:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

લોકો માટે સારા કામ કરો અને જેલમાં જાઓ, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની વેદના

top-news
  • 01 Jan, 2024

નવા વર્ષ પુર્વે જ વિપશ્યાના શિબિરમાં હાજરી આપીને આવ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તા.3ના રોજ પાટનગરના શરાબકાંડ મુદે એન્ફોર્સમેન્ટ ડિરેકટર સમક્ષ હાજર થવાનું છે તે પુર્વે તેઓએ પક્ષની રાષ્ટ્રીય કારોબારી અને નેશનલ કાઉન્સીલની બેઠકમાં તેઓ જેલ જવા તૈયાર હોવાનો સંકેત આપી દીધો હતો.

કેજરીવાલે પોતાના સંબોધનમાં કહ્યું કે, પક્ષે કામ આધારીત રાજકારણના કારણે લોકોના મત મેળવ્યા છે અને આપણે જે લોકોના ભલા માટેનો માર્ગ પસંદ કર્યો છે તેના કારણે જેલમાં જવું પડશે. વર્ચ્યુઅલ યોજાયેલી આ બેઠકમાં તેમણે કહ્યું કે જો આપણે લોકોના સારા માટે કામ ન કર્યુ હોત તો આપણો કોઈ નેતા જેલમાં ગયો ન હોત અને આરામથી પોતાના કુટુંબ સાથે રહેતા હોત.

તેમણે કહ્યું કે જો તમે લોકોના બાળકો માટે સારુ શિક્ષણ આપો તો તમારે જેલમાં જવું પડે. જો તમો ગરીબોને મફત ઈલાજ સારવાર આપો તો તમારે જેલમાં જવું પડે. આપણે જેલમાં જવાનો માર્ગ પસંદ કર્યો છે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ તા.4થી કેજરીવાલના ટેકામાં મે ભી કેજરીવાલ જનસંવાદ કેમ્પેઈન યોજવાની તૈયારી કરી છે તે દિલ્હીભરમાં યોજાશે.