અમૂલ ટી20 વર્લ્ડ કપમાં અમેરિકાની ક્રિકેટ ટીમને કરશે સ્પોન્સર અગાઉ આંતરરાષ્ટ્રીય મંચે અનેક ટીમોને પ્રોત્સાહિત કરી છે
- 03 May, 2024
ભારતની ડેરી ક્ષેત્રની સૌથી મોટી બ્રાન્ડ અમૂલ ટી20 વર્લ્ડ કપમાં અમેરિકાની ક્રિકેટ ટીમને સ્પોન્સર કરશે. યુએસએ ક્રિકેટ બોર્ડે આ અંગે જાહેરાત કરી હતી. અમેરિકા ટી20 વર્લ્ડ કપનું સહ-આયોજક છે અને તેની ક્રિકેટ ટીમ સૌપ્રથમ વખત આઈસીસી ટુર્નામેન્ટમાં ડેબ્યૂ કરી રહી છે. 1લી જૂનથી ટી20 વર્લ્ડ કપનો વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં પ્રારંભ થશે.
ટી20 વર્લ્ડ કપ મુકાબલાના પ્રારંભિક મેચ અમેરિકા અને કેનેડા વચ્ચે રમાશે. ભારતની ડેરી ક્ષેત્રે મોટું નામ ગણાતા અમૂલે અગાઉ પણ આંતરરાષ્ટ્રીય મંચ પર અનેક ટીમોને સ્પોન્સ કરી છે જેમાં નેધરલેન્ડનો સમાવેશ થાય છે. અમૂલના દૂધનું વેચાણ હવે અમેરિકામાં પણ થઈ રહ્યું છે. યુએસએ ક્રિકેટના ચેરમેન વેણુ પિસિકેએ જણાવ્યું કે, અમૂલ જેવી પ્રતિષ્ઠિત બ્રાન્ડ સાથે સહયોગથી મેદાનની અંદર અને બહાર પણ શ્રેષ્ઠ દેખાવ કરવાની અમને પ્રેરણા મળે છે. અમૂલ દૂધની તાકાતથી યુએસએ ક્રિકેટ ટીમ ટુર્નામેન્ટમાં વિશ્વભરમાંથી ચાહકોને દિલને જીતવામાં સફળ થશે તેવી આશા છે. અમૂલના મેનેજિંગ ડિરેક્ટર જાયેન મહેતાએ જણાવ્યું કે, આઈસીસી ટી20 વર્લ્ડ કપ માટે અમે ટીમને શુભેચ્છા પાઠવીએ છીએ.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ