:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

ફારૂક : લોકસભા-વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડીશું કોઈપણ પાર્ટી સાથે જોડાણ નહીં,INDIA ગઠબંધનને વધુ એક ફટકો

top-news
  • 15 Feb, 2024

લોકસભા ચૂંટણી પહેલા INDIA ગઠબંધનને એકબાદ એક ફટકા પડી રહ્યા છે. પહેલા દિગ્ગજ નેતાએ નીતિશ કુમારે INDIA ગઠબંધન છોડ્યા બાદ હવે અન્ય એક  દિગ્ગજ નેતાનું નિવેદન સામે આવ્યું છે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના ચીફ ફારૂક અબ્દુલ્લાએ NDA ગઠબંધનમાં સામેલ થવાના સંકેત આપ્યા છે.

મીડિયા સાથે વાત કરતા ફારુકે સ્પષ્ટ કર્યું છે કે, તેઓ કોઈપણ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે. તેમની પાર્ટી નેશનલ કોન્ફરન્સ જમ્મુ-કાશ્મીરમાં એકલા હાથે ચૂંટણી લડશે. ફારુકે શ્રીનગરમાં કહ્યું, "હું સમજું છું કે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એકસાથે યોજાશે. જ્યાં સુધી સીટ શેરિંગ ફોર્મ્યુલાનો સવાલ છે, નેશનલ કોન્ફરન્સ એકલા હાથે ચૂંટણી લડશે અને તેને લઈ કોઈ શંકા નથી.

આ સાથે તેમણે કહ્યું કે, ફારુક અબ્દુલ્લાએ કહ્યું છે કે, દેશના નિર્માણ માટે મારે જે પણ કરવું પડશે તે કરીશ. વડાપ્રધાન અને ગૃહમંત્રીને મળવાના પ્રશ્ન પર તેમણે કહ્યું કે, જ્યારે તેઓ બોલાવે તો કોણ વાત કરવા ન માંગે ? નેશનલ કોન્ફરન્સના ચીફ ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે, અમે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડીશું.

કોઈપણ પક્ષ સાથે લડશે નહીં. NDAમાં સામેલ થવા અંગે તેમણે કહ્યું કે, અમે ભવિષ્યમાં NDAમાં જોડાવાની શક્યતાને નકારી શકીએ નહીં. તેમણે કહ્યું કે, INDIA ગઠબંધન માં સીટ શેરિંગ પર વાતચીત નિષ્ફળ ગઈ, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎