:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ટી વર્લ્ડ કપના દિવસે પાકિસ્તાનમાં બની ઘટના: પાકિસ્તાની યુટ્યુબરને કરાચીમાં સિક્યોરિટી ગાર્ડે મારી ગોળી, ભારત-પાકિસ્તાન મેચ પર બનાવતો હતો વીડિયો

top-news
  • 11 Jun, 2024

ભારત અને પાકિસ્તાનની વચ્ચે 9 જૂને ટી20 વર્લ્ડ કપ 2024ની ટક્કર ન્યુયોર્કમાં થઈ હતી. ભારતે આ મેચને શાનદાર રીતે જીતીને 6 રનથી પોતાના નામે કરી લીધી હતી. આ મેચ પછી પાકિસ્તાની ફેન્સ એક વખત ફરી નિરાશ જોવા મળ્યા હતાં. 

બીજી તરફ આ જ મેચને લગતા એક જોરદાર સમાચાર સામે આવ્યા છે. જ્યાં એક યુટ્યુબરને સિક્યોરિટી ગાર્ડને કરાચીમાં ગોળી મારી દીધી હતી. આ ઘટનાના પગલે આસપાસ રહેતા લોકોમાં સન્નાટો છવાઈ ગયો હતો. યુટ્યુબર સાદ ભારત-પાકિસ્તાનની મેચ અંગે લોકોનો મત લઈ રહ્યો હતો.

આ મેચ સાથે જોડાયેલા એક હ્રદયસ્પર્શી સમાચાર સામે આવ્યા છે, જ્યાં કરાચીમાં એક યુટ્યુબરને સુરક્ષા ગાર્ડે ગોળી મારી હતી. આ જોઈને આસપાસના લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. યુટ્યુબર સાદ ભારત પાકિસ્તાન મેચ પર લોકોના અભિપ્રાય લઈ રહ્યો હતો.પાકિસ્તાનના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાદ અહેમદ નામનો યુટ્યુબર કરાચીના મોબાઈલ માર્કેટમાં ગયો અને કેટલાય દુકાનદારોના વીડિયો બાઈટ્સ લીધા, આ દરમિયાન તે એક સિક્યુરિટી ગાર્ડની સામે આવ્યો અને તેનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો. જોકે, આ ગાર્ડને રસ નહોતો. 

આ પછી તેણે કથિત રીતે સાદને ગોળી મારી દીધી હતી. વાસ્તવમાં, જ્યારે માઈક્રોફોન તેની સામે મૂકવામાં આવ્યો ત્યારે ગાર્ડ ગુસ્સે થઈ ગયો.પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, સુરક્ષા ગાર્ડ ત્યારબાદ ગુસ્સે થઈ ગયો અને તેણે સાદને તેની બંદૂકથી ગોળી મારી દીધી. જેના કારણે તેનું મોત થયું હતું. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ ડોક્ટરોએ સાદને મૃત જાહેર કર્યો.'જિયો ટીવી'ના એક રિપોર્ટમાં સાદના એક મિત્રએ કહ્યું કે તે પરિવાર માટે એકમાત્ર કમાનાર વ્યક્તિ છે. સાદ પરિણીત હતો, તે બે બાળકોનો પિતા હતો. આ દુર્ઘટના બાદ કરાચીના મોબાઈલ માર્કેટમાં અંધાધૂંધી મચી ગઈ હતી.

ARY રિપોર્ટ અનુસાર - પોલીસે જણાવ્યું કે, અહેમદ ગુલ નામના 35 વર્ષીય સિક્યોરિટી ગાર્ડે 24 વર્ષીય સાદ અહેમદ પર તે સમયે ગોળીબાર કર્યો જ્યારે તે કરાચીના બફર ઝોન વિસ્તારમાં સેરેના મોબાઈલ મોલ પાસે વીડિયો બનાવી રહ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, સુરક્ષા ગાર્ડે યુવકને રોક્યો અને પછી તેના પર ગોળીબાર કર્યો. વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) સેન્ટ્રલે જણાવ્યું કે આ ઘટના તૈમુરિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. ગાર્ડની ધરપકડ કરવામાં આવી છે. SSPએ કહ્યું કે, પ્રારંભિક પૂછપરછ દરમિયાન ગાર્ડે દાવો કર્યો હતો કે વીડિયો રેકોર્ડ કરતી વખતે સાદ તેની તરફ ઈશારા કરી રહ્યો હતો.