:
Breaking News
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા. તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે.

ન્યુનતમ સમર્થન મુલ્યની ગેરંટીની માંગણી પર ખેડૂતો અડગ ત્રીજા રાઉન્ડની 5 કલાક ચાલેલી મંત્રણા નિષ્ફળ, રવિવારે ફરીથી વાટાઘાટો ...

top-news
  • 16 Feb, 2024

ચંદીગઢમાં લગભગ 5 કલાકની બેઠક બાદ કેન્દ્રીય મંત્રીઓ અને ખેડૂત નેતાઓ વચ્ચેની મંત્રણા સમાપ્ત થઈ હતી. ઉલ્લેખનીય છે કે ખેડૂત નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે વાટાઘાટો થઈ હતી પરંતુ કોઈ બાબત પર સહમતિ સધાઈ નથી. જો કે, ઘણા મુદ્દાઓ પર મંત્રણા આગળ ધપાવવાના અને મંત્રણા સકારાત્મક રહેવાના સંકેતો મળ્યા છે. આ અંગે રવિવારે બીજી બેઠક મળશે.

ખેડૂતો સાથેની બેઠક અંગે કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ જણાવ્યું હતું કે, “ખૂબ જ સારા વાતાવરણમાં સકારાત્મક ચર્ચા થઈ અને ખેડૂત સંગઠનોએ જે મુદ્દાઓ તરફ ધ્યાન દોર્યું છે તેને ધ્યાનમાં લઈને આગામી તારીખે વિગતવાર ચર્ચા કરવામાં આવશે, એટલે કે રવિવારે સાંજે.” અમે ફરીથી 6 વાગ્યે ચર્ચા ચાલુ રાખીશું.”,આ બેઠકમાં અર્જુન મુંડા, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ અને ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય હાજર હતા. આ સિવાય પંજાબના સીએમ ભગવંત માન પણ બેઠકમાં સામેલ થયા હતા.

પંજાબના સીએમ ભગવંત માને કહ્યું કે બેઠકમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ. પંજાબના ખેડૂતો આ મામલે ખૂબ જ પ્રભાવિત છે. તેથી, રાજ્યના વડા હોવાના કારણે, આ બેઠકમાં તેમનો પક્ષ રજૂ કરવાની મારી ફરજ છે. બેઠકમાં તમામ મુદ્દાઓ પર હકારાત્મક ચર્ચાઓ થઈ હતી. અમે બેઠકમાં પંજાબ સરકાર સાથે સંબંધિત મુદ્દાઓ પણ ઉઠાવ્યા, ખાસ કરીને કેન્દ્ર સરકાર કે જેણે અમારા ત્રણ જિલ્લામાં ઈન્ટરનેટ બંધ કરી દીધું છે.

વિદ્યાર્થીઓની પરીક્ષાઓ છે, આવી સ્થિતિમાં તેમને ઓનલાઈન અભ્યાસ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અમે બેઠકમાં પૂછ્યું કે ખેડૂતો સરહદ પર બેઠા છે તો અમારા વિસ્તારોમાં ઇન્ટરનેટ બંધ કરવાની શું જરૂર હતી?સીએમએ કહ્યું કે, અમે પંજાબ બોર્ડર પર અમારા ખેડૂતો પર ડ્રોનથી ટીયર ગેસના શેલ છોડવા સામે પણ વાંધો ઉઠાવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે અમારા ખેડૂતો સાથે ઓરમાયું વર્તન ન કરવું જોઈએ.

શંભુ બોર્ડર પર મોડીરાત્રે પોલીસ નાકામાં ફસાયેલ ટ્રેકટરને લઈને પોલીસ અને ખેડૂતો વચ્ચે બબાલ થઈ હતી. પોલીસે આંસુ ગેસ અને રબરની બુલેટનો પ્રયોગ કરતા બબાલ મચી ગઈ હતી. આંદોલનના ત્રીજા દિવસે પણ પોલીસ અને ખેડૂતો વચ્ચેની વાટાઘાટો નિષ્ફળ ગઈ હતી. હવે રવિવારે ફરી વાટાઘાટ થઈ શકે છે.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ શંભુ બોર્ડર પર મોડીરાત્રે ફસાયેલા ટ્રેકટરને લઈને ખેડૂત અને પોલીસ વચ્ચે ટકરાવ થયો હતો. ત્યારબાદ પોલીસે ટીયરગેસના સેલ છોડયા હતા તો ખેડૂતોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. એક કલાકના તનાવ બાદ ખેડૂતો પાછા હટ્યા હતા. પોલીસે રબરની ગોળી ચલાવતા તે નિહંગ શિખની પીઠમાં લાગતા તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવો પડયો હતો.

ઉલ્લેખનીય છે કે, રાત્રીના સમયે પોલીસનાકાથી થોડે દૂર ફસાયેલા ટ્રેકટરને પરત લેવા માટે કેટલાક ખેડુતો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે તેમને સુરક્ષાદળોએ નજીક આવવાની મનાઈ કરી હતી. ત્યારે ખેડુતો નહીં માનતા આ બબાલ પેદા થઈ હતી. આ બબાલ એક કલાક સુધી ચાલી હતી. જો કે ખેડુતો ટ્રેકટરને કાઢી નહોતા શકયા.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎