:
Breaking News
મુખ્યમંત્રી નીતીશ કુમાર ફરી એક વખત ગુસ્સે થયા: આરજેડી MLA રેખા દેવીના ભાષણ પર વ્યક્ત કર્યો વાંધો, વિધાનસભામાં મહિલા ધારાસભ્ય પર કરી આ ખરાબ ટિપ્પણી, જુઓ VIDEO. નેપાળના પ્લેન ક્રેશનો VIDEO: આગનો ગોળો બની ગયું વિમાન, જુઓ LIVE વીડિયો; ટેક ઓફ થતાની સાથે જ ભડભડ સળગ્યું. નેપાળમાં પ્લેન ક્રેશ: કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશન એરપોર્ટ પર ટેક ઓફ કરવા જતું પ્લેન ક્રેશ, 18નાં મોત. સંસદની કાર્યવાહી શરૂ થતા જ હોબાળો: બજેટના વિરોધમાં વિપક્ષી સાંસદ કરી રહ્યાં છે નારેબાજી, સ્પીકર ઓમ બિરલાએ વ્યક્ત કરી નારાજગી. NEET-UG પરીક્ષામાં ગેરરીતિનો મામલો: સુપ્રીમ કોર્ટે કહ્યું- પરીક્ષા ફરી વખત નહીં લેવાય, ફ્રોડના પુરાવા પુરતા નથી. બજેટની પ્રત્યેક વિગતો મુદ્દા સહિત: પ્રથમ નોકરીવાળાને 15 હજાર, 1 કરોડ મકાન, ટેક્સ છૂટ; વાંચો નિર્મલાના પટારામાંથી શું-શું નીકળ્યું ?. બજેટના દિવસે શેરબજારમાં કડાકો: લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વધારાતા માર્કેટ રીસાયું; સેન્સેક્સ 900 અંક ઘટ્યો, નિફ્ટીએ 24250નું લેવલ તોડ્યું. બજેટ આ રીતે કરશે તમારા ખિસ્સાને અસર: એક સેકન્ડમાં જાણી લો શું થયું મોઘું અને શું થયું સસ્તું ?. બજેટે આપી બિઝનેસ કરવાની ઉત્તમ તક: બિઝનેસ માટે લોન મેળવવા આ રીતે કરો અરજી, સરકાર કરશે આટલા લાખ રૂપિયા સુધીની સહાય. બજેટ પહેલા નીતિશના આ શબ્દોનો શું અર્થ ?: નીતિશ કુમારે કહ્યું- બધી વસ્તુઓની ધીરે-ધીરે ખબર પડશે, શું નીતિશ મોદી સરકારને ચાલવા દેશે કે પછી ટેકો પાછો ખેંચશે ?.

રોહિત શર્મા કેપ્ટનઃ ICC એ જાહેર કરી આખા વર્લ્ડકપની બેસ્ટ ટીમ, ભારતનાં આ 6 ક્રિકેટરો સામેલ

top-news
  • 20 Nov, 2023

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલએ વર્લ્ડ કપ 2023 માટે તેના પ્લેઇંગ-11ની જાહેરાત કરી છે. લગભગ દોઢ મહિના સુધી ચાલેલી આ ટૂર્નામેન્ટમાં જોરદાર પ્રદર્શનના આધારે ICCએ તેના પ્લેઈંગ-11માં 6 ભારતીય ખેલાડીઓનો સમાવેશ કર્યો છે. ખાસ વાત તો એ છે કે, ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન પેટ કમિન્સને જ તેમાંથી બહાર રાખવામાં આવ્યા છે. ICCએ રોહિત શર્માને તેના પ્લેઇંગ-11નો કેપ્ટન બનાવ્યો છે. રોહિત સિવાય બાકીના 5 ભારતીયોમાં વિરાટ કોહલી, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમીનો સમાવેશ થાય છે. જ્યારે દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર ગેલોર્ડ કોએત્ઝીને 12મા ખેલાડી તરીકે રાખવામાં આવ્યા છે.

5 ભારતી ખેલાડી
દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર-ઓપનર ક્વિન્ટન ડી કોકને પણ આ પ્લેઈંગ-11માં સ્થાન મળ્યું છે. જ્યારે ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમના માત્ર બે ખેલાડીઓને પ્લેઈંગ-11માં સ્થાન મળ્યું છે. આ છે સ્પિનર ​​ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ અને સ્પિનર ​​એડમ ઝમ્પા. આ સિવાય ન્યૂઝીલેન્ડના ડેરેલ મિશેલને મિડલમાં જગ્યા મળી છે. બોલિંગમાં શ્રીલંકાના ફાસ્ટ બોલર દિલશાન મદુશંકાની પ્લેઈંગ-11માં પસંદગી થઈ છે. બીજી તરફ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ, નેધરલેન્ડ અને બાંગ્લાદેશના એક પણ ખેલાડીને જગ્યા આપવામાં આવી નથી. ક્વિન્ટન ડી કોક, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ડેરેલ મિશેલ, કેએલ રાહુલ, ગ્લેન મેક્સવેલ, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, દિલશાન મદુશંકા, એડમ ઝમ્પા અને મોહમ્મદ શમી. તેમજ 12મો ખેલાડી તરીકે ગેરાલ્ડ કોએત્ઝી સ્થાન અપાયું છે

વર્લ્ડ કપ 2023ના ટોપ-5 સ્કોર
વિરાટ કોહલી - 765 રન 
રોહિત શર્મા - 597 રન 
ક્વિન્ટન ડી કોક - 594 રન 
રચિન રવિન્દ્ર - 578 રન 
ડેરેલ મિશેલ - 552 રન 

વર્લ્ડ કપ 2023ના ટોપ-5 વિકેટ લેનાર
મોહમ્મદ શમી - 24 વિકેટ 
એડમ ઝમ્પા - 23 વિકેટ 
દિલશાન મદુશંકા - 21 વિકેટ 
જસપ્રિત બુમરાહ - 20 વિકેટ 
ગેરાલ્ડ કોએત્ઝી - 20 વિકેટ

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎