:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ જાહેર: રિંકુ , રાહુલ,શુભમન , ઈશાન અને શ્રેયસ ટીમ માંથી બહાર ...

top-news
  • 01 May, 2024

બીસીસીઆઇ દ્વારા T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમનું સુકાન રોહિત શર્માને સોંપવામાં આવ્યું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ અમદાવાદમાં લાંબી ચર્ચા બાદ ટીમની જાહેરાત કરી હતી. મુખ્ય પસંદગીકાર અજીત અગરકરની આગેવાની હેઠળની રાષ્ટ્રીય પસંદગી સમિતિએ અનેક ખેલાડીઓ સાથે ચર્ચા કરી હતી. પરિણામ સ્વરૂપે તેમણે  15 ખેલાડીઓ પર  પસંદગી ઉતારી હતી. . T20 વર્લ્ડ કપ 1 જૂનથી અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં શરૂ થઈ રહ્યો છે. જ્યારે ભારત 5 જૂને ન્યૂયોર્કમાં આયર્લેન્ડ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે.

રોહિત શર્મા કેપ્ટન હોવાની સાથે હાર્દિક પંડ્યાને ટીમમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે. તેને ટીમનો વાઇસ કેપ્ટન બનાવાયો છે. ટીમમાં ઋષભ પંત અને સંજુ સેમસનને વિકેટકીપર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. કેએલ રાહુલને ટીમમાં તક મળી નથી. શુભમન ગિલ, રિંકુ સિંહનો અનામત તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.

T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતની ટીમ:
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચૌહાણ. સંજુ સેમસન (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ.
અનામત ખેલાડી : શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ, અવેશ ખાનવિકેટકીપર બેટ્સમેનોની વાત કરીએ તો રિષભ પંત અને સંજુ સેમસનને ટીમમાં જગ્યા મળી છે. પંત IPL 2024 દ્વારા વ્યાવસાયિક ક્રિકેટમાં પાછો ફર્યો છે. પંતે કેટલીક વિસ્ફોટક ઇનિંગ્સ રમીને ફોર્મમાં હોવાના સંકેત દેખાડ્યા હતા. પંતનું વિકેટ પાછળનું પ્રદર્શન પણ શાનદાર રહ્યું છે. બીજી તરફ બીજા વિકેટકીપર તરીકે સંજુ સેમસનને સ્થાન મળ્યું છે.
હવે આપણે જાણીએ કે કયા ખેલાડીઓને ટીમમાં સ્થાન નથી મળ્યું અને તેનું શું કારણ હોઇ શકે છે, 

૧.  રિંકુ સિંહને પસંદગીકારોએ કદાચ IPL 2024માં તેના ખરાબ ફોર્મને કારણે બહારનો રસ્તો બતાવ્યો હશે જ્યારે તેની જગ્યાએ ફિનિશર તરીકે શિવમ દુબેને ટીમમાં સામેલ કર્યો.      
૨. કેએલ રાહુલની જો વાત કરીએ તો તે અત્યારે ખૂબ જ સારા ફોર્મમાં છે, પરંતુ ભારતીય ટીમને એવા ખેલાડીની જરૂર હતી જે વિકેટકીપર બેટ્સમેન તરીકે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરી શકે. આ કારણોસર, રાહુલની જગ્યાએ સંજુ સેમસનને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. 
૩. શુભમન ગિલના સ્થાને પસંદગીકારોએ યશસ્વી જયસ્વાલને પસંદ કર્યો છે જેનું એકમાત્ર કારણ તેનું  ભૂતકાળના પ્રદર્શન હોઇ શકે છે. હાલ તે સારા ફોર્મમાં નથી. જોકે, ગિલને સ્ટેન્ડબાય ખેલાડીઓની યાદીમાં રાખવામાં આવ્યો છે.
૪. ઈશાન કિશનને તેના ખરાબ પ્રદર્શનને કારણે અને BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર હોવાને કારણે પસંદગીકારોએ તેને T20 વર્લ્ડ કપ 2024 માટે સંપૂર્ણપણે નજરઅંદાજ કર્યો . 
5. શ્રેયસ અય્યરને થોડા મહિના પહેલા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ માંથી બહાર કરી દીધો હતો, જેના કારણે તેને ટી20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી

T20 વર્લ્ડ કપ ગ્રુપ:
ગ્રુપ A : ભારત, પાકિસ્તાન, આયર્લેન્ડ, કેનેડા, યુએસએ
ગ્રુપ B : ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, નામિબિયા, સ્કોટલેન્ડ, ઓમાન
ગ્રુપ સી : ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, અફઘાનિસ્તાન, યુગાન્ડા, પાપુઆ ન્યુ ગીની
ગ્રુપ ડી : દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ, નેપાળ

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎