:
Breaking News
નેપાળના પ્લેન ક્રેશનો VIDEO: આગનો ગોળો બની ગયું વિમાન, જુઓ LIVE વીડિયો; ટેક ઓફ થતાની સાથે જ ભડભડ સળગ્યું. નેપાળમાં પ્લેન ક્રેશ: કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશન એરપોર્ટ પર ટેક ઓફ કરવા જતું પ્લેન ક્રેશ, 18નાં મોત. સંસદની કાર્યવાહી શરૂ થતા જ હોબાળો: બજેટના વિરોધમાં વિપક્ષી સાંસદ કરી રહ્યાં છે નારેબાજી, સ્પીકર ઓમ બિરલાએ વ્યક્ત કરી નારાજગી. NEET-UG પરીક્ષામાં ગેરરીતિનો મામલો: સુપ્રીમ કોર્ટે કહ્યું- પરીક્ષા ફરી વખત નહીં લેવાય, ફ્રોડના પુરાવા પુરતા નથી. બજેટની પ્રત્યેક વિગતો મુદ્દા સહિત: પ્રથમ નોકરીવાળાને 15 હજાર, 1 કરોડ મકાન, ટેક્સ છૂટ; વાંચો નિર્મલાના પટારામાંથી શું-શું નીકળ્યું ?. બજેટના દિવસે શેરબજારમાં કડાકો: લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વધારાતા માર્કેટ રીસાયું; સેન્સેક્સ 900 અંક ઘટ્યો, નિફ્ટીએ 24250નું લેવલ તોડ્યું. બજેટ આ રીતે કરશે તમારા ખિસ્સાને અસર: એક સેકન્ડમાં જાણી લો શું થયું મોઘું અને શું થયું સસ્તું ?. બજેટે આપી બિઝનેસ કરવાની ઉત્તમ તક: બિઝનેસ માટે લોન મેળવવા આ રીતે કરો અરજી, સરકાર કરશે આટલા લાખ રૂપિયા સુધીની સહાય. બજેટ પહેલા નીતિશના આ શબ્દોનો શું અર્થ ?: નીતિશ કુમારે કહ્યું- બધી વસ્તુઓની ધીરે-ધીરે ખબર પડશે, શું નીતિશ મોદી સરકારને ચાલવા દેશે કે પછી ટેકો પાછો ખેંચશે ?. બજેટ પૂર્વે આર્થિક સર્વે રજૂ: ઉદ્યોગ જગતને કેન્દ્ર સરકાર ઈલેક્ટ્રિક વ્હિકલ્સની નીતિઓમાં સુધારો કરશે તેવી અપેક્ષા, શું બજેટ પછી ઈલેક્ટ્રિક વ્હિકલ્સ ભાવ ઘટશે?.

બિહારમાં આજે નીતિશની કસોટી : સીએમ નીતિશ : ચિંતા કરવાની જરૂર નથી. અમારી પાસે બહુમતી છે...

top-news
  • 12 Feb, 2024

બિહારમાં 12 ફેબ્રુઆરી યોજાનાર ફ્લોર ટેસ્ટ પહેલા જનતા દળ યુનાઇટેડ અને રાષ્ટ્રીય જનતા દળ બંને તેમના ધારાસભ્યોને એક કરવાનો દાવો કરી રહ્યા છે. ફ્લોર ટેસ્ટ પહેલા JDUએ 11 ફેબ્રુઆરી ધારાસભ્ય દળની બેઠક બોલાવી હતી. તેમના માટે ચિંતાનો વિષય છે કે પાર્ટીના ત્રણ ધારાસભ્યો બેઠકમાં હાજર રહ્યાન હતા.

બેઠકમાં હાજરન રહેનારા જેડીયુના ધારાસભ્યોમાં રૂપૌલીના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી બીમા ભારતી, સુરસંડના ધારાસભ્ય દિલીપ રે અને બરબીઘાના ધારાસભ્ય સુદર્શન કુમારનો સમાવેશ થાય છે. આ પહેલા 10 ફેબ્રુઆરી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સના છ ધારાસભ્યો મંત્રી શ્રવણ કુમારના ઘરે આયોજિત બેઠકમાં હાજર રહ્યાન હતા.

જો કે, જેડીયુના મંત્રી વિજય કુમાર ચૌધરીએ ત્રણેય ધારાસભ્યોની ગેરહાજરીને બહુ મહત્વ આપ્યુંન હતું અને કહ્યું હતું કે આ બેઠકમાં તેમની ગેરહાજરી અંગે તેમણે પાર્ટીને જાણ કરી હતી. તેમણે કહ્યું, “બે-ત્રણ ધારાસભ્યો બેઠકમાં આવ્યાન હતા, પરંતુ તેઓએ પાર્ટીને જાણ કરી હતી. તે બધા સવાર સુધીમાં અહીં આવી જશે. અમારી (NDA)ની સંખ્યા 128 છે અને અમે તેને સાબિત કરીશું.

બેઠક બાદ સીએમ નીતિશ કુમારે કહ્યું કે ચિંતા કરવાની કોઈ વાત નથી. અમારી પાસે બહુમતીના આંકડા છે. જેડીયુના ધારાસભ્યોએ આવતીકાલે ગૃહમાં નમ્ર રહેવું જોઈએ. બીજી તરફ આરજેડીના તમામ 79 ધારાસભ્યો તેજસ્વી યાદવના સત્તાવાર નિવાસસ્થાને રોકાયા છે. કોંગ્રેસના ધારાસભ્યોને પણ સીધા હૈદરાબાદથી તેજસ્વી યાદવના ઘરે પહોંચવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

જેડીયુએ શનિવારે નવી રચાયેલી સરકારના વિશ્વાસ મત દરમિયાન પક્ષના તમામ ધારાસભ્યોની હાજરી સુનિશ્ચિત કરવા માટે વ્હીપ જાહેર કર્યો હતો. જેડીયુના ચીફ વ્હીપ શ્રવણ કુમારે કહ્યું કે વ્હીપનું ઉલ્લંઘન કરનારાઓ તેમનું સભ્યપદ ગુમાવશે.

અંગત કામ માટે દિલ્હી આવેલા JDU ધારાસભ્ય શાલિની મિશ્રાએ કહ્યું કે તેમણે પાર્ટી નેતૃત્વને જાણ કરી હતી કે તેઓ દિલ્હીમાં રહેશે અને હવે તે બિહાર પરત આવી ગયા છે. તેમણે કહ્યું કે જેડીયુનો કોઈ ધારાસભ્ય નજરકેદ નથી અને તે પાર્ટી સાથે છે. 

નિતિશ કુમાર રવિવારે પાર્ટી ધારાસભ્યોની બેઠક માટે રાજ્ય મંત્રી વિજય કુમાર ચૌધરીના ઘરે પહોંચ્યા હતા. ફ્લોર ટેસ્ટ પહેલા બે દિવસ માટે બોધગયાના એક રિસોર્ટમાં શિફ્ટ કરાયેલા ભાજપના ધારાસભ્યો પણ રવિવારે સાંજે પટના પહોંચ્યા હતા.

પટના એસપી ચંદ્ર પ્રકાશ એસડીએમ સાથે રવિવારે મોડી રાત્રે તેજસ્વી યાદવના ઘરે પહોંચ્યા હતા. ત્યાં એટલે બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવના નિવાસ સ્થાને આરજેડી અને I.N.D.I.A ગઠબંધનના સાથીઓ ક્રિકેટ રમતાં નજરે પડ્યા દ્રશ્ય જૉઇને એવું લાગ્યું કે નીતીશ કુમાર સરકારના ફ્લોર ટેસ્ટ પહેલાં આરજેડી, કોંગ્રેસના નેતાઓ હળવા મૂડમાં છે. 

એવામાં આરજેડી ધારાસભ્ય ચેતન આનંદના ભાઈએ ફરિયાદ નોંધાવી છે કે તેમના ભાઈનું આરજેડી નેતાઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. જો કે, ચેતન આનંદે પોલીસને કહ્યું કે તે પોતાની મરજીથી ત્યાં ગયા  હતા. જેના પછી પોલીસ પરત આવી પરંતુ તેના કારણે મોડી રાત સુધી તેજસ્વીના ઘરની સામે ડ્રામા ચાલ્યો હતો.   

બિહાર વિધાનસભામાં કુલ 243 સીટો છે. અહીં બહુમતીનો આંકડો 122 છે. હાલમાં NDA પાસે 128 ધારાસભ્યો છે. તેમાંથી ભાજપ પાસે 78 બેઠકો છે, જેડીયુ પાસે 45 બેઠકો છે, હિન્દુસ્તાની અવામ મોરચા (એચએએમ) પાસે 4 બેઠકો છે અને એક અપક્ષ ધારાસભ્ય સુમિત સિંહ પણ છે. જ્યારે વિપક્ષની વાત કરીએ તો આરજેડીના 79, કોંગ્રેસના 19, સીપીઆઈ (એમએલ)ના 12, સીપીઆઈ (એમ)ના 2, સીપીઆઈના 2 ધારાસભ્યો છે. આ રીતે વિપક્ષ પાસે કુલ 114 ધારાસભ્યો છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎