મિચેલ માર્શને ચડ્યો જીતનો નશોઃ વર્લ્ડકપની ટ્રોફી ઉપર પગ મુકીને કર્યુ અપમાન

- 20 Nov, 2023
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગઈકાલે અમદાવાદમાં ODI World Cup 2023ની ફાઈનલ મેચ રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટથી હરાવ્યું હતું. ફાઈનલમાં જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાનું ઘમંડ આસમાને પહોંચી ગયું છે. ભારત સામેની જીત પછી મિચેલ માર્શનો એક ફોટો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે વર્લ્ડ કપ ટ્રોફીનો અનાદર કરતો જોવા મળી રહ્યો છે.
ઓસ્ટ્રેલિયન ટીમના ઓલરાઉન્ડર મિચેલ માર્શના શરમજનક કૃત્યથી લોકો નારાજ છે અને સોશ્યલ મીડિયા પર તેની ટીકા કરી રહ્યા છે. માર્શની આ તસવીર ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ જોઇને ભારતીય ફેન્સ ભડકી ગયા અને થોડી જ વારમાં આ તસવીર સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. સોશ્યલ મીડિયા યુઝર્સે ટ્રોફી સાથે માર્શના આ પોઝને ખોટો ગણાવ્યો છે અને કહ્યું છે કે તેણે ટ્રોફીનું અપમાન કર્યું છે. માર્શના આ કૃત્યને લોકો ઓસ્ટ્રેલિયન ટીમનો ઘમંડ ગણાવી રહ્યા છે.
મિચેલ માર્શને લઈને સોશ્યલ મીડિયા પર યુઝર્સનું કહેવું છે કે ભારતીય ટીમ એક દિવસ ઓસ્ટ્રેલિયાનું આ ઘમંડ ચોક્કસપણે તોડી નાખશે. ઓસ્ટ્રેલિયાએ ODI World Cup 2023ની ફાઈનલ મેચમાં ભારતને 6 વિકેટે હરાવી છટ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો હતો. ભારત સામે ઓસ્ટ્રેલિયાની જીતનો હીરો ટ્રેવિસ હેડ હતો જેણે 120 બોલમાં 137 રન બનાવ્યા હતા.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ