:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર,ધમકીઓ અને આગ: સરસ્વતી પૂજા મંડપમાં તોડફોડ કરી માતાની મૂર્તિ તોડી...

top-news
  • 16 Feb, 2024

બાંગ્લાદેશથી રોજ હિંદુઓ પર અત્યાચારના સમાચારો આવતા રહે છે. એવામાં ફરી એકવાર આવા જ સમાચારો સામે આવ્યા.જેમાં એક જગ્યાએ કેટલાક બદમાશોએ સરસ્વતી પૂજા મંડપ પર હુમલો કરીને માતાની મૂર્તિ તોડી નાખી હતી. જ્યારે એક કિસ્સામાં, કેટલાક ઇસ્લામવાદીઓએ હિંદુ પરિવારોને તેમના ઘર અને જમીન છોડી દેવાની ધમકી આપી હતી.

અન્ય એક કિસ્સામાં પણ સરસ્વતી પૂજા મંડપ તોડી પાડવાના મુદ્દે હિન્દુ અને મુસ્લિમ વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આટલું જ નહીં, એક વિસ્તારમાં કેટલાક બદમાશોએ એક હિન્દુના ઘરને આગ પણ લગાવી દીધી.

પહેલો કેસ બ્રાહ્મણબારિયા જિલ્લાના પાઈકપારા વિસ્તારનો છે. અહીં કેટલાક અજાણ્યા બદમાશોએ સરસ્વતી પૂજા મંડપ પર હુમલો કર્યો હતો. તેઓએ માતા સરસ્વતીની મૂર્તિ તોડી નાખી. આરોપ છે કે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. કોઈની ધરપકડ કરવામાં આવી ન હતી. જેના કારણે બાંગ્લાદેશના હિંદુઓમાં રોષ છે.

બીજી ઘટના પટુઆખલી જિલ્લાની છે. અહીં ઘુરચાકાઠી ગામમાં કેટલાક હિંદુ પરિવારોને બહાર કાઢવાની ધમકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઇસ્લામવાદીઓ મુહમ્મદ હારુન અને અલ અમીને હિન્દુ પરિવારોને તેમના ઘર અને જમીન છોડી દેવાની ધમકી આપી હતી. તેઓ પૈસાની માંગણી કરી રહ્યા છે. તેમને દેશ છોડી જવાની ધમકી આપી હતી.

ત્રીજી ઘટના દિનાજપુર જિલ્લામાંથી સામે આવી છે. અહીં કેટલાક મુસ્લિમ વિદ્યાર્થીઓએ બંશેરહાટ સ્થિત હાજી દાનેશ સાયન્સ એન્ડ ટેક્નોલોજી યુનિવર્સિટીમાં સરસ્વતી પૂજા મંડપમાં તોડફોડ કરી હતી. જેના કારણે હિંદુ અને મુસ્લિમ વિદ્યાર્થીઓ વચ્ચે નજીવી અથડામણ થઈ હતી.

ચોથી ઘટના બાંગ્લાદેશના ફિરોઝપુર જિલ્લામાંથી સામે આવી છે. અહીં કેટલાક અજાણ્યા બદમાશોએ ડુમુરીતલા શરિકાતલા યુનિયનમાં હિન્દુ ઘરોને આગ લગાવી દીધી હતી. જેના કારણે સમીર સાહ અને કાલા સાહના ઘરો રાખમાં ફેરવાઈ ગયા હતા. સમીર સાહની દીકરીના લગ્ન થોડા દિવસો પછી નક્કી છે. આ ઘટનામાં બધું બળીને ખાખ થઈ ગયું હતું.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎