:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

સંભલમાં કલ્કિધામનો શિલાન્યાસ:PM મોદીનું સંબોધન સુદામા કૃષ્ણને પોટલીમાં કાંઈ આપત તો પણ ભ્રષ્ટાચારનો કેસ થાત

top-news
  • 19 Feb, 2024

​​​​​​વડાપ્રધાન મોદીએ આજે  યુપીના સંભલની મુલાકાત કરીને ત્યાં  વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે કલ્કિધામ મંદિરનો શિલાન્યાસ કર્યો ત્યાર બાદ તેમના લગભગ એક કલાકના રોકાણ દરમ્યાન તેમને ત્યાં સભાને સંબોધિત કરી . આ સભામાં ભાગ લેવા માટે આવનાર લગભગ 30000 લોકોની અહી વ્યવસ્થા કરવાં આવી છે.  સંભલમાં કલ્કિ ધામનું નિર્માણ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ કરી રહ્યા છે, જેમને હાલમાં કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. કોંગ્રેસમાં હતા ત્યારે તેઓ 1 ફેબ્રુઆરીએ પીએમ મોદીને મળ્યા હતા અને તેમને શ્રી કલ્કિધામના શિલાન્યાસ માટે આમંત્રણ આપ્યું હતું.

તેના માત્ર 10 દિવસ પછી, કોંગ્રેસે કૃષ્ણમને 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા. રવિવારે પીએમએ તેમના સંબોધનમાં કલ્કિધામના શિલાન્યાસ સમારોહનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે લખ્યું- સંભલનું શ્રી કલ્કિધામ દેશભરના ભક્તોની આસ્થાનું પ્રતિક છે. તમને અહીં એક દિવ્ય ભવ્ય મંદિરનો શિલાન્યાસ કરવાનું સૌભાગ્ય મળ્યું.આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી પારકાને પોતાના બનાવવાનું કામ કરી રહ્યા છે. જ્યારે,કેટલાક અભાગીયા નેતાઓ એવા પણ છે જેઓ પોતાના લોકોને પારકા બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે.

જન સંબોધન દરમ્યાન મોદી એ કહ્યું કે : આજે યુપીની ધરતી પરથી ભક્તિ અને આધ્યાત્મિકતાનો બીજો પ્રવાહ વહેવા આતુર છે. મને કલ્કિધામનો શિલાન્યાસ કરવાનું સૌભાગ્ય મળ્યુંતેઓ મને ઘણો આનંદ છે.પરંતુ આજે લોકો મંદિરમાં કરેલા દાનને પણ શંકાની દ્રષ્ટિથી જોવે છે. તેમણે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે આજનો જમાનો એવો બદલાઈ ગયો છે કે જો સુદામાએ પોટલીમાં ચોખા આપ્યા હોત અને વીડિયો જાહેર કર્યો હોત તો સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ થઈ હોત. કે ભગવાન કૃષ્ણ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે.

પીએમ મોદીએ ઈશારા દ્વારા વિપક્ષ પર પ્રહારો કર્યા. તેમણે દાન પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે આજનો જમાનો એવો બદલાઈ ગયો છે કે જો સુદામાએ પોટલીમાં ચોખા આપ્યા હોત અને વીડિયો જાહેર કર્યો હોત તો સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ થઈ હોત. કે ભગવાન કૃષ્ણ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે.

અમે મજબૂત અને સક્ષમ ભારતનું સપનું સાકાર કરવાના બધા પ્રયનતો કરીશું . ભગવાન કલ્કીના આશીર્વાદથી, સંકલ્પોની આ યાત્રા સમય પહેલા પૂર્ણ થશે. મોદી એ કહ્યું કે કર્મ કરતા રહો, ફળની ચિંતા કરશો નહીં એવું  કૃષ્ણે ગીતામાં કહ્યું છે.  ગીતામાં સંભવામિ યુગે-યુગે. આ વચન સાથે ભગવાને આ આદેશ આપ્યો છે. 

પી એમ આવાસ યોજના હેઠળ અમે 4 કરોડથી વધુ લોકોને પાકા ઘર અપાવ્યા , 11 કરોડ પરિવારોને શૌચાલય એટલે કે ઇજ્જતઘર, 2.5 કરોડ પરિવારોને વીજળી, 10 કરોડ પરિવારોને પાણીના કનેક્શન, 80 કરોડને મફત રાશન, 10 કરોડ મહિલાઓને સબસિડીવાળા સિલિન્ડર, 50 કરોડને આયુષ્માન કાર્ડ, 10 કરોડ ખેડૂતોને સન્માનનિધિ, કોરોના સમયગાળા દરમિયાન મફત વેક્સિન, સ્વચ્છ ભારત અભિયાન. આજે આખી દુનિયા તેના વખાણ કરી રહી છે. 10 વર્ષમાં કામોનો આ વિસ્તાર સમગ્ર  દેશવાસીઓના આશીર્વાદ ને કારણે જ શક્ય બન્યો છે. 

અર્થવ્યવસ્થાને મજબૂત કરી, ભારતે અંતરિક્ષમાં પણ તિરંગો લહેરાવ્યો. મોદી એ તેમના સંબોધન માં કહયુ કે દેશ પ્રથમ વખત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા સુધી પહોંચ્યો ઉપરાંત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર પ્રથમ દેશ બન્યો. વંદે ભારત અને નમો ભારત જેવી આધુનિક ટ્રેનો દોડી રહી છે. બુલેટ ટ્રેન દોડાવવાની તૈયારી ચાલી રહી છે. દેશમાં હાઈવે અને એક્સપ્રેસ વેની તાકાત છે. પ્રથમ વખત ભારતના નાગરિકને કોઈપણ દેશમાં હોય, તો પણ તેને ગર્વનો અનુભવ થાય છે. 

મોદીએ કહ્યું કે ભારત એક એવું રાષ્ટ્ર છે જે હારમાંથી પણ વિજય મેળવી શકે છે . આજે અમૃતકાળમાં ભારતના ગૌરવ અને પ્રગતિના બીજ અંકુરિત થઈ રહ્યા છે.
અમે ભવિષ્ય માટે તૈયાર રહેતા લોકો છીએ. હવે રામમંદિર ની સ્થાપના સાથે એક નવા યુગની શરૂઆત થઈ છે. પ્રમોદ કૃષ્ણમ આચાર્યજી કહેતા હતા કે 18 વર્ષની રાહ જોયા પછી આજે આ અવસર આવ્યો છે. કોઈપણ રીતે આચાર્યજી, ઘણા સારા કામો છે જે કેટલાક લોકોએ મારા માટે જ રાખ્યા છે. ભવિષ્યમાં જે પણ સારા કાર્ય બાકી રહેશે તે પૂર્ણ કરીશ.

મોદીએ કહ્યું- પ્રમોદજી કહી રહ્યા હતા કે ઘણા એકરમાં ફેલાયેલું આ વિશાળ ધામ ઘણી રીતે ખાસ બનવાનું છે. આ એક એવું મંદિર હશે, જેમાં 10 ગર્ભગૃહ હશે અને ભગવાનના તમામ 10 અવતારોને બિરાજમાન કરવામાં આવશે. આ અવતારોના માધ્યમથી આપણા શાસ્ત્રોએ માત્ર મનુષ્ય જ નહીં પરંતુ દૈવી અવતારોને પણ જુદા જુદા સ્વરૂપમાં રજૂ કર્યા છે. આપણે દરેક જીવનમાં ભગવાનની ચેતનાના દર્શન કર્યા છે. આપણે સિંહ, વરાહ અને કાચબામાં પણ ભગવાનનું સ્વરૂપ જોયું છે. આ ભગવાન વિષ્ણુના તમામ સ્વરૂપોની માન્યતાઓનું વ્યાપક છબી રજૂ કરશે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎