:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

એલોન મસ્કનું અવકાશયાન હવે ચંદ્ર પર : SpaceX કંપનીના મૂન લેન્ડરને ચંદ્રની ભ્રમણકક્ષામાં મોકલ્યું

top-news
  • 16 Feb, 2024

 ચંદ્રયાન-3ના ચંદ્ર પર ઉતરાણ સાથે, ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક સોફ્ટ લેન્ડિંગ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. જે બાદ હવે એલોન મસ્કની કંપની પણ ચંદ્ર પર અવકાશયાન લેન્ડ કરવા જઈ રહી છે. SpaceX એક ખાનગી કંપનીના મૂન લેન્ડરને ચંદ્રની ભ્રમણકક્ષામાં મોકલ્યું છે.

ભારતના ચંદ્રયાન સાથે ઈતિહાસ રચ્યા બાદ હવે એલન પણ ચંદ્ર પર અવકાશયાન ઉતારવાની તૈયારી કરી રહ્યા છે. હકીકતમાં, ચંદ્રયાન-3ના ચંદ્ર પર ઉતરાણ સાથે, ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક સોફ્ટ લેન્ડિંગ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. એલોન મસ્ક પણ ભારતની આ ઐતિહાસિક સફળતાના ચાહક બની ગયા છે. જેના કારણે હવે તેમની કંપની ચંદ્ર પર અવકાશયાન લેન્ડ કરવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે, સ્પેસએક્સે એક ખાનગી કંપનીના મૂન લેન્ડરને ચંદ્રની કક્ષામાં મોકલ્યું છે. આ કંપનીનું નામ Intuitive Machines છે, જે હ્યુસ્ટન સ્થિત છે.

પ્રથમ ખાનગી મૂન લેન્ડર ફ્લોરિડાના કેપ કેનાવેરલથી લોન્ચ કરવામાં આવ્યું છે. તેનું નામ ઓડીસિયસ લેન્ડર છે, તેને IM-1 લેન્ડર પણ કહેવામાં આવી રહ્યું છે. તેને લોન્ચ કરવા માટે SpaceX Falcon 9 રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એવી અપેક્ષા છે કે તે 22 ફેબ્રુઆરીએ ચંદ્રના દક્ષિણ ધ્રુવ એટલે કે ભારતના વિક્રમ લેન્ડર સુધી પહોંચશે. જો બધું બરાબર રહ્યું તો આ પહેલીવાર બનશે જ્યારે કોઈ ખાનગી કંપની ચંદ્ર પર અવકાશયાન સફળતાપૂર્વક લેન્ડ કરશે.

આ લેન્ડર નાસાના કોમર્શિયલ પ્રોગ્રામ – લુનર પેલોડ સર્વિસ હેઠળ બનાવવામાં આવ્યું છે. તેના લોન્ચિંગ માટે, NASA એ Intuitive Machines સાથે $118 મિલિયન (લગભગ રૂ. 980 કરોડ) નો સોદો કર્યો હતો. તમને જણાવી દઈએ કે, અગાઉ આ મિશન 14 ફેબ્રુઆરીએ લોન્ચ થવાનું હતું, પરંતુ વિન્ડો ફ્યુઅલ (મીથેનના તાપમાનમાં ફેરફાર)ની સમસ્યાને કારણે તે થઈ શક્યું ન હતું. આ પછી તેને 15 ફેબ્રુઆરીએ લોન્ચ કરવામાં આવ્યું હતું. જો પ્રક્ષેપણ સફળ રહેશે તો આ લેન્ડર 22 ફેબ્રુઆરીએ ચંદ્રની સપાટી પર ઉતરશે. IM-1 Odysseus Private Lunar Lander એ કુલ 16 દિવસનું મિશન છે. ચંદ્રની સપાટી પર ઉતર્યા બાદ તે 7 દિવસ સુધી કામ કરશે.

જ્યારે ભારતનું ચંદ્રયાન ચંદ્ર પર ગયું ત્યારે સ્પેસએક્સ કંપનીના માલિક એલોન મસ્ક કે જેઓ વિશ્વના ટોચના અબજોપતિઓમાં સામેલ છે, તેમણે ટ્વીટનો જવાબ આપતા કહ્યું કે ભારતે તેનું સ્પેસક્રાફ્ટ ચંદ્ર પર મોકલ્યું છે જેનું બજેટ ફિલ્મ ઈન્ટરસ્ટેલર કરતા પણ ઓછું છે. ભારતના ચંદ્રયાન-3 મિશનનું બજેટ આશરે રૂ. 620 કરોડ ($75 મિલિયન) હતું જ્યારે ઇન્ટરસ્ટેલરનું બજેટ $165 મિલિયન હતું. મસ્કે કહ્યું કે આ ભારત માટે સારું છે.આ એ જ મસ્ક છે જેણે હજારો ઉપગ્રહોથી માંડીને મંગળ પર વસાહત સ્થાપવા સુધીની ભવ્ય યોજના બનાવી છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎