:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

મિત્રને આપેલું વચન પૂરુ કરવા ગુજરાતના નાનકડા ગામમાં આવી પહોંચ્યા ક્રિકેટર સુનીલ ગાવસ્કર

top-news
  • 28 Nov, 2023

મિત્રને આપેલા વાયદાને ભારતીય ક્રિકેટ જગતના દિગજ્જ ખેલાડી સુનીલ ગાવસ્કરે નવસારીના નાનકડા સીમલક ગામે આવીને પુરો કર્યો હતો. મુળ સીમલકના યુકેમાં સ્થાયી થયેલા સોલી આદમના નવનિર્મિત ઘરમાં રીબન કાપીને સુનીલ ગાવસ્કરે મિત્ર સોલી અને તેના પરિવારને ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. 

ગાવસ્કર સાથે સોલી આદમની મિત્રતા 52 વર્ષે આજે ભાઈ - ભાઈ સરીખી થઈ છે. ત્યારે હાલમાં સોલીએ સીમલક ગામનું તેમનું પૈતૃક મકાન તોડીને નવું બનાવડાવ્યું છે. જેમાં ગૃહ પ્રવેશ કરવા પૂર્વે તેમણે ભારતના પ્રથમ લિટલ માસ્ટર સુનીલ ગાવસ્કરને આમંત્રણ આપ્યું હતું. પરંતુ વિશ્વ કપ ચાલતો હોય સુનીલ ગાવસ્કર અતિ વ્યસ્ત હોવાને કારણે આવી શક્યા ન હતા. જોકે વિશ્વ કપ બાદ આવવાનો મિત્ર સોલીને વાયદો આપ્યો હતો. જેને ગત રોજ ગાવસ્કરે પુરો કર્યો હતો. બેંગ્લોરથી ફ્લાઇટ લઇને સુરત અને ત્યાંથી સીમલક પહોંચતા જ સોલી આદમના નવા ઘરમાં રિબન કાપીને સુનીલ ગાવસ્કરે મિત્ર સોલી અને તેના પરિવારને ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. 

ગામમાં સુનીલ ગાવસ્કર આવ્યા હોવાનું જાણતા જ ગામ આગેવાનોએ એક સન્માન સમારોહ યોજી ગાવસ્કરને ઉત્સાહ સાથે સન્માનિત કર્યા હતા. જ્યાં ગામના લોકો વચ્ચે સુનીલ ગાવસ્કરે તેમને ગુજરાતી આવડતી હોવાની વાત કરી તેમનો ભાષાપ્રેમ વ્યક્ત કર્યો હતો. જ્યારે એક રાત રોકાઈ આજે સવારે ગાવસ્કરે ગુજરાતી ભોજનનો સ્વાદ માણ્યો હતો. જેમાં કઢી ખીચડી, રીંગણ બટાકાનું શાક, રોટલી, રાયતુ અને મીઠો ભાતનું સાદુ ભોજન જમ્યા હતા અને ત્યારબાદ મુંબઈ માટે રવાના થયા હતા. પરંતુ તે પૂર્વે તમેના ક્રિકેટ ચાહકોને નાની મુલાકાત આપી હતી, જેમાં નાના બાળકોએ તેમની બેટ ઉપર સુનીલ ગાવસ્કરના ઓટોગ્રાફ મેળવી જીવન ભરની યાદો બનાવી હતી.  

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના નાનકડા એવા સીમલક ગામના મુળ નિવાસી અને વર્ષોથી યુકેમાં સ્થાયી થયેલા સુલેમાન ઉર્ફે સોલી સઈદ આદમ ક્રિકેટ પ્રત્યેના લગાવ કારણે વર્ષોથી વિશ્વના ક્રિકેટરોના સંપર્કમાં આવ્યા હતા. ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ પણ સોલી આદમ સાથે વર્ષોથી ઘરોબો ધરાવે છે. જેમાં 1971 થી ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને દીગજ્જ ક્રિકેટર સુનીલ ગાવસ્કર સાથે સંપર્ક થયો અને ત્યારથી બંધાયેલી મિત્રતા આજે પણ અકબંધ રહી છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎