:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

વસંત પંચમીએ અબુધાબીમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા શરૂ : સંધ્યા સમયે લોકાર્પણ માં વડાપ્રધાન મોદી હાજર ...

top-news
  • 14 Feb, 2024

અબુ ધાબીના ઐતિહાસિક BAPS હિન્દુ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા અને લોકાર્પણનો અવસર સમગ્ર વિશ્વ માટે સંવાદિતા, સ્નેહ અને સહિષ્ણુતાનો સંદેશ લઈને આવી રહ્યો છે. બીએપીએસ દ્વારા નિર્મિત આ મંદિર બેહદ વિરાટ અને ભવ્ય છે. ૧૪મી ફેબ્રુઆરી એ તેની  પ્રાણ-પ્રતિષ્ઠા થવાની છે.

આ દિવસ વસંત પંચમીનો છે. માતા સરસ્વતીના પ્રાદુર્ભાવનો પ્રથમ દિવસ છે.BAPS સ્વામિનારાયણ સંસ્થાએ પોતાની અદભુત મેનેજમેન્ટ ક્ષમતા અને પવિત્ર હેતુ સાથે આ મંદિર નિર્માણ કર્યું છે. આજે એટલે કે તારીખ 14 ફેબ્રુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ, ભારતીય સમય પ્રમાણે સવારે 8:45 પછી શરૂ થઈ હતી. જ્યારે  સંધ્યા સમયે લોકાર્પણ સમારોહ ભારતીય સમય પ્રમાણે સાંજે 6 થી 9:50 દરમિયાન યોજાશે. આજે BAPS મંદિરમાં મહંત સ્વામીના હસ્તે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઇ હતી . 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૩ અને ૧૪મી તારીખે યુએઈની મુલાકાતે છે. તેઓ 13 જાન્યુઆરીએ દુબઈ પહોંચ્યા હતા. અહીં તેઓ રાષ્ટ્રપતિ ઝાયેદ અલ નાહયાનને મળ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ. જ્યારે બુધવાર, ૧૪ ફેબ્રુઆરી દિવસે 27 એકરમાં ફેલાયેલા પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ધાટન કરશે. આ મંદિરનું નિર્માણ બોચાસણ નિવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા એટલે કે BAPS દ્વારા કરવામાં આવ્યું છે.

તેની કિંમત 700 કરોડ રૂપિયા છે. તે પછી ત્યાં ઉપસ્થિત ભારતીયોને વડાપ્રધાન સંબોધિત કરશે. આ કાર્યક્રમનું નામ જ 'અહવાન-મોદી' છે. તેનો અર્થ છે 'મોદીનું સ્વાગત'. જો કે આ કાર્યક્રમ પૂર્વે આજે યુએઈમાં ભાગ્યે જ થતી તેવી જોરદાર વર્ષા થઇ રહી છે. આમ છતાં ત્યાં વસતા ભારતીય વંશના લોકોના ઉત્સાહમાં કોઈ ઉણપ આવી નથી. તેઓનો ઉત્સાહ જોરદાર રહ્યો છે. મંગળવારે થયેલી ભારે વર્ષાને લીધે ટ્રાફિક જામ અને જલ-ભરાવ થઈ રહ્યો છે.

મિડીયા રિપોર્ટસ પ્રમાણે અબુ ધાબીના જાયદ સ્પોર્ટસ સિટી સ્ટેડીયમમાં આ કાર્યક્રમની તૈયારી થઈ રહી છે. કાર્યક્રમ સાથે સંકળાયેલા અધિકારીનું કહેવું છે કે પહેલા તો ૮૦,૦૦૦ લોકો ઉપસ્થિત રહેવાના હતા પરંતુ વરસાદને લીધે ૩૫ હજાર જેટલો સમુદાય ઉપસ્થિત રહેશે તેમ માનવામાં આવે છે. આ કાર્યક્રમ માટે વિધિવત રજિસ્ટ્રેશન રાખ્યું હતું. ૬૦ હજાર લોકોએ રજિસ્ટ્રેશન પણ કરાવ્યું હતું. પરંતુ હવે 'ભારતીય સંસ્કૃતિ'ના બહુરંગી કાર્યક્રમમાં ભાગ લેનારા સહિત ૩૫ થી ૪૦ હજાર લોકો હાજર રહેશે તેમ મનાય છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎