:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

સૌરવ : T20 ક્રિકેટને ઉમર સાથે કંઇ લેવાદેવા નથી સફળ થવા પ્રતિભા, ક્ષમતા, કૌશલનું હોવું મહત્વપૂર્ણ..

top-news
  • 23 Apr, 2024

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ આઇપીએલ ૨૦૨૪ દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે T20 ક્રિકેટની રમત એવી છે કે જેમાં વ્યક્તિની ઉમર મહત્વપૂર્ણ હોઇ શક્તી નથી . પરંતુ તેની રમવાની શૈલી ,કુશળતા ,અંદાઝ આવશ્યક છે. પૂર્વ કેપ્ટનનું માનવું છે કે સફળ ક્રિકેટર થવા માટે ફક્ત ત્રણ વસ્તુઓ પ્રતિભા, ક્ષમતા, કૌશલનું હોવું મહત્વપૂર્ણ છે.

તેમનું એવું પણ માનવું છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ગયા વર્ષે લાગુ કરવામાં આવેલા ઈમ્પેક્ટ પ્લેયર નિયમથી ટૂર્નામેન્ટ પર કોઈ ફરક નથી પડી રહ્યો. સૌરવ ગાંગુલીનું કહેવું છે કે સારા ઓલરાઉન્ડર્સ માટે હંમેશા પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા બનેલી રહે છે. સૌરવ ગાંગુલીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંત માટે પણ ગુરૂમંત્ર આપ્યો. સૌરવ ગાંગુલી દિલ્હી કેપિટલ્સના મેન્ટર પણ છે. 

સૌરવ ગાંગુલીએ જણાવ્યું કે ઋષભ પંતને એક સારા ટી20 બેટ્સમેન બનાવા માટે શું ફેરફાર કરવા જોઈએ. સૌરવ ગાંગુલીએ કહ્યું, "ખુલીને રમો, છક્કા મારો બીજુ કંઈ નહીં. છક્કા મારવા ખૂબ જ જરૂરી છે. કોઈ ડર વગર રમવા અને છગ્ગા મારવા જોઈએ. ટી20 ક્રિકેટમાં આ સૌથી મહત્વપૂર્ણ વિચાર છે. તમે ટ્રેવિસ હેડને જોઈ રહ્યા છોને? પહેલા બોલથી જ ફટકા મારે છે." 

સૌરવ ગાંગુલીએ કહ્યું, "આપણે બધા જાણીએ છીએ કે પંત સિક્સ મારી શકે છે. મોટા મોટા છક્કા મારે છે. કોટલા નાનો છે તો બસ છગ્ગા મારે." સૌરવ ગાંગુલીને વિશ્વાસ છે કે ઋષભ પંત ભારતની 15 સદસ્યોની ટીમનો ભાગ હશે. જોકે તેમણે કહ્યું છે કે તે જોવું રસપ્રદ હશે કે તે કયા નંબર પર બેટિંગ કરશે. 

ટી20 ક્રિકેટ ફક્ત યુવાઓ માટે છે તેવા સિદ્ધાંતને ફગાવતા સૌરવ ગાંગુલીએ કહ્યું, "આ યુવા કે વૃદ્ધ માટે કંઈ નથી. આ તેના પર છે છે કે તમે કેટલા સારા છો અને આ વસ્તુ જ મહત્વપૂર્ણ છે. કહેવાનો મતલબ છે કે કોઈ પાક્કો નિયમ છે. ફક્ત ટેલેન્ટ, એબિલિટી એન્ડ પરફોર્મન્સનો જ પાક્કો નિયમ છે." 

સૌરવ ગાંગુલીએ કહ્યું, "એમએસ ધોનીને જોવો, તે બે ઓવર બેટિંગ કરે છે અને ચાર છગ્ગા લગાવે છે. હું ઈચ્છુ છું કે તે હજુ વધારે સમય સુધી બેટિંગ કરે. પરંતુ જોવો તે કેટલા સારા છે." IPLમાં ઈમ્પેક્ટ પ્લેટર 2023માં લાગુ કરવામાં આવ્યો હતો. પરંતુ આ સીઝન તેના પર ચર્ચા થઈ રહી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા સહિત ઘણા ક્રિકેટર્સનું કહેવું છે કે આ નિયમના કારણે ઓલરાઉન્ડર રમતમાંથી બહાર થઈ જશે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎