પાકિસ્તાન 191 રનમાં ઓલઆઉટ, બુમરાહ-સિરાજ-હાર્દિક-કુલદીપ-જાડેજાની 2-2 વિકેટ, બાબર આઝમની ફિફ્ટી

- 14 Oct, 2023
ભારત-પકિસ્તાન વચ્ચે ચાલી રહેલા હાઈવોલ્ટેજ મેચમાં પાકિસ્તાન આખી ટીમ 191માં ઓલઆઉટ થઈ ગઈ છે. પાકિસ્તાનની ટીમમાં એક માત્ર બેટર બાબર આઝમએ 50 રન કર્યા હતા. પાકિસ્તાનની ટીમની શરુઆત સારી રહી હતી. એક તબ્બકે ટીમનો સ્કોર 154 રન પર 2 વિકેટ હતી.
પાકિસ્તાનને પહેલો ઝટકો સિરાજે અપાવ્યો હતો. તેણે અબ્દુલ્લાહ શફીકને LBW આઉટ કર્યો હતો. આ પછી હાર્દિક પંડ્યાએ શાનદાર બેટિંગ કરી રહેલા ઈમામ ઉલ હકને આઉટ કર્યો હતો. ઈમામે 36 રન બનાવ્યા હતા. કેપ્ટન બાબર આઝમ 50 રન બનાવીને આઉટ થયો હતો. સિરાજે બીજી સફળતા મેળવતા તેને બોલ્ડ કર્યો હતો. કુલદીપે એક જ ઓવરમાં બે વિકેટ ઝડપી હતી. તેણે પહેલા સઉદ શકીલ અને પછી ઇફ્તિખાર અહેમદને આઉટ કર્યો હતો.
બુમરાહે પણ મહત્ત્વની વિકેટ લીધી હતી. તેણે 49 રને રમી રહેલા મોહમ્મદ રિઝવાનને આઉટ કર્યો હતો. જસપ્રીત બુમરાહે બીજી વિકેટ લેતા શાદાબ ખાનને બોલ્ડ કર્યો હતો. હાર્દિકે મોહમ્મદ નવાઝને પેવેલિયન ભેગો કર્યો હતો.