રાજ્યસભા માટે કોંગ્રેસે કર્યા નામ જાહેર : કર્ણાટક, મધ્યપ્રદેશ અને તેલંગાણાથી ઉમેદવારી નોંધાવશે ...
- 14 Feb, 2024
દેશના 15 રાજ્યોની 56 રાજ્યસભા બેઠકો ખાલી થવા જઈ રહી છે,તેથી બધી રાજકીય પાર્ટીઓ કોંગ્રેસ, ભાજપ સહિતના પક્ષોએ ઉમેદવારોના નામની જાહેરાતો કરવાની શરૂઆત કરી દીધી છે, ત્યારે હવે ભાજપ બાદ કોંગ્રેસે પણ આજે કર્ણાટક, મધ્યપ્રદેશ અને તેલંગાણામાંથી રાજ્યસભાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
પાર્ટીએ કર્ણાટકમાંથી અજય માકન , ડૉ. સૈયદ નસીર હુસૈન, જી.સી.ચંદ્રશેખર ને રાજ્યસભાની ટિકિટ આપી છે. જ્યારે મધ્યપ્રદેશથી અશોક સિંહને ઉમેદવાર બનાવ્યા છે. તેલંગાણાથી રેણુકા ચૌધરી અને એમ અનિલ કુમાર યાદવને ટિકિટ અપાઈ છે.
ચૂંટણી પંચે દેશના 15 રાજ્યોની 56 રાજ્યસભા બેઠકોની ચૂંટણી જાહેરાત કરી હતી. પંચના જણાવ્યા મુજબ રાજ્યસભાની ચૂંટણી માટે 8 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારીપત્ર દાખલ કરાશે અને 20 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવાર પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચી શકે છે, જ્યારે 27 ફેબ્રુઆરીએ મતદાન અને મતગણતરી બંને હાથ ધરાશે.
રાજ્યસભાના 50 સભ્યોનો કાર્યકાળ બે એપ્રિલે જ્યારે 6 સભ્યોનો કાર્યકાળ ત્રણ એપ્રિલે સમાપ્ત થતો હોવાથી ચૂંટણી પંચે ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. રાજ્યસભાની ચૂંટણી જે રાજ્યોમાં યોજાવાની છે તેમાં આંધ્રપ્રદેશ,બિહાર , છત્તિસગઢ , ગુજરાત , હરિયાણા , હિમાચલપ્રદેશ , કર્ણાટક , મધ્યપ્રદેશ , મહારાષ્ટ્ર, તેલંગણા , ઉત્તરપ્રદેશ , ઉત્તરાખંડ , પશ્ચિમ બંગાળ , ઓડિશા, રાજસ્થાનનો સમાવેશ થાય છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ