએલ પરિયોજનામાં 41,119 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

અત્યાર સુધી યુએસબીઆરએલ પરિયોજના 161 કિલોમીટર પર રેલ કામગીરી પહેલાથી જ ચાલુ છે. હાલ જમ્મૂ કાશ્મીરના બારામૂલા-બનિહાલ સેક્શન પર ડીઝલથી ચાલતી ટ્રેન ચાલે છે અને નવી લાઈન ચાલુ થવાની સાથે મુસાફર બારામૂલાથી સંગલદાન સુધી ટ્રેનમાં યાત્રા કરી શકશે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎